Book Title: Agam Deep 12 Uvavaaiam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ 3i3 s a नमो नमो निम्मल सणस्त પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ ઉવવાય 8zzzzzzzzz ઉપાંગસ-૧-ગુજરછાયા STRESS [1] તે કાળે અને તે સમયમાં ચંપા નામની નગરી હતી. તે ભવનાદિથી યુક્ત, સ્વચક્ર-પરચક્રના ભયથી રહિત અને ધનધાન્યથી પરિપૂર્ણ હતી. તે નગરીના નાગરિકો પ્રસન્ન હતા તથા બીજા દેશમાંથી ત્યાં આવેલા લોકો પણ આનંદ અનુભવ કરતા હતાં. આ નગરી મનુષ્યોથી વ્યાપ્ત હતી. ત્યાંની ભૂમિ સારી રીતે ખેડાયેલી હતી. મનોજ્ઞ હતી તેમ જ ખેતરની માટી તેમાં ખેડીને લીસી કરવામાં આવી હતી. ગામો એટલાં બધા નજીક હતા કે જેથી એક ગામના કુકડાનો અવાજ બીજા ગામમાં જતો. તે નગરી શેરડી, જવ અને ચોખાથી યુક્ત હતી. ત્યાં ગાય ભેંસ તથા ઘેટાંઓ ઘણાં હતાં. સુંદર આકાર વાળાં ચૈત્યો હતાં, યુવતી-નર્તકીઓના અનેક ભવનો હતાં. તે નગરી સકુશળ હતી, ઉપ દ્રવથી રહિત હતી. ત્યાં ભિક્ષા સહેલાઈથી પ્રાપ્ત થતી હતી. લોકો વિશ્વાસપૂર્વક તથા સુખે રહેતા. અનેક પ્રકારના કુટુંબોથી તે નગરી વ્યાપ્ત હતી. નટ, નૃત્ય કરનાર, દોરડા પર નાચનાર, મલ્લ, મુષ્ટિ પ્રહાર કરનાર, બહુરૂપી- કથા કર નાર, તરનાર, રાસ લેનાર, શુભાશુભ શુકુનને કહેનારા, વાંસપર નાચનાર, સુંદર ચિત્રો દેખાડનારા, તૂણા નામના વાઘને વગાડનારા, વીણાવાદકો, તાલ આપી લોકોને ખુશ કરનારાઓથી એ નગરી શૂન્ય ન હતી. આરામ,ઉદ્યાનકૂવા, તળાવ, વાવ, વગેરે થી તે યુક્ત હતી, નંદનવન સમાન શોભિત હતી. નગરીની ચારે બાજુ ગોળાકાર ઊંડી ખાઈ હતી. તે ખાઈ વિસ્તારવાળી તળિયું ન દેખાય એવી ગહરી હતી. ઉપર પહોળી, નીચે સાંકડી હતી. તેની ચારે બાજુ કોટ હતો. તે ચક્ર, ગદા, મુસુંઢી, અવરોધ-શતબી, દૃઢ, સરખા પ્રમાણના દરવાજાવાળી તે નગરી હતી. તેથી તેમાં શત્રુઓને પ્રવેશ કરવો મુશ્કેલ હતો. તે નગરીનો કિલ્લો વાંકા વળેલા ધનુષ્યથી પણ વધારે વાંકો હતો. વાનરના મસ્તક સમાન ગોળાકાર રચના વાળા, સુંદર, તેનાં કાંગરાં હતાં. કોટ ઉપર અગાસીઓ હતી. જ્યાં દરવાજો હતો ત્યાં આઠ હાથ પ્રમાણ પહોળા રસ્તા હતા. મુખ્ય દરવાજા હતા. તેના ઉપર તોરણો હતા. જુદા જુદા માર્ગો હતા. નિપુણ શિલ્પી દ્વારા બનાવેલ આગળિયો તથા-ભોગળો હતી. બજારો, દુકાનો અને વ્યાપારીઓથી યુક્ત હતી. કુંભકારાદિથી યુક્ત હતી તેથી લોકો સુખમય હતા. ત્રિકોણાકાર માર્ગ, ત્રણ રસ્તા, ચાર રસ્તા, અનેક માર્ગો જ્યાં મળે છે તેવા સ્થાનોમાં ક્રય-વિક્રય માટે અનેક દુકાનો હતી. તે દુકાનો અનેક પ્રકારની વસ્તુઓથી [22] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52