________________
પ્રસ્તાવના
યોદ્ધાઓમાં જેમ વીસણ (કચ્છ) શ્રેષ્ઠ છે, પુષ્પોમાં જેમ કમળ શ્રેષ્ઠ છે, ક્ષત્રિયોમાં જેમ દંતવક્ક શ્રેષ્ઠ છે, તેમ ઋષિઓમાં વર્ધમાન શ્રેષ્ઠ છે. દાનમાં જેમ અભયદાન શ્રેષ્ઠ છે, સત્ય વચનમાં જેમ અનવદ્ય (પારકાને પીડા નહિં ઉપજાવનારું) વચન શ્રેષ્ઠ છે, તપોમાં જેમ ઉત્તમ બ્રહ્મચર્ય શ્રેષ્ઠ (૫) છે તેમ જ્ઞાતપુત્ર (શ્રમણ ભગવાન મહાવીર) સર્વલોકમાં શ્રેષ્ઠ છે.” એમ સૂ૦ ૩૭૩-૩૭૪માં કહ્યું છે.
સૂ૦ ૩૭૮માં ભગવાન કિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ, તથા અજ્ઞાનવાદ આ સર્વવાદોના જ્ઞાતા હતા એવો ઉલેખ છે.
સાતમું અધ્યયન—આનું નામ (સીરિમાસિક અથવા કુરિમાસા) છે. આમાં અગ્નિનો ઉપયોગ કરનારા, વનસ્પતિને ઉપભોગ કરનારા, ભોજનમાં લવણનો ત્યાગ કરવાથી મોક્ષ મળી જાય છે એમ માનનારા, સાંજ સવાર ઠંડા પાણીથી સ્નાન કરવાથી મોક્ષ મળે છે તેમ માનનારા શૌચવાદીઓ, તથા હોમ-હવનથી મોક્ષ માનનારા, એમ અનેક પ્રકારના કુશીલવાદીઓના આચારોનું અને વિચારોનું વર્ણન કરીને તથા તેમાં અનેક દોષો બતાવીને સુંદર શીલને ધારણ કરવાનો ઉપદેશ આપેલો છે. 1. શીલવાન સાધુએ અજ્ઞાતપિંડથી જીવન નિર્વાહ કરવો જોઈએ, તપશ્ચર્યા દ્વારા પૂજાનીમાન-સન્માનની અભિલાષા પણ ન સેવવી જોઈએ, શબ્દ તથા રૂપમાં આસક્ત થયા સિવાય સર્વ કામોની આસક્તિને ત્યજીને સંયમનું પાલન કરવું જોઈએ. સર્વ સંગોનો ત્યાગ કરીને, આવી પડતાં કષ્ટોને ક્ષમાથી સહન કરતા સાધુએ સંયમભારનું વહન કરવા માટે જ આહાર લેવો જોઈએ અને કમમાંથી કેમ મુક્તિ મળે એની જ ઝંખના સાધુએ સદા રાખવી જોઈએ વગેરે ઉપદેશ આ અધ્યયનમાં છેવટે આપેલો છે.
આઠમું અધ્યયન–આનું નામ વરિચ (વીર્ય) છે. વીર્ય એટલે સામર્થ્ય. આ વીર્ય બે પ્રકારનું છે—૧ કર્મવી, તથા ૨ અકર્મવીર્ય. પ્રમાદી જીવોનું જે વીર્ય છે તે કર્મવીર્ય છે, આને બાલવીર્ય પણ કહેવામાં આવે છે. અપ્રમાદી જીવોનું જે વીર્ય છે તે અકર્મવીર્ય છે, આને પંડિતવીર્ય
૧. ચૂર્ણિમાં આના વિશ્વન = ચક્રવર્તી તથા વિષ્યન = વાસુદેવ આ બે અર્થો આપેલા છે. વૃત્તિમાં વિશ્વસન = ચક્રવર્તી એવો એક જ અર્થ આપેલો છે. શબ્દકોશમાં કૃષ્ણનું વિશ્વવસેન નામ
પ્રસિદ્ધ છે. ૨. ચૂર્ણિ તથા વૃત્તિમાં આનો અર્થ ટ્રાન્તવીચ = ચક્રવર્તી એવો કરેલો છે. ભાગવતપુરાણમાં દશમ સ્કંધમાં ૭૮મા અધ્યાયમાં કૃષ્ણની ફઈના દીકરા એક ગદાધારી દત્તવત્રનો ઉલ્લેખ આવે છે. મહાભારતમાં પણ પહેલા આદિપર્વમાં (૬૧–૫૭) તથા બીજા સભાપર્વમાં (૧૩–૧૨, ૨૮-૩) રત્તવવત્ર તથા રસ્તેવ રાજાનો ઉલલેખ આવે છે. જુઓ ત્રીજું પરિશિષ્ટ, પૃ. ૩૬૬. 3. जह णाम गोतमा चंडीदेवगा वारिभद्दगा चेव । जे भग्गिहोत्तवादी जलसोय जे य इच्छंति ॥९॥
સૂત્રતાનિ@િા આ રીતે નિર્યુક્તિમાં તથા તેની ચૂણિ અને વૃત્તિમાં ગૌતમ સંપ્રદાય (મગજાતિના પાખંડિઓ તથા ગોત્રતિકો), રંડદેવક (ચંડીદેવક–પાઠાન્તર) સંપ્રદાય, વારિભદ્રક, અગ્નિહોમવાદી, જલશૌચવાદી (ભાગવત, દગસોયરિય) નો કુશીલોમાં સમાવેશ કરેલો છે.
જોતા ગામ પાળિો મઝારીયા... જોવતિ વિ ધારા... તેવા ઘર (?)કાયા... जलसोयं केइ (जे य?) इच्छंति भागवत-दगसोयरियादि"-चूर्णि पृ० १५२ । “गौतमा इति गोव्रतिकाः...चंडीदेवय त्ति चक्रधरप्रायाः,...ये चान्ये जलशौचमिच्छन्ति भागवतादयः" -वृत्ति पृ० १५४।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org