Book Title: Adhyatmatattva Prashnottari Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 9
________________ સ્પશદિ વિલાસ ઇચ્છે ત્યારે આપવા નહીં. ટૂંકમાં આપણે એથી દોરાવું નહીં, પણ આપણે એને દોરવું, તે પણ મોક્ષ માર્ગમાં. પ્ર. ૧૧. જીવને “સત્ સંબંધી સંસ્કાર કેમ સ્થિત થતા નથી? ઉ. : અનંતકાળથી જીવને અસત્ વાસનાનો અભ્યાસ છે. તેમાં એકદમ “સત્ સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબ દર્શન થઈ શકતું નથી, તેમ અસત્ વાસનાવાળા ચિત્તને વિષે પણ “સત્ સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી, ક્વચિત્ અંશે થાય છે ત્યાં પાછો અનંતકાળનો જે મિથ્યા અભ્યાસ છે તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે ક્વચિત્ “સત્’ના અંશો પર આવરણ આવે છે. પ્ર. ૧૭. “સત સંબંધી સંસ્કારોની દૃઢતા થવા માટે શું કરવું જોઈએ? ઉ. : “સંત” સંબંધી સંસ્કારોની દૃઢતા થવા સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. લોકલજ્જા તો કોઈ મોટા કારણમાં સર્વપ્રકારે ત્યાગવી પડે છે; સામાન્ય રીતે સત્સંગનો લોકસમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લોકલજા દુઃખદાયક થતી નથી, માત્ર ચિત્તને વિષે સત્સંગના લાભનો વિચાર કરી નિરંતર અભ્યાસ કરવો, તો પરમાર્થને વિષે દૃઢતા થાય છે. પ્ર. ૧૮. અજ્ઞાનની નિવૃત્તિ ક્યાં સુધી સંભવતી નથી? ઉં. : જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. પ્ર. ૧૯. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કોણ કરી શકે ? ઉ. : જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34