Book Title: Agam Deep 12 Uvavaaiam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ સત્ર-૭૨ ૩પ૯ ઉદ્યાન હતું ત્યાં આવ્યા. આવીને શ્રમણભગવાન મહાવીરથી બહુ દૂર નહિ તેમ બહુ - સમીપ નહિ એ રીતે તીર્થકરોના અતિશય રૂપ છત્રાદિને જોયાં. જઈને આભિષેકશ હસ્તિ-રત્નને ઊભો રખાવ્યો. નીચે ઉતર્યા. નીચે ઉતરીને પાંચ રાજચિહ્નોનો ત્યાગ કર્યો. તે આ પ્રમાણે - તલવાર, છત્ર, મુકુટ, પગરખા, ચામર. પછી જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા. આવતાં તેઓએ પાંચ પ્રકારના અભિગમન - સત્કાર વિશેષથી યુક્ત થઈને પ્રભુની સન્મુખ પહોંચ્યા. પાંચ અભિગમ આ પ્રમાણે છે- સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરવો, અચિત્ત દ્રવ્યોનો ત્યાગ ન કરવો, અખંડ વસ્ત્રનું ઉતરાસંગ કરવું, ભગવાન દેખાતા હાથ જોડવા, મનને એકાગ્ર કરવું. આ પાંચ અભિગમનથી મુક્ત થઈ ભગવાનને પ્રદક્ષિણા કરીને વંદન, નમસ્કાર કયાં. ઉપાસના કરી. ત્રિવિધ ઉપાસના આ પ્રકારે છે- કાયાથી, વચનથી અને મનથી. કાયિક ઉપાસના આ પ્રમાણે કરીહાથ, પગ સંકુચિત કરીને ધર્મ સાંભળવાની ઈચ્છા કરવા લાગ્યા.વચનથી ઉપાસના આ પ્રમાણે કરી- આપ જેમ કહો છો હે ભગવન્! તે તેમજ છે. હે ભગવન્! એ એમજ છે. હે ભગવન્! તે સત્ય છે હે ભગવનું તે શંકાથી રહિત છે. હે ભગવન્! આપના વચન અમને ઈષ્ટ છે, તે ભગવનું ! આપના વચન અમને અભીષ્ટ છે. આ પ્રમાણે અનુકૂળ આચરણ કરતાં તેમની ઉપાસના કરવા લાગ્યા. માનસિક ઉપાસના આ પ્રમાણે કરી-મહાવૈરાગ્યને ઉત્પન્ન કરી તીવ્ર ધમનુરાગથી રક્ત બની ઉપાસના કરવા લાગ્યા. [33] ત્યાર પછી તે સુભદ્રા પ્રમુખ દેવીઓ પણ અન્તપુરમાં સ્નાન કરીને યાવતુ કૌતુક તથા બલિકર્મથી નિવૃત્ત થઈને, સર્વ અલંકારોને ધારણ કરીને અને કુબડી દાસીઓથી, કિરાતીઓથી- વટલીઓ, બર્બરદેશની, બકુશદેશની, યુનાન દેશની, પદ્ધ વદેશની ઈસિનદેશની, ચારકિનિક દેશની, લાસક દેશની, લકુશદેશની સિંહલ દેશની, દ્રવિડદેશની, અરબદેશની, પારસદેશની, પક્કણદેશની, બહલ દેશની, મુરુડ દેશની, આ અનેક દેશની દાસીઓ વિદેશી વેષભૂષાથી સજ્જિત હતી. અભિપ્રાય અનુરૂપ ચેષ્ટાને, ચિત્તિતને (મનોગત ભાવને), પ્રાર્થિતને અભિલાષાને જાણવામાં નિપુણ હતી. પોતપોતાના દેશની રીત પ્રમાણે વેષને ધારણ કર્યો હતો તથા બીજી દાસીઓના સમૂહથી તથા વર્ષધર - કંચુકીઓથી તથા બીજા પણ પ્રામાણિક રક્ષકોથી વીંટળાયેલી અન્તપુરથી નીકળી, જુદા જુદા રથો જે પહેલાંથી તૈયાર રાખવામાં આવ્યા હતા તેમજ બળદોથી યુક્ત હતાં તેમાં બેઠી. બેસીને પોત પોતાના પરિવારની સાથે ઘેરાઇને બધી દેવીઓ ચંપાનગરીની મધ્યમાંથી થઈને નીકળી, નીકળીને જે તરફ પૂર્ણભદ્ર ચૈત્ય હતું તે તરફ આવી આવીને શ્રમણ ભગવાન મહાવીરના તીર્થકરોના અતિશય સ્વરૂપ છત્રા દિને બહુ દૂર કે બહુ નજીક નહિ એ રીતે જોયા. જોઇને પોતપોતાના રથો રોકી દીધા, યાનોમાંથી નીચે ઉતરી, ઉતરીને અનેક કુદિક દાસીઓના પરિવાર સહિત જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવી. આવીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે જવા માટે પાંચ પ્રકારના અભિગ મોને ધારણ કર્યા. વંદન નમસ્કાર કરીને પછી કૃણિક રાજાને આગળ કરીને વિનયપૂર્વક હાથ જોડીને ભગવાનની સેવા કરવા લાગી. [34] ત્યાર પછી શ્રમણ ભગવાન ભગવાન મહાવીરે ભભસાર પુત્ર રાજા કણિકને તથા સુભદ્રા પ્રમુખ રાણીઓને તથા બહુ મોટી સભાને, ઋષિઓની સભાને, મુનિઓની સભાને, યતિઓની સભાને, દેવોની સભાને, અનેક સો સંખ્યાવાળી, સેંક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52