Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra
Author(s): Jambuvijay, Dharmachandvijay
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 10
________________ પ્રકાશકીય નિવેદન અમારી જૈન આગમ ગ્રંથમાળાના એક પછી એક ગ્રંથોનું પ્રકાશન, કંઈક ધીમી ગતિએ છતાં, નિયમિત થઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં પ્રગટ થયેલ છ ગ્રંથોના પ્રકાશન પછી બીજા અંગસૂત્ર “શ્રી સૂત્રકૃતાંગસૂત્ર”નું પ્રકાશન આજે થઈ રહ્યું છે, તે પ્રસંગે અમે સંતોષ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. બધાં મૂળ પવિત્ર આગમસૂત્રો પ્રકાશિત કરવાની, શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વિશિષ્ટ અને મોટી યોજનાના પ્રણેતા અને પ્રાણ પૂજયપાદ આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજ પોતે માનતા હતા કે, અગિયાર અંગસૂત્રોમાંના પહેલા શ્રી આચારાંગસૂત્ર તથા બીજા શ્રી સૂત્રકૃતાંગસૂત્રના સંપાદન-સંશોધન–શુદ્ધીકરણનું કામ, બીજ આગમસૂત્રોના સંશોધન-સંપાદનની સરખામણીમાં, વધારે અઘરું, વધારે પ્રમસાધ્ય છે અને વધારે વિચારણા તથા આગળપાછળના આગમિક પ્રવાહોની વિશેષ સૂઝસમજ–માહિતી તેમ જ પૂરતો સમય માગી લે એવું છે. તેથી જ તેઓએ એ બને અંગસૂત્રોનું સંશોધનકાર્ય, આ આગમ ગ્રંથમાળાની શરૂઆતનાં વર્ષોમાં હાથ ઉ૫ર ન લેતાં ભવિષ્યમાં કરવાનું મુનાસિક માન્યું હતું. પરંતુ, ભવિતવ્યતા કંઈક એવી હતી કે, તેઓ આ કાર્ય હાથ ધરી ન શક્યા અને તેઓને સ્વર્ગવાસ થયો. આવી ચિંતાકારક પરિસ્થિતિમાં ભારતીય દર્શન અને જૈન આગમોના મર્મજ્ઞ જ્ઞાતા અને દેશ-વિદેશમાં સુવિખ્યાત ભારતીય વિદ્વાન પરમપૂજય મુનિવર્ય શ્રી જંબૂવિજયજી મહારાજે અમારી આગમ ગ્રંથમાળાને ચાલુ રાખવાનું સુકાન સંભાળી અમને ચિંતામુક્ત કર્યા અને આગમસૂત્રોના સંપાદન-સંશોધનનું કાર્ય શરૂ કર્યું. એમના અવિરત અને ખંતભર્યા પ્રયત્નથી બે મુશ્કેલ અંગસૂત્રોમાંથી પહેલા અંગસૂત્ર “શ્રી આચારાંગસૂત્ર”નું તેઓશ્રીએ કરેલ સંપાદન એક વર્ષ પહેલાં, સને ૧૯૭૭માં અમે પ્રકાશિત કરી શક્યા હતા અને આજે તેઓશ્રીની સિદ્ધહસ્તકળાથી પરિષ્કૃત થયેલ “શ્રી સૂત્રતાંગસૂત્ર” નામે બીજા અંગસૂત્રનું, અમારી ગ્રંથમાળાના ગ્રંથાંક બીજાના બીજા ભાગરૂપે પ્રકાશન થઈ રહ્યું છે, ત્યારે અમે વિશેષ ખુશાલી અને કૃતાર્થતાની લાગણી અનુભવીએ એ સ્વાભાવિક છે. પરમપૂજ્ય મુનિપ્રવર શ્રી અંબૂવિજયજી મહારાજ સાહેબે, ખરા અણીના વખતે, આ ગ્રંથમાળાને ચાલુ રાખવા માટે અમને જે સક્રિય સાથ અને વાત્સલ્યભર્યો સહકાર આપ્યો છે તે બદલ તથા આ ગ્રંથમાળાના ગ્રંથો આદર્શરૂપમાં તૈયાર થાય એ માટે તેઓ જે અવિરત પરિશ્રમ કરી રહ્યા છે, તે માટે અમે તેઓશ્રીને જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે. આપણું સંઘમાં શરૂ થયેલ આગમ પ્રકાશનની પ્રવૃત્તિનો વિચાર કરીએ છીએ ત્યારે આ મહાન કાર્યના પુરોગામી મહાપુરુષ તરીકે પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ અને એમના ઉપકારોનું સહજભાવે સ્મરણ થઈ આવે છે. એ જ રીતે પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજનું નામ અને કામ પણ આગમોના સંશોધન અને શુદ્ધીકરણના આ યુગના ઈતિહાસમાં સોનેરી અક્ષરોથી બની રહે એવું છે. પોતાનું સમગ્ર જીવન જ્ઞાનોપાસનાને સમર્પિત કરીને, વિદ્વાનો અને અભ્યાસીઓને માટે સંશોધન-સંપાદનની વિપુલ સામગ્રી તેઓ મૂકી ગયા છે. આ બન્ને આગમપ્રજ્ઞ મહાપુરુષોના ઉપકારોને આપણે હંમેશને માટે યાદ કરતા રહીશું અને એમાંથી પ્રેરણા લેતા રહીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 475