________________ સત્ર-૩૧ 350 લટકતી કોરટમાળાથી શોભતા, ચંદ્રમંડલ સમાન તથા ઉપર ઉઘાડેલાં છત્ર લઈને ચાલ્યા તો કેટલાક નોકર અને સૈનિક લોક સિંહાસનને તથા પાદુકા સહિત મણિરત્નોના પાદ પીઠને લઈને આગળ ચાલતા હતા. ત્યાર પછી અનેક લાઠીધારીઓ, અનેક ભાલા ધારી, ધનુધરી, ચામરધારી, પાશધારી પુસ્તકધારી, ઢાલને ધારણ કરનારા, પીઢ ને ધારણ કરનારા, વીણાધારી, ચામડાના તેલ પાત્રને ધારણ કરનારા, પાનધનીને ધારણ કરનારા, અનુક્રમથી આગળ ચાલવા લાગ્યા. ત્યાર પછી અનેક દંડી, મુંડી, શિખાધારી, જટાધારી, પીંછાધારી, વિદૂષકો, ડુગડુગી વગાડનાર, પ્રિય વચન બોલનારા, વાદ વિવાદ કરનારા, કામકથા કરનારા, હાંસી મજાક કરનારા, કુતૂહલ કરનારા, ખેલ તમાશા કરનારા, મૃદંગાદિક વગાડનારા. ગાયન ગાનારા, હરનારા, નાચનારા, ભાષણ કરનારા, ભૂત ભવિષ્યને કહેનારા, આત્મરક્ષક, રાજાના દર્શન કરનાર તથા જય જય શબ્દ કરનારા એ બધા આગળ આગળ યથાક્રમથી ચાલવા લાગ્યા. ત્યારપછી ઉત્તમ જાતિના વેગવાળા યુવાન અશ્વો ચાલવા લાગ્યા. તે હરિમેલા- તેમજ મલ્લિકાના પુષ્પ જેવી આંખોવાળા હતા. પોપટની ચાંચ મ વાંકા પગ ઉપાડીને વિલાસ કરતા ચાલવાના કારણે ઘણાં સુંદર લાગતા હતા. ચાલવામાં વિજળીને જેમ ચંચળ હતા, ખડગાદિને લાંઘવું, કૂદવું, દોડવું, નીચું માથું રાખી દોડનાર, ત્રણ પગે ઊભા રહેનાર, વેગથી યુક્ત અને શિક્ષિત હતા. તેમના ગળામાં ડોલતાં બહુજ સુંદર આભૂષણ હતાં. મુખનું આભૂષણ, લાંબા ગુચ્છ મસ્તકની ઉપર કલગીની જેમ લગાવેલ હતા. સ્થાસકતથા અહિલાણ- મુખ્યબંધન વિશેષ એ બધાથી તે શોભિત હતા. ચામર સમૂહથી તેમનો કમ્મરનો ભાગ અલંકૃત હતો. તે અશ્વોને શ્રેષ્ઠ, તરુણ નોકરોએ પકડ્યા હતા. આવા 108 અશ્વો ક્રમથી આગળ આગળ ચાલવા લાગ્યા. ત્યારપછી 108 હાથી કમથી રવાના થયા. તેઓ અલ્પદાંત વાળા, થોડા મદવાળા હતા. થોડાક ઊંચા હતા, પીઠનો ભાગ વધારે પહોળો ન હતો. દાંત બહુ સફેદ હતા. દાંત ઉપર સોનાની ખોળ ચઢાવેલી હતી. સુવર્ણ તથા મણિરત્નોથી વિભૂષિત હતા. તેમના પર શ્રેષ્ઠ પુરુષો બેઠા હતા. ત્યાર પછી 108 રથો છત્રવાળા, ધ્વજાવાળા, ઘંટવાળા, પતાકાવાળા, તોરણ બાંધેલા, નંદિઘોષ વાળા ઘુઘરીઓ યુક્ત જાળીઓવાળા, હિમવત ગિરિ ઉપર ઉત્પન્ન થએલા વિવિધ પ્રકારના તિનિશ જાતિના લાકડાં ઉપર સુવર્ણ જડેલ હતું પૈડાં ઉપર મજબૂત લોખંડના પટ્ટા ચડાવેલ હતા. બહુ મજબૂત તેમજ ગોળ આકારના ધોંસરાવાળા, ઉત્તમ જાતિના ઘોડાવાળા, અશ્વ સંચાલન ક્રિયામાં વિશેષ નિપુણ એવા સારથિવાળા, 32 તોરણથી મંડિત, કવચ અને ટોપાથી યુક્ત ધનુષ બાણ, હથિયાર યુદ્ધને યોગ્ય એવા 108 રથો આગળ ક્રમથી ચાલવા લાગ્યા. ત્યાર પછી તલવાર, શક્તિ ભાલા, તોમર અસ્ત્ર-વિશેષ, શૂલ, લાકડીઓ, બિંદિપાલ-ગોફણ અને ધનુષ એ જેના હાથોમાં છે એવા પદાતિ સૈન્ય અનુક્રમથી ચાલવા લાગ્યા. ત્યાર પછી કૃણિક રાજા જેનું વક્ષસ્થળ હારોથી વ્યાપ્ત, સુરચિત અને પ્રીતિપદ હતું, મુખ કુંડળોથી ઘુતિયુક્ત હતું, મુકુટથી મસ્તક સુશોભિત હતું, મનુષ્યોમાં સિંહ સમાન, મનુષ્યોના સ્વામી, મનુષ્યોમાં ઈન્દ્ર, પુરુષોમાં વૃષભ રાજાઓના નાયક ચક્ર વર્તીની સમાન હતા, રજતેજથી અધિક દેદીપ્યમાન હતા તે હાથી ઉપર બેઠા ત્યારે કોરંટ પુષ્પોની માળાઓથી યુક્ત છત્ર ધારણ કર્યું અને તેમના ઉપર સફેદ ચામર ઢોળવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org