Book Title: Agam Deep 12 Uvavaaiam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ ૩૫ર હવાઈય-(૨૩) બીજા ભવનવાસી દેવો પ્રગટ થયા. આ દેવોના મુકુટમાં ક્રમથી આ પ્રમાણે ચિલ હતા નાગની ફસા, ગરુડ, વજ, પૂર્ણકલશ, સિંહ અશ્વ, હાથી, મગર, સ્વસ્તિક. આ ચિહ્નો મુકુટમાં હોય છે. તે દેવો વિચિત્ર રૂપવાળા અને સુંદર રૂપવાળા, મહાન ઋદ્ધિથી યુક્ત હતા. શેષ સર્વ વર્ણન અસુરકુમારની જેમ સમજવું રિ૪] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરની પાસે ઘણા વ્યત્તર દેવો આવ્યા. પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, ઝિંપુરુષ. બધા દેવો પ્રશસ્ત નાટકીય ગાનમાં તેમજ નાટ્ય વર્જિત ગાનવિધામાં પ્રેમ રાખવાવાળા હોય છે. આણપને, પાણપનેઋષિરાદિક, ભૂતવાદિક, કન્દ્રિત, મહાક્રદિત, કૂષ્માંડ, પતંગદેવ તે ચંચળ ચિત્તવાળા તેમજ ક્રીડા અને પરિહાસપ્રિય હોય છે. હસવું અને બોલવું એ બે જેને વિશેષ પ્રિય છે. ગીત અને નૃત્યમાં રતિ રાખનારા છે. વનમાળા, પુષ્પથી બનાવેલ અલંકાર, મુકુટ, કુંડલ, તેમજ ઈચ્છાનુસાર ઉત્પન્ન કરેલ બીજા આભૂષણો એ જ તેમના સુંદર આભૂષણો છે. સર્વઋતુઓના સુંદર પુષ્પોદ્ધારા બનાવેલી લાંબી, સુંદર વિકસિત, ચિત્ર, વિચિત્ર વનમાળાઓથી તેમનું વક્ષસ્થળ શોભાયમાન હતું. ઈચ્છાનુસાર ગમન કરતા. ઈચ્છાનું સાર રૂપ ધારણ કરતા, અનેક પ્રકારના રંગવાળા તથા ચિત્રવિચિત્ર પ્રભાવાળા એવા ચમકઘર વસ્ત્રો તેઓ પહેરે છે. અનેક દેશોનો પોશાક પહેરે છે. પ્રમુદિતોના જે કન્દપ્રિધાન કલહ તેમજ ક્રીડા થાય છે. તેમાંથી ઉત્પન થયેલ જે કોલાહલ તે તેમને અધિક પ્રિય છે. હાંસી, મજાક કરવામાં બહુજ ચતુર હોય છે. અનેક મણિરત્ન જે વિવિધ પ્રકારે યથાસ્થાન ધારણ કરેલ છે તેઓના વિચિત્ર ચિહ્ન છે. સુંદર રૂપવાળા, મહાદ્ધિવાળા યાવતુ ભગવાન મહાવીરની સેવા કરવા લાગ્યા. [25] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરની પાસે જ્યોતિષી દેવો પ્રગટ થયા. બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનૈશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ અને અંગારક તે દેવો તપેલા સુવર્ણની સમાન લાલ વર્ણવાળા હતા. ગ્રહો અને જ્યોતિષી દેવો પોત પોતાના માંડલામાં વિચરનાર હતા. કેતું હંમેશા ગતિ વિશિષ્ટ છે 28 પ્રકારના નક્ષત્ર જાતિના દેવો છે. તારાઓ અનેક પ્રકારના આકારવાળા તથા પાંચ વર્ણવાળા છે. સ્થિર લેશ્યાવાળા છે. સંચરણશીલ છે. નિરંતર ગમન કરવાનો તેમનો સ્વભાવ છે. પ્રત્યેકનો મુકુટો પોતપોતાના નામોથી યુક્ત તેમજ સ્પષ્ટ ચિહ્નવાળા છે. મહાદ્ધિના ધારક છે. યાવતુ ભગવાન મહાવીરની સેવા કરવા લાગ્યા. [26] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરની પાસે વૈમાનિક દેવો પ્રગટ થયા. સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્રબ્રહ્મલોક, લાન્તક, મહાશુક્ર, સહાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત દેવો છે. અતિ હર્ષને પ્રાપ્ત હતા. તે દેવો જિનેશ્વરના દર્શન માટે ઉત્સુકતાપૂર્વક આવ્યા અને તેઓ અતિ આનંદિત થયા. તે દેવો પોતપોતાના પાલક, પુષ્પક, સૌમનસ, શ્રીવત્સ, નંદ્યાવર્ત કામગમ, પ્રતિગમ, મનોગમ, વિમલ, સર્વતોભદ્ર - એ નામવાળા વિમાનોથી તથા બીજા પણ દેવ પોતપોતાનાં વિમાનો દ્વારા આવ્યા. તેમને મુકુટોના વિસ્તીર્ણ ભાગોમાં ક્રમશઃ મૃગ, મહિષ, વરાહ, બકરા, દેડકો, અશ્વ, ગજપતિ, સર્પ, તલવાર, વૃષભનું ચિહ્ન હતું. પ્રશસ્ત કેસવિશ્વાસ અને મુકુટ શિથિલ થઇ ગયા હતા. કુંડલોના પ્રકાશથી તેમના મુખમંડલ પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમની કાંતિ લાલ હતી. તેમના શરીર કમળની કેશરાલ જેવા ગૌરવર્ણના હતા. તેમના : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52