Book Title: Agam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ ૧/-I-Iથાય છે. બીજે પણ કહ્યું છે – તીર્થકર નામ કર્મ કેમ વેદાય ? અગ્લાનપણે ધમદિશનાથી. શ્રોતાને અનંતર પ્રયોજન આ અધ્યયનના અર્થનું પરિજ્ઞાન અને પરંપર પ્રયોજન મોક્ષપ્રાપ્તિ. શ્રોતાઓ અધ્યનના અર્થને જાણી સંસારથી વિરક્ત થાય, સંયમ માર્ગે આગમાનુસારી સમ્યક પ્રવૃત્તિ કરે અને પ્રવૃત્ત થયેલ તેમને સંયમોકઈ વડે સર્વ કર્મક્ષય થતાં મોક્ષપ્રાપ્તિ થાય છે. અભિધેય - જીવ અને અજીવનું સ્વરૂપ. સંબંધ- બે પ્રકારે, ઉપાય-ઉપેયભાવ, ગુરુપર્વક્રમ લક્ષણ. તેમાં પહેલી તકનુસારી શિયને ઉદ્દેશીને કહેલો છે, બીજો શ્રદ્ધાનુસારી શિષ્યને અનુલક્ષીને કહેલો છે. મંગળ - આ સૂઝ સમ્યગુજ્ઞાનનું કારણ હોવાથી અને તેથી તે પરંપરાએ મોક્ષપદનું સાધન હોવાથી શ્રેયરૂપ છે. તેથી વિન નિવારણાર્થે અને શાંતિ માટે, શિષ્યને જણાવવા માટે શાસ્ત્રની આદિ-મધ્ય-અંતે મંગલ કહેવું જોઈએ. આદિ મંગલ નિર્વિને શાસ્ત્ર પાર પામવા છે, મધ્ય મંગલ ગૃહિત શાસ્ત્રાર્થના સ્થિરીકરણાર્થે છે. અન્ય મંગલ શિષ્ય પરંપરના અવિચ્છેદાર્ચે છે. ઈત્યાદિ - X - X - X - હવે આદિ મંગલ સૂત્રની વ્યાખ્યા - • સૂત્ર-૧ - જય, મૃત્યુ અને ભયથી રહિત સિદ્ધોને વિવિધ અભિવંદન કરીને, મૈલોક્ય ગુરુ જિનવરેન્દ્ર મહાવીરને વાંદુ છું. • વિવેચન-૧ - સિત - બાંધેલા, આઠ પ્રકારના કર્મઇંધણને બાત-બાળી નાંખેલ છે. કઈ રીતે? જાજવલ્યમાન અગ્નિથી તે સિદ્ધ. અથવા નિવૃત્તિ નગરી ગયા પછી જેને પાછું આવવાનું નથી, અથવા જેઓ કૃતાર્થ થયેલા છે. અથવા જેણે માંગલ્યને અનુભવેલ છે. અથવા જેઓ નિત્ય છે કેમકે તેઓ અનંતસ્થિતિવાળા છે. અથવા ભળ્યોએ જેના ગુણો જાણેલ હોવાથી સિદ્ધ છે. કહ્યું છે - જેમણે પુરાતન કર્મો બાળી નાંખ્યા છે, નિવણિ મહેલને શિખરે રહે છે, પ્રસિદ્ધ - ઉપદેષ્ટા અને કૃતકૃત્ય છે, તે સિદ્ધો મને મંગલકત થાઓ. સિદ્ધો અનેક ભેદે હોવાથી કહ્યું - જરા, મરણ, ભયથી રહિત. તેમાં • વયની હાનિ, મરી • પ્રાણત્યાગ, જવ - સાત ભેદે. એ ત્રણે, ફરી ઉત્પન્ન ન થવા વડે નષ્ટ થયા છે, તેઓને. મન-વચન-કાયા વડે. અહીં ત્રણ યોગ વ્યાપાર રહિત છે દ્રવવંદન. પ્રણામ કરીને. આના દ્વારા - 1 - એકાંત નિત્ય, એકાંત અનિત્ય પક્ષનો નિષેધ સૂચવેલ છે. - x • તે આ રીતે - પ્રવુત - નાશ ન પામેલ, ઉત્પન્ન ન થયેલ અને સ્થિર એક સ્વભાવ તે નિત્ય. • X - X - સ્વભાવથી એક ક્ષણ રહેવાના ધર્મવાળું તે અનિત્ય. - x - ૪ - હવે ઉત્તરક્રિયા બતાવે છે – જિનવરેન્દ્ર મહાવીરને હું વંદન કરું છું. કપાયાદિ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ શત્રુ પ્રત્યે પરાક્રમ કરે છે માટે વીર. મહાન એવા વીર તે મહાવીર. મહાવીર છે ગુણનિપજ્ઞ નામ છે. જે અનન્ય સાધારણ, પરીષહોપસગદિના વિષયમાં વીરાવને આશ્રીને દેવો અને અસુરોએ કરેલ નામ છે. કહ્યું છે - ભય ભૈરવમાં સાચલ અને પરીષહ-ઉપસર્ગમાં ક્ષાંતિક્ષમ હોવાથી દેવોએ કરેલ ‘મહાવીર' નામ. આના વડે અપાયાગમ અતિશય સૂચિત કર્યો છે. તે કઈ રીતે ? fનનવરે - જેઓ રાગાદિ શત્રુને જિતે તે જિન. તે ચાર ભેદે છે – શ્રુતજિન, અવધિજિન, મન:પર્યવજિન, કેલિજિન. તેમાં કેલિજિનનું ગ્રહણ કરવું, તેઓ સામાન્ય કેવલી પણ હોય. તેથી તીર્થકરત્વના સ્વીકાર માટે ઈન્દ્ર શબ્દ લીધો. પ્રકૃષ્ટ પુચસ્કંધરૂપ તીર્થકર નામકર્મના ઉદયથી તીર્થકર. આના વડે જ્ઞાનાતિશય અને પૂજાતિશય કહ્યો. કેમકે જ્ઞાનાતિશય વિના જિનોમાં ઉત્તમત્વ અને પૂજાતિશય વિના જિનવરોમાં ઈન્દ્રવ ઘટી ન શકે. વળી તેઓ કેવા છે ? મૈલોક્ય ગુરુ. યથાવસ્થિત પ્રવચનનો ઉપદેશ કરે છે ગુર. ત્રણે લોકને ઉપદેશે છે માટે તૈલોક્ય ગુરુ. આના વડે વચનાતિશય કહ્યો. આ અપાયાગમાદિ ચારે અતિશયો, દેહ સૌગંધ આદિ અતિશય ઉપલક્ષણથી છે. તેથી ચોકીશ અતિશયવાળા ભગવદ્ મહાવીરને હું વાંદુ છું એમ કહેલ સમજવું. પ્રભાદિને છોડીને શા માટે ભગવંત મહાવીરને વંદન? વર્તમાન તિર્થાધિપતિ અને આસન્ન ઉપકારી હોવાથી. • સૂત્ર-૨ - ભવ્યજનોને મોક્ષનું કારણ અને જિનવર મહાવીરે બુતરનોજ નિધાનભૂત એવી સર્વ ભાવોની પ્રજ્ઞાપના બતાવી છે. • વિવેચન-૨ : અહીં પ્રજ્ઞાપના વિશેષ્ય છે, બાકીના સમાનાધિકરણ અને વ્યધિકરણ વિશેષણો છે. સામાન્ય કેવલીમાં તીર્થકરપણાથી ઉત્તમ છે માટે જિનવર, તે સામર્થ્યથી મહાવીર, કેમકે બીજા કોઈના વર્તમાન તિર્થાધિપતિત્વનો અભાવ છે. અહીં છાણ્ય, ક્ષીણમોલ જિનની અપેક્ષાએ સામાન્ય કેવલી પણ જિનવર કહેવાય છે. તેથી તેવા કેવલીને શિષ્ય જિનવર ન સમજે માટે તીર્થકરપણાના બોધને માટે બીજું વિશેષણ મૂક્યું - માવત • સમગ્ર ઐશ્વર્યાદિરૂપ. - x • જેને મા છે તે ભગવાન. ત્રણ લોકના અધિપતિ હોવાથી બીજા પ્રાણીની અપેક્ષાએ અતિશય મા - ઐશ્વર્યાદિ વદ્ધમાન સ્વામીનું છે એટલે પરમ હિત સંબંધી મહિમાયુક્ત ભગવંતે પ્રજ્ઞાપના બતાવી છે. કેવી રીતે ? તયાવિધ અનાદિ પારિણામિક ભાવથી સિદ્ધિ ગમનને યોગ્ય તે ભવ્ય, તેવા ભવ્યને નિવણિ-સર્વ કર્મમલના ક્ષય વડે સ્વસ્વરૂપ લાભથી પરમ વાચ્ય, તેનો હેતુ સમ્યગદર્શનાદિ પણ નિર્વાણ કહેવાય. - x - શંકા-ભવ્યગ્રહણનું કારણ અભયના નિષેધાર્ગે છે, અન્યથા તે નિરર્થક છે. તેથી ભવ્યોને જ સમ્યગદર્શનાદિ કરે છે, અભવ્યોને નહીં. પણ ભગવંત વીતરાગ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 352