Book Title: Agam Deep 12 Uvavaaiam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ 366 હવાઈયું -(48) બાજુબંધ, અંગદ, કેયૂર, કુંડલ, મુકુટ, ચડામણિ પહેરવું કહ્યું નહિ. તે પરિવ્રાજકોને ગુંથી ને બનાવેલ, વેષ્ટિત, સંચા પર પૂરીને બનાવેલી, તેમજ આ ચાર પ્રકારની માળા ધારણ કરવી કહ્યું નહિ. ફક્ત પુષ્પનું એક કર્ણફૂલ કલ્પનીય છે. તે પરિવ્રાજકોને અગર, ચંદન, કંકુથી ગાત્ર પર લેપ કરવો કહ્યું નહિ. એક માત્ર ગંગાની માટીનો લેપ કરવો કહ્યું છે. તે પરિવ્રાજકોને મગધ દેશમાં પ્રચલિત પ્રસ્થ પ્રમાણ માત્ર જલ ગ્રહણ કરવું કહ્યું છે, તે જળ વહેતું જોઈએ. તે જલ સ્વચ્છ હોય, ધૂળ-કાદવથી રહિત હોય, અતિ નિર્મળ હોય તો તે ગ્રાહ્ય છે. તે પણ દાતા દ્વારા અપાએલું ગ્રહણ કરે તે જલ પણ કેવળ પીવાના ઉપયોગમાં જ લે પણ તે પરિવ્રાજકોને મગધદેશીય આઢક પ્રમાણ જલ જ હાથ, પગ, ભોજનપાત્ર, ચમચા ધોવા માટે ગ્રાહ્ય છે. તે પણ વહેતું હોવું જોઈએ. વહેતું ન હોય તે ગ્રાહ્ય નથી યાવતુ અદત્ત ગ્રાહ્ય નથી. આ જલ પીવા તથા સ્નાન માટે ઉપયોગમાં ન લેવાય. તે પરિવ્રાજકો આ પ્રકારના આચારનું પાલન કરતાં ઘણાં વર્ષોએ જ પર્યાયમાં વ્યતીત કરી કાલમાસે કાળ કરીને વધારેમાં વધારે બ્રહ્મલોક નામના દેવલોકમાં દેવ પર્યાય ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ગતિ તેમજ સ્થિતિ 10 સાગરોપમની છે. તેઓ આરાધક નથી. [49] તે કાળ અને તે સમયમાં અંબડ નામના પરિવ્રાજકના 700 શિષ્યો ગ્રીષ્મ કાળમાં જેઠ માસમાં ગંગા નદીના બંને તટ ઉપર થઈને કાંપિલ્યપુર નગરથી પુરિમતાલ નગરી તરફ જવા માટે નીકળ્યા. ત્યાર પછી તે પરિવ્રાજકો. ચાલતાં ચાલતાં એક અટવી માં આવ્યા જે ગામથી બહુ દૂર હતી. ત્યાં મનુષ્યોનું આવાગમન ન હતું, લાંબા માર્ગ વાળી હતી અથવા તેના રસ્તા બહુ વિકટ હતા. તેઓ થોડું ચાલ્યા ત્યાં તેમની પાસે પહેલાનું જે પાણી હતું તે પીતાં પીતાં પુરું થઈ ગયું. પછી તે પવ્રિાજકો કે જેમની પાસે પાણી સમાપ્ત થઈ ગયું હતું તેઓ તરસથી અત્યંત વ્યાકુલ થઈ ગયા. પાણીને આપનાર દાતા જોવામાં નહિ આવવાથી પરસ્પર એક બીજાને બોલાવવા લાગ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! એ વાત બરાબર છે કે આપણે આ અગમ્ય કાવત્ વિકટ અટવીનો થોડો માર્ગ કાપ્યો ત્યાં આપણી પાસે જે પાણી હતું તે સમાપ્ત થઈ ગયું. હવે હે દેવાનુપ્રિયો ! આપણે આ અગમ્ય કાવતુ વિકટ અટવીમાં પાણીના દાતાની સર્વ પ્રકારે સર્વ બાજુ ગવેષણા કરીએ. શોધ કરતાં કોઈ દાતા ન મળ્યો ત્યારે બીજીવાર પરસ્પર એક બીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! આપણને અદત્ત જલ ગ્રહણ કરવું કહ્યું નહીં. અનુમોદન આપવી કહ્યું નહિ કારણકે એમ કરવાથી આપણી તપશ્ચર્યાનો લોપ થઈ જાય. માટે હે દેવાનુપ્રિયો! આપણે ત્રિદેડ, કમંડલુ, રૂદ્રાક્ષની માળા, કરોટિકા- બેસવાના પાટલા, ત્રિપાઇ, અંકુશિકા, કેશરિકા- તાંબાની મુદ્રિકા, હાથમાં ધારણ કરવાની રૂદ્રાક્ષમાળા, છત્ર, જોડા, કાષ્ઠની પાદુકા તેમજ ગેરૂ રંગથી રંગેલા વસ્ત્રો આ સર્વને એક સ્થાનમાં રાખીને મહાનદી ગંગામાં અવગાહન કરીને તેની રેતી ઉપર સંથારા બિછાવીએ તેના ઉપર ભક્તપાનના પ્રત્યાખ્યાનના કરીને પાદપોપગમન સંથારો કરીને, મરણની ઈચ્છાથી રહિત થઈને, સંલેખના પૂર્વક મૃત્યુને સ્વીકારીએ. આ પ્રમાણે કહીને એક બીજાએ તે વાતનો સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યો પછી ત્રિદંડ યાવતુ : સર્વ વસ્તુઓ એક સ્થાનમાં ત્યાગી દીધી. ત્યાગીને મહાનદી ગંગામાં પ્રવેશ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52