Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઈચ્છાથી પહેલાં એ નગરીની સમૃદ્ધિ ઉદ્યાનના નામાભિધાન સાથે સંપૂર્ણ કથન પ્રગટ કરવાની ઈચ્છાથી કહે છે–(તે જે તેË સમi) ઈત્યાદિ.
તે કાળમાં અને તે સમયમાં તે કયે કાળ? એ જીજ્ઞાસાની નિવૃત્તિ માટે કહે છે–જે કાળમાં ભગવાન મહાવીરસ્વામી વિહાર કરતા હતા તે કાળમાં અહીંયાં સપ્તમીના અર્થમાં તૃતીયા વિભક્તિ થયેલ છે, એ સમયમાં અર્થાત્ જીતશત્રુ રાજાના શાસનકાળરૂપમાં અહીંયા સમય શબ્દ અવસર વાચક છે. આ નગરીનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં કહેવામાં આવેલ ચંપાનગરીના વર્ણન પ્રમાણે સામાન્ય રીતે કહે છે-(દ્ધિથિમિક સમિટ્ટ) દ્ધતિમિત સમૃદ્ધ અર્થાત્ ઋદ્ધ અર્થાત્ ધનધાન્ય રત્ન સમૂહ તથા પશુ વિગેરેથી એવું પિરવાસી જન સમૂહથી તથા તેઓના નિવાસરૂપ અનેક પ્રકારના ભવનાદિકથી અત્યંત સમૃદ્ધિયુક્ત સ્તિમિત એટલે કે સ્વચક્રના ચાર લુટારૂ ડમરાદિ વિગેરેના ભય વિનાની સમૃદ્ધ સંપૂર્ણ વૈભવયુક્ત અહીંયા આ ગણિપદમાં કર્મધારય સમાસ સમજ.
(જમુરૂચ નગાળવયા) પ્રમુદિત જન જાનપદ અર્થાત્ પ્રમુદિત એટલે આનંદકારક એટલે કે આનંદજનક વસ્તુઓને સદ્ભાવ હોવાથી અમેદવાળા નગરનિવાસીઓ તથા જાનપદ એટલે દેશમાં નિવાસ કરવાવાળા અન્ય બધા જ પ્રાણિયે કે જે પ્રયજનને લઈને ત્યાં આવેલા હોય તેવા કાર virzયા) યાવત્ પ્રસન્નતાને જ ઉત્પન્ન કરવાવાળા હતા, અહીં આવેલ યાવત્ શબ્દથી ઔપપાતિક સૂત્રમાં પ્રતિપાદન કરેલ બધું જ વર્ણન ગ્રડણ કરી લેવું. તે વર્ણન આ રીતે છે-(નીચા પ્રતિકા) દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ. ધનવાનના અનેક પ્રકારના મહેલથી તે દર્શનીય હતી, તેને જેવાથી નેત્રને સુખકારક હતી, અભિરૂપ એટલે કે જેનું રૂપ અત્યંત સુંદર છે અર્થાત્ આ નગરીની રચના વિશેષ પ્રકારની હતી, તેથી જ તે પ્રતિરૂપ વિશેષ પ્રકારના રૂપથી શેભાયમાન હતી. અર્થાત્ સૌંદર્યથી ભરપૂર હતી. (તીર્થ મિઢિાણ નથી) એ મિથિલા નગરીની (વાદિયા ૩ત્તર
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