Book Title: Veer Vihar Mimansa
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/035304/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Lહાર જૈન ગ્રંથમાળા - દાદાસાહેબ, ભાવનગર. A ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ = ૩૦૦૪૮૪s V] મીમાંસા ashevilay Jain Granthuairt -વિજયેન્દ્રસૂરિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ ooooooooooooooooooooooooooooooooo પ્રકાશક:યશવિજય જૈન ગ્રંથમાળા ભાવનગર, ooooooooooooooooooooooooooooooooo 0ા મુક્તક - શાહ ગુલાબચંદ લલુભાઈ દાણાપીઠ–ભાવનગર. w o m૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ કિંચિત્ વક્તવ્ય – – જૈનધર્મ સર્વજીને કલ્યાણકારી વિશ્વધર્મ છે. એનું સાહિત્ય સર્વશ્રેષ્ઠ છે. વિશ્વની વિભૂતિરૂપ તીર્થકર ભગવંતેનાં પુણ્યચરિત્રે એ સાહિત્યનું એક પરમ અંગ છે. એ ચરિત્રમાં જનતાને ઉપકારી વિહારેનું મહત્વ અનેરૂં છે. પરમ પ્રભાવક, શાસ્ત્રવિશારદ, જગપૂજ્ય સ્વ. ગુરૂદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજીના પટ્ટધર વિદ્યાવલ્લભ ઈતિહાસ-તત્વ મહેદધિ આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિજી આજ વર્ષો થયાં તીર્થકર ભગવંતના વિહારને અભ્યાસ કરે છે. તેમને નિકટ ઉપકારી ચરમ તીર્થકર શ્રીવીર-પ્રભુના વિહાર અને વિહાર-સ્થળને સૂક્ષ્મ અભ્યાસ કરતાં, પ્રભુએ છદ્મસ્થાવસ્થામાં કરેલ વિહારને અંગે મનાતાં કેટલાંક સ્થળો કિંવદતિનાં પરિણામરૂપ લાગ્યાં. આથી ૫ સૂરિજીએ તવિષયક એક નિબંધ લખે જે પ્રસિદ્ધ કરતાં, અમને અત્યંત પ્રસન્નતા ઉદ્દભવે છે. અમારી ગ્રંથમાળા દિન પ્રતિદિન પગભર થતી જાય છે એમ જણાવતાં પણ અમને અત્યંત હર્ષ થાય છે. સૂરિજી પિતાના જ્ઞાનનો વિશેષ લાભ જનતાને આપતા રહેશે એવી અમારી હાર્દિક અભિલાષા છે. ગ્રંથમાળા ઐફિસ, હેરી રોડ-ભાષનગર. ધર્મ સં. ૧૪ તા. ૧૯-૩–૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રકાશક www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીર-વિહાર મીમાંસા (છહસ્થાવસ્થાની દૃષ્ટિએ વિચારણા) ચરમ તીર્થકર શ્રીવીરપ્રભુ ગુજરાત-કાઠીઆવાડ અને મારવાડમાં પધાર્યા હતા એવી માન્યતા સદીઓ થયાં, આપણી જૈન સમાજમાં દઢીભૂત થયેલ છે. એથી બ્રાહ્મણવાડા આદિ તીર્થો તેમજ કેટલાંક સ્થળેના સંબંધમાં, આપણામાં ભિન્નભિન્ન વિચારે પ્રવર્તે છે. શ્રીવીરપ્રભુના વિહાર-સ્થળ સંબંધી, તાત્વિક દષ્ટિએ યથાગ્ય વિચાર કરતાં, વસ્તુસ્થિતિ સ્વયમેવ પ્રગટ થઈ જાય તેમ છે; પણ એ દષ્ટિથી વિચાર કરવાને આપણામાં સામાન્યત: અભાવ છે. વળી વર્તમાનમાં બ્રાહણવાડા આદિ તીર્થને અંગે, દંતકથાઓને જ પુષ્ટિ મળતી જાય છે, જેથી ખરી