________________ સત્ર-૨૧ 351 ચારિત્ર વિશુદ્ધ શ્રેષ્ઠ ભાર જેમાં ભરેલો છે તેવા મુનિ સંસારસમુદ્રનો પાર પામે છે. જિનવરના વચન દ્વારા બતાવેલ જે સંયમમાર્ગ તેનાથી કપટાદિથી રહિત થઈ સિદ્ધિરૂપ નગરનાં સન્મુખ થાય છે. એવા શ્રેષ્ઠ શ્રમણો સાર્થવાહ છે. આ સાધુઓ ગામની અંદર એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ નિવાસ કરતા હતા. જિતેન્દ્રિય હતા. નિર્ભય હતા. સચિત્ત, અચિત્ત અને સચિત્તાચિત્ત દ્રવ્યોમાં વૈરાગ્યવાન હતા. સંયમી, હિંસાદિથી નિવૃત્ત અને લોભથી રહિત હતા. લાઘવ ગુણસંપન્ન હતા; અભિલાષાથી રહિત હતા. મોક્ષસાધક હતા, વિનીત થઈ ધર્મની આરાધના કરતા હતા. [22] તે કાળા અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની પાસે અનેક અસુર કુમાર દેવો પ્રગટ થયા. તેઓ કાળા મહાનીલમણિ, ગુલિકા, ભેસના શિંગડા સમાન, અળશીના ફૂલની સમાન કાંતિવાળા હતા. વિકસેલા શતપત્ર ના સમાન નેત્રની પાંપણો હતી, નેત્રો નિર્મળ કંઈક શ્વેત તથા ત્રાંબાની સમાન જરા લાલ હતા. ગરુડની જેવી લાંબી, સરળ તથા ઊંચી નાસિકા હતી. પુષ્ટ શિલાપ્રવાલવિદ્ગમ અને અતિશય લાલ ચણોઠીના જેવા હોઠ હતા. સફેદ ચંદ્રના ટૂકડાની સમાન અતિ ઉજ્જવલ, શંખ, ગોક્ષીર, ફીણ, જલકણ તથા કમળની દાંડી સમાન શ્વેત દાંતની પંક્તિઓ હતી. અગ્નિમાં તપાવેલ, સાફ કરલ, ધોયેલ, તપેલા સુવર્ણની સમાન લાલ તલભાગવાળા તેમના તાળવા અને જીભ હતા. આંજણ, મેઘ સમાન કાળ, રુચક મણિ સમાન સ્નિગ્ધ કેશ હતા. ડાબા કાનમાં કુંડલ હતા. ભીના ચંદનથી તેમના આખા શરીર પર લેપ કરવામાં આવ્યો હતો. કંઈક શ્વેત તથા સિલીન્દ પુષ્યના પ્રકાશ જેવા, અત્યંત સૂક્ષ્મ-પતલા, દોષરહિત એવા શ્રેષ્ઠ વસ્ત્રોને ધારણ કર્યા હતા. યૌવન અવસ્થાને પ્રાપ્ત હતા. તેમની ભુજાઓ, બાહુના આભરણ, ભુજબંધક એ ઉત્તમ આભૂષણોથી તથા નિર્મળ મણિરત્નોથી મંડિત હતી. હાથની દશે આંગળીઓ મુદ્રિકાઓથી મંડિત હતી. ચૂડામણિ ચિહ્ન ધારક હતા, સુંદર હતા, મહાન ઋદ્ધિવાળા; મહાન ઘુતિવાળા, વિશેષ શક્તિસંપન્ન, મહાન યશવાળા, વિશિષ્ટ પ્રકાર ના સુખના ભોક્તા, અચિજ્ય પ્રભાવના ધારક હતા. વક્ષસ્થળ હારથી શોભાયમાન હતું, કટક તથા ભુજબંધનથી તેમની ભુજાઓ સજ્જિત હતી. બાજુબંધ, કુંડલથી જેના ગાલ ઘર્ષિત થતા હતા તેમજ બીજા વિશિષ્ટ કર્ણના આભૂષણોને ધારણ કર્યા હતા. વિચિત્ર માળાઓને ધારણ કરી હતી. મસ્તક મુકુટોથી શોભી રહ્યા હતા. કલ્યાણકારી તથા વિશેષ કીંમત વસ્ત્રો ધારણ કર્યા હતાં. શ્રેષ્ઠમાળાને ધારણ કરી હતી તથા વિલેપનથી શરીર સજ્જિત હતાં. તેમના શરીર આલાવાળા હતા, જે વનમાળા ધારણ કરી હતી. તે લાંબી લટકતી હતી. દિવ્યવર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય રૂપ, તેમજ દિવ્ય સ્પર્શ, દિવ્ય સંહનન, સંસ્થાન વાળા તથા દિવ્ય ઋદ્ધિ, ધુતિ, પ્રભા, છાયા, શરીર પરના રત્નાદિના દિવ્ય તેજવાળા, કાંતિવાળા અને દિવ્ય લેયાવાળા હતા. દશે દિશાઓને પ્રકાશિત કરતા શ્રમણ ભગવાન મહાવીરની પાસે વારંવાર આવી, બહુ ભક્તિપૂર્વક વંદન નમસ્કાર કરીને પોતપોતાના નામ તેમજ ગોત્ર કહ્યાં. ન અતિ દૂર કે ન અતિ નજીક * એ રીતે સામે બેસી, સાંભળવાની ઇચ્છાવાળા તે દેવો નમસ્કાર કરતા વિનયપૂર્વક હાથ જોડી સેવા કરવા લાગ્યા. [23] તે કાળ અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની પાસે અનેક અસુ રેન્દ્રોને છોડી ને નાગ, સુપર્ણ, વિદ્યુત, અગ્નિ, ક્ષય, ઉદધિ, દિશા, પવન, સ્તનીત ક્ષારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org