Book Title: Agam Deep 12 Uvavaaiam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 43
________________ સત્ર-૫૦ 369 એવા કુળમાં અંબડ દેવ પુરુષરૂપે ઉત્પન થશે. ગર્ભમાં નવ માસ અને સાડા સાત દિવસ-રાત વીત્યા પછી સુકોમળ હાથ. પગવાળો યાવતું ચંદ્રમા જેવો સૌમ્ય આકારવાળો, સુંદર, પ્રિયદર્શની સુંદર રૂપયુક્ત પુત્ર ઉત્પન થશે. આ બાળકના માતાપિતા તેમની સ્થિતિ અનુસાર પહેલા દિવસે પુત્રજન્મ મહોત્સવ મનાવશે. બીજે દિવસે ચંદ્ર-સૂર્ય દર્શન કરાવશે. છઠ્ઠા દિવસે જાગરણ કરશે. અગ્યારમાં દિવસે જન્મ અશુચિ સમાપ્ત થઈ ગયા પછી બારમો દિવસ થતાં માતાપિતા તેના ગુણ અનુસાર સાર્થક નામ રાખશે-અમારો આ બાળક ગર્ભમાં આવ્યો ત્યારથી અમારી ધર્મમાં દ્રઢ શ્રદ્ધા થઈ છે તેથી અમારા આ બાળકનું નામ દ્રઢપ્રતિજ્ઞ હો. આઠ વર્ષથી કંઈક અધિક ઉમરનો જાણશે ત્યારે તેને શુભતિથિ, શુભકરણ, શુભદિવસ, શુભ નક્ષત્ર તેમજ શુભ મુહૂર્તમાં કલાચાર્યની પાસે લઈ જશે. ત્યાર પછી તે કલાચાર્ય તે દ્રઢપ્રતિશકુમારને લેખનાદિથી લઈને પક્ષીના શબ્દાદિ જાણવાની ૭ર કળાઓ, જેમાં ગણિતની પ્રધાનતા છે તે સૂત્ર રૂપે, અર્થ રૂપે, તથા પ્રયોગ થી પ્રાપ્ત કરાવશે, શીખવાડશે. તે કળાઓ આ પ્રમાણે છે- લેખ લખવાની, ગણિતની, રૂપની, નૃત્યની, ગાવાની, વિણાદિ વગાડવાની, સ્વરોની, મૃદંગ વગાડવાની, સમતાલા ની, જુગાર રમવાની, લોકો સાથે પ્રતિવાદ કરવાની, પાસા ફેંકવાની, ચોપાટ રમવાની, આશુકવિ થવાની, માટીમાંથી અનેક પાત્રો બનાવવાની, અન્નવિધિ, પીવાના પદાર્થની વિધિ, આભરણ બનાવવાની વિધિ, પ્રહેલિકાની વિધિ, માગધી ભાષામાં કવિતા બનાવવાની, સંસ્કૃત સિવાયની ભાષામાં ગાથા બનાવવાની, ગીતિકા છંદમાં કાવ્ય. બનાવવાની, શ્લોક, ચાંદી બનાવવાની, સુવર્ણ નિમણની, ગંધ દ્રવ્યની, ચૂર્ણ બનાવ વાની, યુવતીના રૂપની શોભા વધારવાની, સ્ત્રીલક્ષણ પુરષલક્ષણ, અશ્વલક્ષણ, ગજ લક્ષણ, ગાયના લક્ષણ, કુકડાના લક્ષણ જાણવાની, ચક્રરત્નના ગુણ, દોષ જાણવાની છત્રના લક્ષણ, ઢાલના લક્ષણ, દેડના લક્ષણ, તલવારના લક્ષણ, મણિના લક્ષણ, કાકણી રત્નના લક્ષણ જાણવાની, વાસ્તુ શાસ્ત્રની સેના પરિમાણ જાણવાની, નગરનું પરિમાણ જાણવાની, જ્યોતિક્ષક, ઇટાનિષ્ટ ફળ જનક શાંતિકમાંદિ ક્રિયા, સૈન્યની રચના, બૃહની રચના, ચક્રવૂહની, ગરૂડયૂહની, શકટટ્યૂહની રચનાની કળા સંગ્રામની, મલ્લ યુદ્ધ ખડગ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ, બાહુયુદ્ધ, લતા યુદ્ધ, ઇષશાત્રની, છરા યુદ્ધ, ધનુર્વેદની, રજત સિદ્ધિની સુવર્ણ સિદ્ધિની, દોરાથી રમવાની, દોરડા પર રમવાની ઘુતવિશેષ રમવાની, પત્ર કાપવાની, કટની સજીવ કરણ નિર્જીવ કરવાની, પક્ષીઓના શબ્દ સમજવાની. આ 72 કળાઓ પુરુષની છે. કળાઓ પ્રાપ્ત કરાવશે, ત્યારે પછી દ્રઢપ્રતિજ્ઞ કુમારના માતાપિતા તે કલાચાર્યને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, ગંધ, માલા તથા અલંકારો આપી સત્કાર કરશે. સન્માન કરીને વિપુલ રૂપમાં જીવિકાને યોગ્ય પ્રીતિદાન આપશે. આપીને તેમનું વિસર્જન કરશે. ત્યારપછી દ્રઢપ્રતિજ્ઞ કુમાર 72 કળાઓમાં પંડિત તેમજ તેના સુપ્ત નવ અંગો જાગૃત થશે અઢાર દેશની ભાષાનો જ્ઞાતા થશે, ગીતમાં, ગાંધર્વવિદ્યામાં, નૃત્યકાળમાં કુશળ થશે. અશ્વયોધીગયોધી, રથયોધી, બાહુયોધી થશે. અતિશૂરવીર તથા વિક્રાળ રાત્રિ માં પણ આવવા જવામાં ભય વગરનો થશે આ તથા ભોગ ભોગવવામાં સમર્થ થશે. ત્યારે દૃઢપ્રતિજ્ઞ બાળક તે અનાદિ વિપુલ ભોગોમાં યાવત્ શયનાદિમાં આસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52