સ્થિતિ અંધકારમાં જ રહેવા પામે છે. આથી જનતાને વર-વિહારનાં ખરાં અસલી સ્થાને સંબંધી, કંઇક માહિતી મળે અને બ્રાહ્મણવાડા આદિ સંબંધી પ્રવર્તમાન મંતવ્યોના સંબંધમાં, કંઈક માગસચન થાય એ ઈષ્ટ છે એમ માની, આ નિબંધ એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) અલ્પ પ્રયાસરૂપે નમ્રભાવે લખ્યા છે. વિદ્વાના અને જિજ્ઞાસુઓને આ નિબંધ કંઇક અંશે પણ ઉપયાગી થશે એવી હું આશા રાખું છું. બ્રાહ્મણવાડા એક તીર્થ સ્થળ છે એમાં કંઇ શંકા નથી; પણ તેના મહિમા વધારી દેવા નિમિત્તે, એ અને એની આસપાસનાં તીર્થં આદિના સંબંધમાં, અદ્યાપિ કેટલીક કિવદન્તિએ જોડી કાઢવામાં આવી છે. વળી એ કંવદન્તિઓને ગમે તેમ પુષ્ટિ આપવા માટે, કેટલાક વિશિષ્ટ પ્રયત્ના પણ થયા કરેલ છે. બ્રાહ્મણવાડા શિાહીથી પૂર્વમાં ૧૦ માઈલ દૂર આવેલુ છે. શિરાહી આખુરાડથી ૨૮ માઇલ થાય છે. સજ્જન રોડ ( પીંડવાડા ) બ્રાહ્મણવાડાથી પશ્ચિમમાં ચાર માઇલ દૂર છે. મુંગથલા અને નાણાં આબુરોડથી અનુક્રમે ૪ માઇલ અને ૩૭ માઇલ દૂર આવેલાં છે. નાંદીયા બનાસ સ્ટેશનથી ૬ માઇલ દૂર થાય છે. આ પ્રમાણે આ સર્વ સ્થળેા આબુ પર્વત પાસે એટલે આબુના પ્રદેશમાં જ આવેલાં છે. કેટલાક પૂર્વ હિન્દમાં આવેલ નદ અને ઉપનંદના પાડાવાળાં બ્રાહ્મણગામ ( વીરપ્રભુનાં એક વિહાર–સ્થળ )ને બ્રાહ્મણવાડા ગણે છે અને એ ઉપરથી, શ્રીવીરપ્રભુ મારવાડમાં પધાર્યા હતા એમ કહે છે. કેટલાક આજી પાસેના સુંડસ્થળ તીર્થ ( મુગથલા )માં શ્રીમહાવીર સ્વામીના એક વિશાલ મંદિરનુ ખંડીયેર છે અને એ મંદિર જીવિતસ્વામિનાં નામથી પ્રસિદ્ધ હાવાનું માનીને, શ્રીવીરપ્રભુ આખુ પ્રદેશમાં પધાર્યાં હતા એમ કહે છે. પ્રભુને કર્ણ—કીલાપસ ( કાનમાં ખીલા નંખાવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ (૩) ઉપસર્ગ) નાંદીયામાં કે તેની પાસે અને ચંડકેશીયા નાગને ઉપસર્ગ બ્રામણવાડા કે તેની પાસે થયો હતે એમ માનીમનાવી, પ્રભુ મારવાડ વિગેરેમાં પધાર્યા હતા એમ કેટલાક જણાવે છે. કેઈ વીરપ્રભુના વિહારના પૂર્વ હિન્દમાં આવેલ છમ્માણિ નામે સ્થળને આબુ પર્વત ઉપર આવેલું સાની ગામ ગણીને, વીર પ્રભુ મારવાડ પધાર્યા હતા એવાં મંતવ્યને પુરસ્કાર કરે છે. કેટલાક કનકપલ નામે વિરપ્રભુના પૂર્વહિન્દના વિહારમાં આવેલ એક આશ્રમને આબુ ઉપર આવેલ કનખલ તીર્થ માની લે છે અને ત્યાં પણ વીરપ્રભુ પધાર્યા હતા એ મત વ્યક્ત કરે છે. કેટલાક અસ્થિક ગામ ( જ્યાં પ્રભુએ પ્રથમ ચાતુર્માસ કર્યું હતું, અને કાઠીયાવાડનું વઢવાણ એ બને એક હોવાનું માનીને, પ્રભુને શૂલપાણિ યક્ષને ઉપસર્ગ વઢવાણ પાસે થયે હતો એમ કહે છે. વળી કેટલાક, શ્રીવીરપ્રભુ ગુજરાત-કાઠીઆવાડ અને મારવાડમાં પધાર્યા હતા એ મંતવ્યનાં