Book Title: Agam Deep 12 Uvavaaiam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ ૩પ૮ ઉવવાહયં-(૩૧) લાગ્યાં, તેથી રાજા કુબેરની સમાન દેખાવા લાગ્યા. ઇન્દ્રના જેવી દ્ધિની કારણે વિખ્યાત કીર્તિવાળા તેઓ ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી એનાથી યુક્ત થઈ જ્યાં પૂર્ણભદ્ર ઉદ્યાન હતું તે તરફ ચાલ્યા. તે રાજા સમસ્ત રાજ્ય ઋદ્ધિથી સર્વદ્યુતિથી. સર્વ સેનાથી, સમસ્ત પરિજનોથી, સર્વ આદરથી, સમસ્ત ઐશ્વર્ય થી, સર્વ વસ્ત્રાભરણોની શોભાથી, સર્વ સંયમ થી, સર્વ પ્રકારના પુષ્પો, ગંધ, માળા, અલંકારોથી, સર્વ પ્રકારના વાજિંત્રોના મધુર ધ્વનિથી તથા પોતાની વિશિષ્ટ દ્ધિથી, મહાન ઘુતિથી, મહાન સેનાથી, મહાન સમુદાયથી અને એક સાથે વાગતા અનેક વાજિંત્રોના ધ્વનિથી તથા શંખ, પણવ, પટહ, ભેરી, ઝલ્લરી, ખરમુખી, હુડુક્ક, મુરજ, મૃદંગ, તેમજ દુંદુભિના નિઘોંષની પ્રતિધ્વનિથી શોભતા ચંપા નગરીની મધ્ય-મધ્યમાં થઈને ચાલ્યા. [32] ત્યાર પછી તે કૂણિક રાજાના ચંપાનગરીના મધ્યભાગમાંથી નીકળતી. વખતે અનેક ધાર્થિઓએ અનેક કામાર્થિઓએ લાભાર્થિઓએ હાંસી, મજાક કરના રાઓએ,કાપાલિકોએ,રાજકરથી પીડિતોએ, શંખ વગાડનારાઓએ. ચક્રધારીઓએ, ખેડૂતોએ, શુભાશીવદ દેનારાઓએ, વર્ધમાન-સ્કંધ પર પુરૂષોને બેસાડનારા ઓએ. બિરદાવેલી બોલાવનારા ભાટ-ચારણ અને છાત્રગણોએ પોતપોતાની ભાષાનુસાર ઈષ્ટ, સુંદર, પ્રિય, મનોજ્ઞ, દયાલાદક, મનોભિરામ તેમજ હૃદયંગમ વચનો દ્વારા જય. વિજ્યાદિ સેંકડો માંગલિક શબ્દોથી સારી રીતે અભિનંદન તેમજ સ્તુતિ કરતાં આ પ્રકારે કહેવાનું શરૂ કર્યું. હેનન્દ! તમારો જય હો, હે ભદ્ર! તમારો જય હો, જય હો. તમારું કલ્યાણ થાવ! નહિ જીતાયેલાને જીતો, જીત્યા હોય તેમનું પાલન કરો. જીતેલા પ્રદેશમાં નિવાસ કરો. દેવોમાં ઈન્દ્રની જેમ, અસુરોમાં ચમરેન્દ્રની જેમ, નાગકુમારોમાં ધરણેન્દ્રની જેમ, તારાઓમાં ચન્દ્રની જેમ, મનુષ્યોમાં ભારતની જેમ આપ ઘણા વરસો સુધી, સેંકડો વરસો સુધી-ઘણાં હજાર વરસો સુધી દોષરહિત પરિવાર, આનંદ તથા સંતોષપૂર્વક અખંડ આયુ ભોગવો. ઈષ્ટજનોથી ઘેરાયેલ, ચંપાનગરીના તથા બીજા ઘણાં ગામોના આકર- નગરીના, ખેટોના- કબૂટોના દ્રોણમુખોના મંડળોના પત્તનોના આશ્રમોના, નિગમોના-સંનિવેશના- આધિપત્યને,અગ્રેસરત્વને, સ્વામીત્વને, પોષકત્વને, નાયકત્વને, સેનાપતિઓના આજ્ઞા પ્રદત્વરૂપ અધિકારને કરાવતા અને પાળતા થકા તેમજ સદા વ્યવધાન રહિત નિરંતર નાટક, ગીત તેમજ ચતુર પુરુષો દ્વારા વગાડવામાં આવતા વાજિંત્ર, તંત્રી- તલતાલ- તૌર્થિકબીજા વાજિંત્રોના સમૂહ, ઘન ખૂંદગોના શબ્દો દ્વારા આનંદિત થતાં વિપુલ ભોગોપભોગોને ભોગવતા આપનો સમય નિર્વિબે વ્યતીત કર. ત્યાર પછી ભભસારના પુત્ર રાજા કૂણિક હજારો આંખો દ્વારા વારંવાર જોવાતા હતા, હજારો દય દ્વારા વારંવાર અભિનંદિત થતા હતા. લોકોના હજારો મનોરથરૂપી માલાઓ દ્વારા સ્પર્શતા હતા સુંદર અને ઉદાર વચનોથી વારંવાર સ્તુત થતા, દેહની દીપ્તિ તેમજ દિવ્ય સૌભાગ્યાદિક ગુણોથી વારંવાર પ્રાર્થિત થતા, હજારો નર- નારી ઓની હજારો અંજલિરૂપ માળાઓ રચાઈ હતી તેનો સ્વીકાર કરતાં અત્યંત મધુર સ્વરથી તે લોકો દ્વારા સત્કાર, સન્માનનું અનુમોદન કરતાં ચંપા નગરીની વચ્ચેના માર્ગમાં થઈ હજારો મહેલોની હાર પસાર કરતા તે નીકળ્યા. નીકળીને જ્યાં પૂર્ણભદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52