________________ 374 ઉવવાdયં-(૫૩) પિ૩] સમુઘાત વિના અનંત કેવલી જિન જન્મ, જરા, મરણથી રહિત થઇને શ્રેષ્ઠસિદ્ધ ગતિને પ્રાપ્ત થયા છે. પિ૪] હે ભગવન્ત ! આવર્જીકરણ કેટલાં સમયમાં થાય છે ? અસં ખ્યાત સમયના અન્તર્મુહૂર્તમાં હે ભગવન્ત! કેવલી સમુઠ્ઠાતના કેટલાં સમયો કહ્યા છે? હે ગૌતમ! આઠ સમય છે, તે આ પ્રમાણે પ્રથમ સમયમાં દંડ કરે છે, બીજા સમયમાં કપાટ કરે છે. ત્રીજા સમયમાં મળ્યાન કરે છે. ચોથા સમયમાં લોકપૂરણ કરે છે. પાચમાં સમયમાં અંતરાલમાં રહેલા આત્મપ્રદેશોનો ઉપસંહાર કરે છે, છઠ્ઠા સમયમાં મન્થાન રૂપે સ્થિત આત્મપ્રદેશોને સંકોચે છે. સાતમા સમયમાં કપાટાકારને સંકોચે છે, આઠમાં સમયમાં દંડાકારને સંકુચિત કરે છે. ત્યારપછી શરીરસ્ય થઈ જાય છે. હે પૂજ્ય ! સમુદ્ધાતમાં સ્થિત આત્મા શું મનોયોગને જોડે છે? વચન યોગને પ્રયુક્ત કરે છે ? કાયયોગને પ્રયુક્ત કરે છે? હે ગૌતમ ફકત કાયયોગ જોડે છે. હે પ્રભુ ! કાયયોગને જોડે છે તો શું ઔદારિક કાયયોગને જોડે છે? ઔદારિક મિશ્ર કાયયોગને જોડે છે? વૈકિય શરીર કાયયોગને જોડે છે? વૈકિય મિશ્ર કાયયોગને જોડે છે? આહારક શરીર કાયયોગને જોડે છે? આહારકમિશ્ર કાયયોગને જોડે છે? કા મણ કાયયોગને જોડે છે? હે ગૌતમ ! ઔદારિક શરીર કાયયોગને જોડે છે, ઔદારિક મિશ્ર કાવયોગને જોડે છે, અને કાર્પણ કાયયોગને જોડે છે. પ્રથમ અને આઠમા સમયમાં ઔદારિક શરીર કાયયોગ હોય છે. બીજા, છઠ્ઠા, સાતમાં સમયમાં ઔદારિકમિશ્ર શરીર કાયયોગ હોય છે. ત્રીજા, ચોથા, પોચમાં સમયમાં કામણ શરીર કાયયોગ હોય છે. હે પૂજ્ય! સમુદ્યાત અવસ્થા માં કેવલી સિદ્ધ, બુદ્ધ, મુક્ત તેમજ પરિનિવૃત્ત થઈને શું સમસ્ત દુઃખોનો અંત કરે છે? આ અર્થ સમર્થ નથી. પરંતુ સમુદ્યાત કર્યા પછી ત્યાંથી નિવૃત્ત થઈ પોતાના શરીરમાં આવે છે. પછી મનોયોગ પણ પ્રવર્તાવે છે, વચનયોંગ પ્રવર્તાવે છે, કાયયોગ પણ પ્રવર્તાવે છે. હે ભગવંત ! મનોયોગ પ્રવર્તાવે છે તો શું સત્યમનોયોગ પ્રયુક્ત કરે છે ? અસત્યમનોયોગ પ્રયુક્ત કરે છે ? મિશ્રમનોયોગ પ્રયુક્ત કરે છે ? કે અસત્યમુષા મનોયોગ પ્રયુક્ત કરે છે? હે ગૌતમ! સત્ય મનોયોગ પ્રયુક્ત કરે છે, અસત્યામૃષામનો યોગ પ્રયુક્ત કરે છે. હે ભગવન્! વચનયોગ પ્રવર્તાવે છે તો શું સત્યવચન યોગ પ્રવર્તાવ છે? યાવતું અસત્યા મૃષા વચનયોગને પ્રવર્તાવે છે ? હે ગૌતમ ! સત્યવચનયોગને પ્રવર્તવે છે, અસત્યામૃષાવચન યોગને પ્રવતવિ છે. કાય યોગ પ્રવર્તાવતા તે આવે છે, જાય છે, બેસે છે, સુવે છે, ઉલ્લંઘન કરે છે, ઉપણ કરે છે, પ્રક્ષેપણ કરે છે, તિર્જી ગમન કરે છે. પછી પ્રતિહારી પીઠ, ફલક, શય્યા, સંથારાને પાછા આપે છે. પિપો હે પૂજ્ય ! તેવા કેવલી સયોગી અવસ્થામાં રહેતા સિદ્ધ યાવતું દુઃખોનો અંત કરે છે? આ અર્થ સમર્થ નથી. તે સયોગી કેવલી પહેલા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત કના જઘન્ય મનોયોગથી પણ અસંખ્યાત ગુણહીન પ્રથમ મનોયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી પર્યાપ્ત બેઈન્દ્રિય જીવના જઘન્ય વચન યોગની નીચેના અસંખ્યાત ગુણહીન બીજા વચનયોગનો વિરોધ કરે છે. ત્યાર પછી સૂક્ષ્મ અપર્યાપ્ત પનક જીવના જઘન્યથી નીચેના. અસંખ્યાત ગુણહીન ત્રીજા કાયયોગનો વિરોધ કરે છે. આ પ્રકારના ઉપાયથી તે પ્રથમ મનોયોગનો નિરોધ કરે છે. તેનો નિરોધ થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org