________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩પ૭
ટી. અ–વળી અસંયમ જીવિતને અનાદર કરીને અથવા અસંયમમાં જીવવાનું ન વાંછીને સારાં સંયમનાં અનુષ્ઠાન (ક્તવ્ય) માં તત્પર રહી જ્ઞાનાવરણાદિ કર્મોનો અંત લાવે છે, અથવા કમ–ઉત્તમ અનુષ્ઠાન વડે જીવિતથી નિરપેક્ષ રહીને સંસાર સમુદ્રને અંત તે સર્વ તંદ્રના ત્યાગ રૂપ મેક્ષને પ્રાપ્ત કરે છે, અથવા સર્વ દુ:ખથી મુક્તિ રૂપ મોક્ષને પ્રાપ્ત ન થયા હોય તો પણ કર્મ–વિશિષ્ટ અનુષ્ઠાન વડે મોક્ષના સંમુખી ભૂત એટલે ચાર ઘાતી કર્મના ક્ષયથી કિયા કરવા વડે ઉત્પન્ન દિવ્ય જ્ઞાનવાળા કેવળ જ્ઞાની થઈને શાશ્વત પદ (મેક્ષ) ના સંમુખ થયેલા છે, - પ્ર–આવા કોણ છે?
ઉ–જેઓએ તીર્થકરનામ કર્મ પૂર્વે બાંધેલું તે ઉદયમાં આ ભવમાં આવ્યું છે, તે જોગવી રહેલા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારા છે, તેઓ સર્વ જીવના હિત રક્ષણ માટે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મેક્ષ માર્ગને ભવ્ય પ્રાણિઓ (મનુષ્ય વિગેરે) ને બતાવે છે, તથા પિતે જેવું બોલે છે, તેવું પાળે છે,
अणुसासण पुढो पाणी
वसुमं पूयणासु (स) ते अणासए जते दंते
दढे आरयमेहुणे ॥११॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org