Book Title: Adhyatmatattva Prashnottari
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 16
________________ ઉ. : ત્રણ પ્રકારના : જલચર, સ્થળચર, નભચર. પ્ર. ૮. સંશી અને અસંશી જીવમાં શું તફાવત? ઉ. : જે જીવને મન હોય તે સંજ્ઞી અને જેને મન ન હોય તે અસંજ્ઞી કહેવાય છે. પ્ર. ૯. પંચેન્દ્રિય અસંશી જીવ કેવી રીતે ઉત્પન્ન થાય છે ? ઉ. : તે ઘણુંખરું માતાની રજ અને પિતાના વીર્ય સિવાય માંહોમાંહે એકબીજાને મળવાથી પેદા થાય છે. પ્ર. ૧૦. સ્થાવર જીવ કેટલા પ્રકારના? કયા કયા? ઉં. : પાંચ પ્રકારના : પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય, વનસ્પતિકાય. પ્ર. ૧૧. ષટૂકાય જીવ કયા કયા ? ઉ. : પાંચ પ્રકારના સ્થાવર અને એક પ્રકારના ત્રસ એમ કુલ છ પ્રકારના જીવો છે. પ્ર. ૧૨. ગતિ કેટલી છે? કઈ કઈ ? ઉ. : ચાર : નરકગતિ, તિર્યંચગતિ (પશુગતિ), મનુષ્યગતિ, દેવગતિ. પ્ર. ૧૩. નરક કેટલાં ? કયાં કયાં ? ઉ. : સાત : રત્નપ્રભા, શર્કરપ્રભા, પંકપ્રભા, વાલુકાપ્રભા, ધૂમ્રપ્રભા, તમપ્રભા અને મહાતમપ્રભા. પ્ર. ૧૪. કઈ ગતિ ઉત્તમ? શા માટે ? ઉ. : મનુષ્ય ગતિ, કારણ કે, આ ગતિમાં સંયમ અને તપ થઈ શકે અને તેના દ્વારા જ મોક્ષમાં જઈ શકાય. પ્ર. ૧૫. કયા કયા જીવો શ્રેષ્ઠ છે ? ઉ. : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. પ્ર. ૧૦. અરિહંતમાં અને સિદ્ધમાં શો તફાવત ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34