Book Title: Adhyatmatattva Prashnottari
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 19
________________ આયુકર્મ નામકર્મ ૯૩ (આમ્નાય ભેદે ૧૦૩) ગોત્રકમ અંતરાયકર્મ કુલ ૧૪૮ (આમ્નાયભેદે ૧૫૮) પ્ર. ૩૧. ઘાતી કર્મો એટલે શું? તે કયાં કયાં છે ? ઉ. : જે કર્મો આત્માના સ્વભાવને ઢાંકી દે – વ્યક્ત ન થવા દે તેને ઘાતી કર્મો કહે છે. તે ચાર છે : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. પ્ર. ૩૨. અઘાતી કર્મો એટલે શું ? તે કયાં કયાં ? ઉ. ? જે કર્મો આત્માના સ્વભાવને અસર કરતાં નથી, પણ આત્માને રહેવાનું સ્થાન-દેહ, વગેરેને અસર કરે છે, તેને અઘાતી કર્મ કહે છે, તે ચાર છે : વેદનીય, આયુ, નામ અને ગોત્ર. પ્ર. ૩૩. જુદાં જુદાં કર્મોની વ્યાખ્યા ટૂંકામાં આપો : જ્ઞાનાવરણીય – આત્માના જ્ઞાનગુણને અસર કરે -- ઢાંકે તે. દર્શનાવરણીય - આત્માના દર્શનગુણને જોવાની શક્તિને) ઢાંકે છે. વેદનીય – આત્માને સુખદુઃખનો અનુભવ કરાવે છે. મોહનીય – વસ્તુનું સાચું સ્વરૂપ જાણવા ન દે. જીવને ભરમાવીને ઊંધે રસ્તે-ક્રોધ વગેરેમાં લઈ જાય છે. આયુ – અમુક પ્રકારની ગતિ દેહમાં કેટલો સમય રહેવું પડે તે નક્કી કરનારું કર્મ. નામ – શરીર વગેરેની રચના, યશ, નસીબ, વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34