Book Title: Adhyatmatattva Prashnottari Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 4
________________ પ્રકાશકીય “અધ્યાત્મતત્ત્વ-પ્રશ્નોત્તરી” નામનું આ નાનું પુસ્તક પ્રકાશિત કરતાં અમે સાત્ત્વિક આનંદનો અનુભવ કરીએ છીએ. જીવનનાં ઉચ્ચ મૂલ્યોને સિદ્ધ કરવા માટે સત્શાસ્ત્રોના અને સંતોના માર્ગદર્શનની આવશ્યકતાને હંમેશાં સ્વીકારવામાં આવી છે. બીજા સાહિત્ય-મધ્યે આ સંસ્થા તરફથી ‘‘અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા'’ બહાર પાડવામાં આવી હતી. તેના અનુસંધાનમાં, તત્ત્વરુચિ વધારવા અને તત્ત્વજ્ઞાનને વિસ્તૃત કરવાના હેતુથી આજે આ અધ્યાત્મતત્ત્વપ્રશ્નોત્તરી સાધક અભ્યાસીઓની સેવામાં રજૂ કરીએ છીએ. આ નાના પુસ્તકના પહેલા પ્રકરણમાં શાશ્વત આધ્યાત્મિક સત્યોનું આલેખન કર્યું છે. બીજા પ્રકરણમાં પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન મધ્યમ વિસ્તારથી સરળ ભાષામાં અવતરિત કર્યું છે. અનેકાંતવાદ, નય-પ્રમાણ, કર્મસિદ્ધાંતની સૂક્ષ્મ-વિચારણા, મુનિધર્મનું પ્રરૂપણ વગેરે ગહન વિષયોનો તેમાં જાણીબૂઝીને સમાવેશ કર્યો નથી. ત્રીજા પ્રકરણમાં જૈન ધર્મ અંગેની થોડી સાંસ્કૃતિક અને ઐતિહાસિક માહિતી આપી છે. આ પુસ્તક તૈયાર કરવામાં અનેક સત્શાસ્ત્રોનો અને શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનો આશ્રય લેવામાં આવ્યો છે. તેથી આ પુસ્તક માત્ર આલેખન-સંપાદનરૂપે સામાન્ય અભ્યાસીઓને ઉપયોગી થાય તે માટે તૈયાર થયું છે. આશા છે કે આ પુસ્તકનો પદ્ધતિસર અભ્યાસ કરી સાધકો પોતાના જ્ઞાનની વૃદ્ધિ કરશે, અને જ્ઞાની પુરુષોના માર્ગે ચાલી, આત્માના સાચા સ્વરૂપની ઓળખાણ કરી મનુષ્યભવને સફળ બનાવશે. કોબા તા. ૧-૪-૯૪ Jain Education International નિવેદક સાહિત્ય-પ્રકાશન સમિતિ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34