Book Title: Adarsh Jain
Author(s): Bansi
Publisher: Jain Sastu Sahitya

View full book text
Previous | Next

Page 110
________________ આદર્શ જૈન મને “બીજે કઈ આનંદ આપી શકે નહીં, હું જ મારા આનંદ-સુખને સૃષ્ટા છું. દરેક ધાર્મિક કૃત્ય હૃદયના ઉમળકાથી કરીશ. મારી મુખમુદ્રામાંથી જ દયા ને શાંતિ વહાવીશ. યતનાપૂર્વક દરેક વચન બોલીશ, સાવચેતીપૂર્વક સ્વતંત્રતાથી દરેક વિચાર હું કરીશ. લોકેષણ કે નૈતિક નિર્બળતા મારા સત્ય-કથનને કદાપિ ડારી શકે નહીં. પરિગ્રહનો ભાર, મને કચરી શકે નહિં. કે ચિત્તની શાંતિને કેઈ ડહેળી નાંખે નહીં. હું રાતદિન જ્ઞાનપૂર્વક જાગ્રત રહીશ હું હસીશ-જગતને ખૂબ હસાવીશ. હસાવી હસાવી સૌને આરામ આપીશ. આત્માની પ્રસન્નતા ચિરકાળ ખીલતી રાખી એ શીતળતાના આરે સૌને વિશ્રામ આપીશ. Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138