સમર્થનમાં, પ્રભુના વિહારના પૂર્વ હિન્દનાં અનેક સ્થળે આબુ પર્વત પાસે કે ગુજરાત-કાઠીઆવાડમાં આવેલાં છે એમ પણ માને છે. કેઈ લાઢ દેશને ગુજરાતને એક ભાગ માનીને, શ્રીવીર ભગવાન ગુજરાતમાં પધાર્યા હતા એમ પણ કહે છે. આમ બ્રાહ્મણવાડાઆદિ સંબંધી, અનેક વિચિત્ર મંતવ્યેએ આપણામાં મૂળ ઘાલ્યાં છે. આથી આપણે એ મંતવ્યના સંબંધમાં ઉપસ્થિત થતા પ્રત્યેક મુદ્દાને વિચાર કરીએ. શ્રીવીરપ્રભુએ બીજું ચાતુર્માસ રાજગૃહી પાસે નાલંદા નામના પાડામાં કર્યું હતું. પ્રભુ ચાતુર્માસ બાદ, ત્યાંથી ૩-૪ સ્થળોએ જઈ, ચપાપુરી પધાર્યા હતા અને ત્યાં તેમણે ત્રીજું ચાતુર્માસ કર્યું હતું. નાલંદાથી આબુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) અને આબુથી ચંપાપુરી સુધીનુ સીધુ અંતર (છેટુ') અનુક્રમે આસ ૮૦૦ અને ૯૦૦ માઇલ થાય છે. વિહારની ષ્ટિએ એ અંતર તેથી ઘણુ એ વિશેષ થઇ જાય. આથી અંતરની દ્રષ્ટિએ વિચાર કરતાં પણ પ્રભુ અખ઼ુદ પ્રદેશમાં પધાર્યાં હતા એ સવિત જણાતું નથી. બ્રાહ્મણુગામ રાજગૃહી અને ચંપાની વચમાં હતું. ભગવાન ત્રીજું ચાતુર્માસ ચંપાપુરીમાં કરવા જતા હતા ત્યારે બ્રાહ્મણગામ પધાર્યા હતા. ક્યાં ચંપા અને બ્રાહ્મણગામ અને ક્યાં આણુ અને બ્રાહ્મણવાડા ? શ્રીવીરપ્રભુ બ્રાહ્મણવાડા પધાર્યા હતા અને ત્યાં તેમને ઉપસર્ગ થયેા હતા એમ કહેનારાઓ તે સંબધી કઈ પણ પ્રમાણ નથી આપતા એ એક ખાસ વિચારણીય પ્રશ્ન છે. પ્રમાણજ ન હોય તેા, પ્રમાણુ ક્યાંધી આપી શકે ? તાત્પર્ય એ કે, બ્રાહ્મણગામ અને બ્રાહ્મણવાડા અને એક છે એ માન્યતા ને માની શકાય તેવી છે. ' ’એ જીવિતસ્વામીનું મંદિર ' એ શબ્દો માત્રથી, પ્રશ્ન સુડસ્થલ પધાર્યા હતા એમ માનવું એ યુક્તિરહિત છે. એ શબ્દો આજસુધીમાં અનેક વાર અનેક રીતે વપરાયા છે. પણ એથી જે તે પ્રભુનું મ ંદિર જે તે પ્રભુની વિદ્યમાનતામાં ખંધાયું હતું. એમ ઠરતુ નથી. આ સંબંધમાં, નિસ દ્રષ્ટાંતાથી વાયકાને પ્રતીતિ થઇ શકશે: ...... १. सुधाकुण्डजीवितस्वामि श्रीशान्तिनाथः २. जीवन्तस्वामिश्रीऋषभदेवप्रतिमा ३. श्रीजीवितस्वामी त्रिभुवनतिलकः श्री चंद्रप्रभः વિવિધ તીરુપ પૃ. ૮૫. (ત્રો ચિવિષયો સંપાલિત), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ જે “જીવિતસ્વામીનું મંદિર” કે “ જીવિતસ્વામી” એ શબ્દથી અનુક્રમે “જે તે પ્રભુની વિદ્યમાનતામાં બંધાયેલું મંદિર” કે “જે તે પ્રભુની વિદ્યમાનતામાં તેની પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિ એવો અર્થ લઈએ તો, ઉપર્યુક્ત ૩ તીર્થ કરાના સંબંધમાં આ અર્થો કેવી રીતે ઘટાવી શકાય? ઉપર્યુક્ત તીર્થકરેની વિદ્યમાનતા આજથી લાખ વર્ષો પૂર્વે હતી એટલે મૃત્તિઓનાં નિર્માણ સમયે એ તીર્થકરોની વિદ્યમાનતા