Book Title: Agam Deep 12 Uvavaaiam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ સુત્ર-પ૧ ભક્તોનું અનશન દ્વારા છેદન કરે છે. જેના માટે નગ્નભાવ ધારણ કરાય છે યાવતું સમસ્ત દુઃખોનો અંત કરે છે. આ સાધુઓમાંથી કોઈને કેવળજ્ઞાન, કેવળ દર્શનની ઉત્પત્તિ થતી નથી તે ઘણાં વર્ષો સુધી છવસ્થ પર્યાયનું પાલન કરે છે. ભક્તપ્રત્યાખ્યાન કરે છે. ઘણાં ભક્તોનું અનશન દ્વારા છેદન કરે છે. છેદન કરીને જેના માટે નગ્નભાવ વાવતું પ્રયોજનની સિદ્ધિ કરે છે. છેલ્લા ઉછુવાસ નિઃશ્વાસોમાં અંતર હિત, અનુપમ, વ્યાઘાત રહિત, નિરાવરણ, સકલ, સંપૂર્ણ કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થાય છે, ત્યાર પછી સિદ્ધ થાય છે વાવતુ સમસ્ત દુઃખોનો અંત કરે છે. તેમાં કેટલાંકને તે ભવમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તેવા એક ભવાવતારી સંયમી પૂર્વકર્મ બાકી રહેવાના કારણે કાલમાસે કાળ કરીને ઉત્કૃષ્ટ સવથસિદ્ધ મહા વિમાનમાં દેવ પાયે ઉત્પન્ન થાય છે. જે ગામ, આકર યાવતુ સન્નિવેશમાં મનુષ્યો રહે છે. જેવા કે-સમસ્ત વિષયોથી વિરક્ત, સર્વરાગથી રહિત, સર્વસંગથી રહિત, સર્વને હથી રહિત, અક્રોધી, નિષ્ક્રોધી, ક્ષીણક્રોધી, તેવીજ રીતે અમાની માયા અને લોભમાં પણ સમજવું. આવા જીવો અનુક્રમથી આઠ કમની પ્રકૃતિઓનો સર્વથા નાશ કરી લોકાગ્રે સ્થિત થાય છે. [52] હે ભગવન્! ભાવિતાત્મા અણગાર કેવલીસમુદ્રઘાત દ્વારા આત્મ પ્રદેશોને શરીરમાંથી બહાર કાઢી શું સમસ્ત લોકોને સ્પર્શ કરી રહે છે ? હા રહે છે. હે ભગ વન્ત ! તેમના નિર્જરાના યુગલો સમસ્ત લોકને સ્પર્શે છે? હા ! સ્પર્શે છે. હે પૂજ્ય! છદ્રસ્થ મનુષ્ય તે નિર્જરાના પુદ્ગલોને કંઈ વર્ણથી, ગંધથી ગંધને રસથી રસને, સ્પર્શથી સ્પર્શને જાણે છે કે જુએ છે?હે ગૌતમ! આ અર્થ સમર્થનથી. હે ગૌતમ! આ જેબૂદ્વીપ સમસ્ત દ્વીપ અને સમુદ્રોની વચ્ચે છે. સર્વથી નાનો છે. ગોળાકારે છે. પુડલાના આકાર જેવો રથના પૈડાં જેવો કમળની કણિકા જેવો પૂર્ણ ચંદ્રમાં જેવો ગોળ છે. તે એક લાખ યોજનાની લંબાઈ, પહોળાઈવાળો છે. 3 લાખ, 16 હજાર, 227 યોજન 3 કોશ 128 ધનુષ અને 1 આંગુલથી થોડીક વધારે તેટલી તેની પરિધિ છે. મહા અદ્વિધારી, મહા તેજસ્વી, મા બલિષ્ઠ, મહાયશસ્વી, મહાસૌખ્યવાળા, અત્યંત પ્રભાવશાળી એવા કોઈ દેવ એક ગંધની પેટીને ગ્રહણ કરે. ગ્રહણ કરીને ત્યાં જ ઉઘાડે, ઉઘાડીને સમસ્ત જંબૂઢીપની ત્રણ ચપટી વગાડવા જેટલા કાળમાં ર૧ વાર પ્રદક્ષિણા કરે અને પાછા જલદી આવી જાય. ભગવાને પૂછે છે, કે હે ગૌતમ સમસ્ત જંબૂદીપ શું તે સુગંધિતપુદ્ગલોથી પૃષ્ટ થાય છે? હે પૂજ્ય ! હા થાય છે. ' હે ગૌતમ! છઘસ્થ મનુષ્ય તે સુગંધિત પુગલોનો વર્ણથી વર્ણ યાવતું જાણી શકે છે? જોઈ શકે છે? ભગવત્ત! એ અર્થ સમર્થ નથી. તેવી જ રીતે હે ગૌતમ! કહ્યું છે કે- છા સ્થ નિર્જરાના પુગલોનો વર્ણથી વર્ણ જાણી શકતા નથી, જોઈ શકતા નથી. તે પુદ્ગલો સૂક્ષ્મ છે તેથી હે, આયુષ્યનું શ્રમણ ! સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત તે પુદ્ગલો જાણી શકાતા નથી. હે ભગવન્ત! કેવલી કયા કારણથી સમુઘાત કરે છે? શા માટે સમુદ્ ઘાતને પ્રાપ્ત 'થાય છે? હે ગૌતમ! કેવલીઓનાં ચાર કર્મ બાકી રહે છે. તે આ પ્રમાણે –વેદનીય, આયુ, નામ અને ગોત્ર, વેદનીય કર્મની સ્થિતિ સૌથી વધારે હોય અને આવું કર્મ સર્વથી થોડું હોય તો આ વિષમતાને સમાન કરવા માટે પ્રદેશબંધ અનુભાગ બંધથી સમાન કરે છે. તે માટે સમુઘાત કરે છે. હે પૂજ્ય શું બધા કેવલી સમુદૂઘાત કરે છે? આ અર્થ સમર્થનથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52