________________ - - - - - - . . - સત્ર-૨૧ પ્રતિક્રમણ કરીને સમાધિને પ્રાપ્ત થાય છે. કાલ માસે કાળ કરીને ઉત્કૃષ્ટ સહકાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ગતિ છે. ત્યાં 18 સાગરોપમની સ્થિતિ ને પ્રાપ્ત કરે છે. તે પરલોકના આરાધક છે. શેષ સર્વ પૂર્વવતુ. તેઓ કે જે ગામ, આકર યાવતું સન્નિવેશમાં ગોશાલક મતાનુયાયી હોય છે જેવા કે બે ઘરોનું અંતર રાખી જે ભિક્ષા લે છે. ત્રણ ઘરોનું અંતર રાખી, સાત ઘરોનું અંતર રાખી ભિક્ષા લે છે. કમળના નાળની ભિક્ષા કરે છે. ઘણાં ઘરોમાંથી ભિક્ષા લે છે. વિજળી ચમકે ત્યારે ભિક્ષા ન લે. માટીની કોઠી આદિમાં પ્રવિષ્ટ થઈ તપશ્ચર્યા કરે છે. આ પ્રકારનું આચરણ કરતાં ઘણાં વર્ષો સુધી તે પર્યાયને પાળી કાળ માસે કાળ કરીને ઉત્કૃષ્ટ અશ્રુત દેવલોકમાં દેવ પર્યાયે ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ગતિ હોય છે. સ્થિતિ બાવીસ સાગરોપમની હોય છે. તેઓ આરાધક નથી. શોષ સર્વ પૂર્વવત જેઓ ગામ, આકર યાવતું સન્નિવેશમાં પ્રવ્રજિત શ્રમણ થાય છે તે આ પ્રમાણેપોતાના ગૌરવને બતાવનાર, પરની નિંદા કરનાર, ભસ્મ આપનાર, વાંરવાર કૌતુક કરનાર, આ પ્રકારે આચરણ કરતાં ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયને પાળે છે. પાળીને તે સ્થાનની આલોચના તેમજ પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને ઉત્કૃષ્ટ અશ્રુત દેવલોકમાં આભિયોગિક દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં તેની ગતિ હોય છે. 22 સાગ રોપમની સ્થિતિ હોય છે. પરલોકના આરાધક નથી. બાકી પૂર્વવતુ. જેઓ ગામ, આકર યાવતું નિવેશમાં નિલવ હોય છે તે આ પ્રમાણે બહુરત-અનેક સમયો માં કાર્ય થાય છે. જીવપ્રદેશિકજીવ એક ચરમ પ્રદેશ સ્વરૂપ જ છે. અવ્યક્તિક સમસ્ત જગત સાધુ આદિના વિષયમાં અવ્યક્ત છે. સામુચ્છેદિક- વૈક્રિય- વૈરાશિક અબદ્ધિક-આ સાત નિલવ છે. તેમાં કેવળ ચયન્ટિક્રિયા તથા લિંગ-રજોહરણાદિની અપેક્ષાએ સમાનતા છે. * તે મિથ્યાવૃષ્ટિ છે. તેઓ અનેક પ્રકારના અસદૂભાવોની ઉભાવનાથી તથા મિથ્યા આગ્રહથી પોતાને બીજાને, સ્વ-પર બંનેને ઉન્માર્ગમાં જોડે છે તેમ જ પાપકર્મનું ઉપાર્જન કરતાં વિચરે છે. ઘણાં વર્ષો સુધી શ્રમણ પયયનું પાલન કરે છે. પાલન કરીને કાલ માસે કાળ કરીને ઉત્કૃષ્ટ ઉપરની રૈવેયકમાં દેવ પથયિ ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ગતિ છે. તેમજ સ્થિતિ 31 સાગરોપમની છે. તેઓ પરલોકના આરાધક નથી, શેષ સર્વ પૂર્વવતું. જે ગામ, આકર વાવ, સન્નિવેશમાં મનુષ્યો રહે છે. જેવા કે અલ્પારંભી, અલ્પપરિગ્રહી, ધાર્મિક, ધમાંનુગ-ધર્મ જેને ઈષ્ટ છે, ધર્મ કહેનારા, ધર્મને ઉપાદેયરૂપે માનનારા, ધર્મનું સેવન કરવામાં અધિક અનુરાગ સંપન્ન, ધર્મ જેમનો ઉત્તમ આચાર છે સુવતી તેઓ સાધુ પાસેથી પ્રત્યાખ્યાન લઈને કેવળ એક સ્થૂલ પ્રાણાતિપાતથી જીવન પયત નિવૃત્ત રહે છે પરંતુ સૂક્ષ્મ પ્રાણાતિપાતથી વિરક્ત નથી થતા. એજ પ્રમાણે યાવતુ પરિગ્રહ સુધી જાણવું. એજ પ્રમાણે ક્રોધ, લાવતું મિથ્યાદર્શન શલ્યથી જીવન પર્યંત વિરત રહ્યા છે પરંતુ સૂક્ષ્મ ક્રોધાદિથી વિરક્ત નથી. તેમજ અમુક આરંભ, સમારંભથી જીવન પર્વત વિરક્ત રહે છે. સૂક્ષ્મ આરંભ સમારંભથી વિરક્ત નથી રહેતા. કોઈ એવા * છે કે જેઓ કરવા કરાવવાથી જીવનપર્યત વિરત છે. કોઇ કરવા-કરાવવાથી વિરત નથી. કોઈ પચન, પાચન ક્રિયાથી જીવનપર્યત વિરત છે કોઈ પચન પાચનાદિથી વિરત નથી. કોઈ છેદન, પીટવું, તર્જન, તાડન, વધ, બંધ, પરિકલેશથી જીવનપર્યંત વિરત છે. પણ કોઈ એ ક્રિયાથી વિરતા નથી. કોઈ સ્નાન, મર્દન, અંગરાગ, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org