Book Title: Agam Deep 12 Uvavaaiam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 50
________________ 376 ઉવવાઇN (55) જેવી શ્વેત છે. શીર પર ઓઢેલા છત્ર સમાન તેનો આકાર છે. સંપૂર્ણ શ્વેત સુવર્ણ સમાન છે, સ્વચ્છ છે, ચીકણી, ઘૂંટેલ વસ્ત્રની જેવી ચીકણી, સાણ પરઘસાયેલા પથ્થર જેવી. કોમળ શાણથી ઘસેલા પત્થર જેવી ચીકણી, નિર્મળ, કાદવથી રહિત, આવરણ રહિત, કિરણો જેમાથી નીકળે છે. શોભાસંપન્ન છે તે પ્રાસાદિક, દર્શનીય છે જેતઇષત્રાગભારા પૃથ્વી ઉપર 1 યોજનમાં લોકનો અંત છે. તે યોજન પ્રમાણ લોકનો છેલ્લો ગાઉના ઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો સાદિ અનંતકાળ સુધી સ્થિત રહે છે. અનેક જન્મ. જરા, મરણની વેદનાથી જે વારંવાર જન્મ લેવો, ગર્ભમાં વાસ કરવો આદિ દુઃખોથી યુક્ત સંસારના પ્રપંચથી રહિત શાશ્વત બિરાજે છે. [પ-૬૦] હે પૂજ્ય ! સિદ્ધ ભગવંતો કયા સ્થાને અટક્યા છે? ક્યાં પ્રતિષ્ઠિત થયા છે? આ શરીરને છોડીને ક્યાં જઈને સિદ્ધ થાય છે? સિદ્ધ ભગવાન લોકના અગ્રભાગમાં રહે છે. લોકના અગ્રભાગમાં તેમની સ્થિતિ છે. આ મનુષ્યલોકમાં શરીરનો ત્યાગ કરીને ત્યાં જઈને સિદ્ધ થાય છે. શરીરનો ત્યાગ કરતા સમયે અહિં જે સંસ્થાન હોય છે તે સિદ્ધનું સંસ્થાન છે. ત્યાં પ્રદેશઘન રૂપે થાય છે. કે અંતિમ સમયમાં જેવું સંસ્થાન હોય તેમાંથી ત્રીજો ભાગ ન્યૂન અવગાહના સિદ્ધોની હોય છે. 333 ધનુષ્ય તથા એક ધનુષનો ત્રીજો ભાગ આ સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના છે. ડિ૧-૬૫ ચાર હાથ અને 1 હાથનો ત્રીજો ભાગ સિદ્ધોની મધ્યમ અવગાહના જાણવી જોઇએ. હાથથી થોડી વધારે એ સિદ્ધોની જઘન્ય અવગાહના જણવી જોઇએ. સિદ્ધ પોતાની અવગાહનાથી અંતિમ શરીરના ત્રીજા ભાગને ઓછો કરી જેનો આકાર કહી શકાય નહિ તેવા આકારમાં સ્થિત છે જે જરા, મરણથી મુક્ત છે. જે ક્ષેત્રમાં સિદ્ધો બીરાજે છે તે જ ક્ષેત્રમાં અનંત સિદ્ધો બિરાજે છે. તેમના ભવનો ક્ષય થઈ ગયો છે. તેઓ એકબીજામાં વ્યાપીને રહેલા છે. એક સિદ્ધ નિયમથી આત્માના અસંખ્યાત પ્રદેશો દ્વારા અનંત સિદ્ધોનો સ્પર્શ કરે છે. તે બધા અસંખ્યાત પ્રદેશોથી સંસ્થિત છે. દેશથી સ્મશયેિલા અસંખ્યાત ગુણા સિદ્ધો છે. [60-70] અશરીરી, ધનરૂપ, કેવળજ્ઞાન કેવળદર્શનથી યુક્ત સાકાર ઉપ યોગથી યુક્ત તથા નિરાકારોપયોગથી ઉપયુક્ત છે. આ સિદ્ધોના લક્ષણો છે. કેવળજ્ઞા નોપયોગથી યુક્ત ભગવાન સર્વ વસ્તુના અનંતગણ અને અનંત પર્યાયને જાણે છે અને અનંત કેવળદ્રષ્ટિથી સર્વ પ્રકારે જુએ છે. સિદ્ધોને જે બાધારહિત સુખ પ્રાપ્ત થયું છે તે સુખ મનુષ્યને કે સર્વ દેવોને હોતું નથી. દેવોનું સર્વકાળનું જે સુખ છે તેને અનંતગણું કરવામાં આવે તો પણ તે મુક્તિના સુખની બરાબર ન થઈ શકે. તે અનંત વગોંથી વર્ગિત કરવામાં આવે પણ મુક્તિ સુખની બરાબર ન થઈ શકે. સિદ્ધ ભગવાનના સુખની જે રાશિ છે તેને સર્વ કાળના સમયોથી જો ગુણવામાં આવે અને તે રાશિને અનંતવર્ગથી ભાગવામાં આવે તો પણ સર્વ આકાશમાં સમાઈ શકે નહિ. ૭૧-૭પ જેમ કોઈ મ્લેચ્છ ઘણાં પ્રકારના નગર ગુણોને જાણતો થકો પણ તેનું વર્ણન કરી શકતો નથી કારણ કે ત્યાં ઉપમાનો અભાવ છે. આ રીતે સિદ્ધોનું સુખ છે જે અનુપમ છે. તેની કોઈ ઉપમાં નથી. કંઇક વિશેષતાથી સિદ્ધોના સુખની ઉપમા આપી સમજાવે છે. જેમ કોઈ પુરુષ સર્વ કામગુણોથી યુક્ત ભોજન ભોગવી તૃષા તથા સુધાથી ; રહિત થઈ અમૃતપાનની તૃપ્તિની સમાન સુખી થાય છે. તેમ સર્વકાલ તૃપ્ત થયેલા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52