Book Title: Adhyatmatattva Prashnottari
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 13
________________ ઉ. : જે અનુપરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે, કેમ કે, પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કવરાથી તેનું મંદપણું દેખાય છે તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. પ્ર. ૩૬. મોક્ષનો ઉપાય છેઃ તે પદ સમજાવો. ‘મોક્ષનો ઉપાય છે.' ઉ. : છઠ્ઠું પદ જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્ત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. પ્ર. ૩૭. આ છ પદ યથાર્થપણે કેમ નથી સમજાતાં ? ઉ. ઉ. : જીવ માયિક વાસનામાં ડૂબેલો છે અને સત્પુરુષાર્થ કરતો નથી તે કારણથી. પ્ર. ૩૮, માયિક વાસના (અનંતાનુબંધી કષાય)નું સ્વરૂપ વ્યાખ્યા આપી સમજાવો. : જે કષાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કષાય પરિણામને જિન પ્રવચનમાં ‘અનંતાનુબંધી' સંજ્ઞા કહી છે. સન્દેવ, સદ્ગુરુ અને સદ્ધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34