Book Title: Adhyatmatattva Prashnottari
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 10
________________ તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. પ્ર. ૨૦. જ્ઞાની અર્થાત્ સત્પરુષ કોને કહી શકાય ? ઉ. : સત્પરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. પ્ર. ૨૧. એવા પ્રતાપી જ્ઞાની પુરુષ વિષે થોડું વિસ્તારથી કહો. ઉ. : નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે. સંકલ્પવિકલ્પની મંદતા જેને થઈ છે; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે; ક્લેશનાં કારણ નિર્મૂળ કર્યા છે અનેકાંત દૃષ્ટિયુક્ત એકાંત દૃષ્ટિને જે સેવા કરે છે, જેની માત્ર એક શુદ્ધવૃત્તિ જ છે તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો ! આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્ર. ૨૨. સમ્યકત્વ (આત્મદર્શન)ની ટૂંકી વ્યાખ્યા આપો. ઉ. : સર્વ ગુણાંશ તે સમ્યકત્વ. પ્ર. ૨૩. સમ્યક્દશાનાં (આત્મદર્શનનાં) કયાં કયાં લક્ષણો છે? ઉ. : સમ્યફદશાનાં પાંચ લક્ષણો છે – શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા. પ્ર ૨૪. “શમ' એટલે ? ઉ. : ક્રોધાદિ કષાયોનું સમાઈ જવું. ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી તે “શમ.” પ્ર. ૨૫. સંવેગ એટલે શું? ઉ. : મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34