________________
પ્રકાશકીય નિવેદન આ જિનાગમ કાર્યને નિઃસ્વાર્થભાવે પોતાનું માનીને એમાં દરેક પ્રકારનો સહકાર આપવા બદલ ૫૦ શ્રી દલસુખભાઈ માલવણિયા અને શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. તે ઉપરાંત આગમ સંપાદન કાર્યના સહકારી અને પરમ પૂજ્ય મુનિભગવંત શ્રી જંબૂવિજયજી મહારાજ સાહેબની કોઈ કોઈ સૂચના અનુસાર નોંધ, અવતરણ વગેરે લખી મોકલવા બદલ અમે પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજકની આભાર માનીએ છીએ.
અમદાવાદના લા. દ. ભારતીય સંસ્કૃતિવિદ્યામંદિરના અધ્યક્ષ ડૉ. નગીનદાસ જીવણલાલ શાહ આ ગ્રંથની પ્રસ્તાવનાની અધિકૃત અંગ્રેજી અનુવાદ કરી આપ્યો છે. વિદ્યાલયના મહામાત્ર શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરાની ચીવટ અને ખંતને લીધે આ ગ્રંથમાળાના ગ્રંથો સુંદરરૂપમાં પ્રગટ થતા રહે છે અને મુંબઈના સુવિખ્યાત મુદ્રણાલય મૌજ પ્રિન્ટિગ બ્યુરોના સંચાલક શ્રી પ્રભાકરભાઈ ભાગવતની સતત દેખરેખને લીધે જ આ ગ્રંથમાળાના ગ્રંથોની સુઘડતા અને શુદ્ધિનું વોરણ એકધારું સચવાઈ રહ્યું છે. આ બધાનો અમે આભાર માનીએ છીએ.
આગમ સંશોધન પ્રકાશન કાર્યમાં સીધી યા પરોક્ષ રીતે અનેક જ્ઞાનભંડારો, સંસ્થાઓ અને વ્યક્તિઓનો સહકાર મળે છે, તેઓના અમે આભારી છીએ.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઑગસ્ટ ક્રાંતિ માર્ગ મુંબઈ ૪૦૦ ૦૩૬ તા. ૨૪-૪-૧૭૮
રતિલાલ ચીમનલાલ કોઠારી સેવંતીલાલ કેશવલાલ શાહ જગજીવન પોપટલાલ શાહ
માનદ મંત્રીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org