Book Title: Agam Deep 12 Uvavaaiam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ સર-૪૯ 367 પ્રવેશ કરીને રેતીનો સંથારા બિછાવ્યો.પૂર્વ દિશા તરફ મુખ રાખી પલ્લંક આસનથી બેઠા. બંને હાથ જોડી મસ્તક ઉપર રાખી આ પ્રમાણે કહેવા લાગ્યા* મુક્તિને પ્રાપ્ત થયેલા શ્રી અરહિત પ્રભુને નમસ્કાર હો. શ્રમણ ભગવાન મહાવીર કે જે મુક્તિ પ્રાપ્ત કરવાની કામનાવાળા છે તેમને નમસ્કાર હો. ધર્મના ઉપદેશક ધમાં ચાર્ય એવા અમારા ગુરુ અમ્બડ પરિવ્રાજકને નમસ્કાર હો. પહેલા અમે અમ્બડપરિવ્રાજક પાસે સ્થૂલ પ્રાણાતિપાતનું વાવજીવન પ્રત્યાખ્યાન કર્યું છે.યાવતું સ્થૂલ પરિ ગ્રહનો પણ માવજીવન ત્યાગ કર્યો છે. હવે આ સમયે અમે બધા શ્રમણ ભગવાન મહાવીરની પાસે સર્વ પ્રાણાતિપાતના જીવન પર્યત પ્રત્યાખ્યાન કરીએ છીએ. યાવતું સર્વ પરિગ્રહના જીવન પર્યત પ્રત્યાખ્યાન કરીએ છીએ. સમસ્ત ક્રોધ, યાવત્ મિથ્યા દર્શન શલ્ય તેમજ અકરણીય યોગના જીવન પર્યત પ્રત્યાખ્યાન કરીએ છીએ. સમસ્ત અશન-અન્ન, પાન-પાણી, ખાધ સ્વાદ્ય-ચાર પ્રકારનાં આહારના યાવજીવન પ્રત્યાં ખ્યાન કરીએ છીએ. જે આ શરીર કે જે ઈષ્ટ, સુંદર, પ્રિય, મનોજ્ઞ, અત્યંત પ્રિય, સ્થિરતા યુક્ત, અતિશય પ્રીતિનું સ્થાન, સંમત-શારીરિક કાર્યો માટે સંમત, બહુમત-ઘણાંઓની વચ્ચે ઈષ્ટ, અનુમત પ્રેમના સ્થાન ભૂત, રત્નના કરંડીયા સમાન છે તેને ઠંડી ન લાગે, ગરમી ન લાગે, ભૂખ ન લાગે, તરસ ન લાગે, સર્પ દંશ ન આપે, ચોર ઉપદ્રવ ન કરે, ડાંસ મચ્છર ન કરડે, વાત, પિત્ત, કફ સંબંધી સનિપાતાદિ વિવિધ પ્રકારના રોગો, આતંક પ્રાણહરણ કરનાર રોગ, પરીષહ, ઉપસર્ગ સ્પર્શ ન કરે આ પ્રકારે પાલન કર્યું છે તેને છેલ્લા ઉછુવાસ નિશ્વાસ સુધી છોડું છું. આવી રીતે કરીને સંલેખનામાં- કષાય અને શરીર ને ક્રશ કરીને પ્રીતિ પૂર્વક તે બધા ભક્ત તેમજ પાનના પ્રત્યાખ્યાન કરીને પાદપોપગમન સંથારો કરે છે. મરણની ઈચ્છા નહીં કરતાં તેમાં સ્થિર થયા. અતિ ચારોની આલોચના કરી પછી તેનાથી નિવૃત્ત થયા. સમાધિ પ્રાપ્ત કરીને કાલ માસે કાલ કરીને બ્રહ્મલોક નામના દેવલોકમાં દેવ પર્યાયે ઉત્પન્ન થયા. ત્યાં તેમની ગતિ, સ્થિતિ 10 સાગરોપમની છે. તેઓ પરલોકના આરાધક છે. પિણે હે ભગવન્! ઘણા લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે, આ પ્રમાણે જણાવે છે, આ પ્રમાણે પ્રરૂપિત કરે છે કે- અમ્બડ પરિવ્રાજક કંપિલપુર નગરમાં સો ઘરમાં આહાર કરે છે, સો ઘરોમાં નિવાસ કરે છે. તો હે પૂજ્ય ! આ વાત કેવી છે? હે ગૌતમ! તે વાત. સાચી છે. હે ગૌતમ! હું પણ તે જ વાત કહું છું. યાવતુ પ્રરૂપિત કરું છું કે હે પૂજ્ય! આપ એ ક્યા હેતુથી કહો છો? કે હે ગૌતમ ! તે પ્રકૃતિથી ભદ્ર છે યાવતુ વિનીત છે. નિરંતર છ8, છઠ્ઠની તપશ્ચર્યા કરે છે તેમજ હાથને ઉંચા કરીને સૂર્યની સન્મુખ આતાપના યોગ્ય ભૂમિમાં આતાપના લે છે. અંબડ પરિવ્રાજકને શુભ પરિણામથી, પ્રશસ્ત અધ્યવસા યથી, પ્રશસ્ત લેશ્યાથી, વિશેષ શુદ્ધિથી, કોઈ એક સમયે તદાવરણીય કર્મના ક્ષયોપશમથી ઇહા –અવાયરૂપ જ્ઞાન, નિશ્ચય, કરવાથી વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ તથા અવધિ જ્ઞાનલબ્ધિ ઉત્પન્ન થઈ. ત્યાર પછી તે અમ્બડ પરિવ્રાજક ઉત્પન્ન થયેલ વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ અને અવધિલબ્ધિથી લોકોને આશ્ચર્ય પમાડવા કંપિલપુરનગરમાં સો ઘરોમાં વાવ વિશ્રામ કરે છે. હે પૂજ્ય ! અંબડ પરિવ્રાજક આપની પાસે મુંડિત થઈ આગારમાંથી અણગાર અવસ્થાને ધારણ કરવા સમર્થ છે કે નહિ? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. અંબડ પરિવ્રાજક શ્રમણોપાસક થઈને જીવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52