________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન,
દુર્ગતિ ફળવાળા માર્ગ બતાવનારાઓના ૩૬૩ ભેદે થાય છે.
તેમનું દુર્ગતિ ફળવાળા માર્ગનું બતાવવું આ રીતે છે. તેઓ મિથ્યાત્વથી હણાચલી દષ્ટિ (કુશ્રદ્ધા) થી વિપરીત જીવાદિ તત્વ માને છે, તેમની સંખ્યા આ પ્રમાણે જાણવી.
असिसयं किरियाणं अकिरिय वाईण होइ चुलसीइ । अण्णाणि य सत्तही वेणइयाणं च बत्तीसं ॥ १ ॥ ૧૮૦ કિયાવાદીના ૮૪ અકિયાવાદીના અજ્ઞાનીના ૬૭ અને વિનયવાદીના ૩૨ કુલ ૩૬૩ તેમનું સ્વરૂપ સમવસરણ અધ્યયનમાં કહીશું, હવે માર્ગના ભાગા બતાવી કહે છે.
(૧) ક્ષેમમાર્ગ તે ચોર સિંહવાઘ વિગેરેના ઉપદ્રવ રહિત, તેમ ક્ષેમરૂપ તે સમભૂમિ તથા માર્ગમાં છાયા પુલફળવાળાં ઝાડે, વાળો, તથા રસ્તે પાણીનાં સ્થાન મળે, (૨) ક્ષેમ તે ચર વિગેરેથી રહિત પણ આક્ષેમ રૂપ-તે માર્ગમાં સેંકડો પથરાના ટુકડા પડેલા તથા પહાડ નદી કાંટા ખાડા એવા સેંકડો વિન હોય, તેથી તે વિષમ, રસ્તે જવું મુશ્કેલ પડે, (૩) અક્ષેમ તે માર્ગમાં ચાર વિગેરેને ભય ઘણે છે, પણ ક્ષેમરૂપ-એટલે સમભૂમિવાળે પથરાના ટુકડા વિગેરેનાં વિન નથી, (૪) અક્ષેમ-તે ચેર વિગેરે છે અને અક્ષેમ રૂપ તે રસ્તામાં પથરા વિગેરે પણ ઘણા છે, એવી રીતે ભાવમાર્ગમાં પણ વિચારવું, જ્ઞાનાદિયુકત વ્યલિંગ (સાધુ વેષ) સહિત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org