________________
પ્રગતિ સાધવી પડે છે. અતએ એને માટે આત્માની ખાત્રી થવા સુધી રાહ જોવાની ન હોય. ખરી રીતે તે સદાચરણ દ્વારા જેમ જેમ આન્તર મલધાતે જાય છે તેમ તેમ આત્મશ્રદ્ધાને પ્રકાશ પ્રગટ થાય છે અને તેમ તેમ આંધ્યાત્મિક જીવન વિકસે છે. આ પરથી જે શકાય છે કે અધ્યાત્મજીવન આત્મવાદ પર જવાય છે એમ નથી. પરતું પરમ કલ્યાણની, પરમ સુખની 'ભાધના પર અથવા નૈતિક ભાવના પર તેના ઉત્થાનનું "અવલંબન છે. અતએ મનુષ્ય ચાહે આત્મવાદી હોય કે ચાહે અનાત્મવાદી હેય, કોઈને પણું માટે અધ્યાત્મ'જીવનની ઉપાગિતામાં કશો ફરક આવતો નથી.
અનાત્મવાદીનું અધ્યાત્મજીવન' “અજાણ્ય” પણ તેના 'આત્માનું હિતસાધક અવશ્ય બને છે. તેના (આત્મા) પરનાં આવરણ ખસેડવાનું કામ “ અજાયે”પણ તે "અવશ્ય બજાવે છે. અને એ રીતે તેનું પરમાર્થ કલ્યાણ પણ સધાય છે. આમ, અધ્યાત્મજીવન અર્થાત્ સદાચારવિધિ એ જીવનને સુખ્ય, શ્રેષ્ઠ અને મંગળમય આદર્શ છે.
અધ્યાત્મ શબ્દમાં આત્માને પ્રચાગ મુખ્ય છે. એટલે અધ્યાત્મની વિચારણામાં આત્માને વિચાર મુખ્ય સ્થાન ધરાવે એ લૉન સ્વાભાવિક છે. પુરાતનકાલિક ભારતીય ષદશાના સાહિત્યમાં આત્મસત્તાની સિદ્ધિ પર પુષ્કળ ઊહાપાઉં કરાયો છે. પ્રમાણ તથા 'તથી આત્માને સાબિત કરવાને પુરાતન ભારતીય દશનકારે પ્રયત્ન બહુ વિસ્તૃત અને કિમ્મતી છે. એ ભારતીય સંસ્કૃતિ છે કે જેની તરફથી સંસારને