કેમ સંભવે? આ સંબંધમાં, નીચેનાં દષ્ટાને પણ મહત્ત્વનાં થઈ પડે છે – ૧. સંવત ૧૫૨૨ માં પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિ ઉપર जीवितस्वामी चंद्रप्रभबिंबं ૨. સંવત ૧૫૩ માં પ્રતિષ્ઠિત થયેલ મૂર્તિ ઉપર जीवितस्वामिश्रीनमिनाथबिंबं 9. ૬૩. ૩. સંવત્ ૧૫૧૬ માં પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિ ઉપર जीवितस्वामिश्रीशान्तिनाथ बिंब પૃ. ૨૧૫. જેને ઘાતુપ્રતિમાલેખસંગ્રહ ભા. ૧ લે (સ્વ. બુદ્ધિસાગરસૂરિજી સંગ્રહિત ) ૪. સંવત ૧૫૫૧ માં પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ ઉપર श्रीअजितनाथजीवितस्वामिबिंब ૬. ૨૨. ૫. સંવત ૧૫૧૦ માં પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ ઉપર जीवितस्वामिश्रीशीतलनाथादिजिनचतुर्विशतिपट्टः पृ. ११९. ૬. સંવત ૧૪૮૧ માં પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિ ઉપર श्रीजीवितस्वामिश्रीपार्श्वनाथवि प. १५२. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) ૭. સંવત્ ૧૫૩૧ માં પ્રતિષ્ઠિત થયેલ મૂર્ત્તિ ઉપર श्रीजीवितस्वामिश्रीविमलनाथ बिंबं ૮. સંવત્ ૧૫૩૬ માં પ્રતિષ્ઠા કરેલ મૂર્તિ ઉપર जीवितस्वामिश्री सुमतिनाथबिंबं g. ૧૧૨. ૯. સંવત્ ૧૫૦૮ માં પ્રતિષ્ઠિત થયેલી મૂર્ત્તિ ઉપર श्रीविमलनाथजीवितस्वामिबिंबं g. ૬૬. ૧૦ સંવત્ ૧૫૧૦ માં પ્રતિષ્ઠા કરેલી મૂર્ત્તિ ઉપર जीवितस्वामिश्रीशांतिनाथ बिंबं . g. ૨૭૨. જૈનધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા. ૨ જો. (સ્વ. બુદ્ધિસાગરસૂરિજીએ સગૃહિત ) ૧૧ સંવત્ ૧૫૧૯ માં પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિ ઉપર जीवितस्वामि श्री अजितनाथप्रमुखपंचतीर्थी बिंब पृ. ९६. ૧૨ સંવત્ ૧પ૨૦ માં પ્રતિષ્ઠિત કરેલ મૂર્ત્તિ ઉપર श्रीजीवितस्वामिपंच० श्रीनमिनाथबिं० ૩. ૧૦૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પૃ. ૧૭૩. પ્રાચીન લેખસગ્રહ ભા. ૧ લા. ( સ્વ. ગુરુદેવ વિજયધમસુરિજીએ સોાષિત. ) ૧૩ સંવત્ ૧૪૨૬ માં પ્રતિષ્ઠિત કરેલ મૂર્તિ ઉપર श्रीजीव ( वि ) तस्वामिश्री महावीर चैत्ये પ્રાચીન જૈનલેખસ ગ્રહ ભાગ બીજો. ૬. ૧૧૧. ( શ્રી જિનવિજયજીએ સપાદિત ) www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ (૭) ઉપર્યુક્ત મૂર્તિઓના લેખોની સાલે જોતાં, એ મૂર્તિએનું નિર્માણ જે તે પ્રભુની વિદ્યમાનતામાં સ્વને પણ સંભવિત નથી એ દીવા જેવું સ્પષ્ટ છે. આથી મુંડસ્થલ તીર્થનું મંદિર જીવિતસ્વામીનું મંદિર હોવાનું કહીને, જેઓ વીર પ્રભુ આબુ પ્રદેશમાં પધાર્યા હતા એમ કહે છે તેમનું કથન સર્વથા અસમંજસ છે.* શ્રીવીરપ્રભુને કલેપસર્ગ અને ચંડકોશીયા નાગને ઉપસર્ગ અનુક્રમે નાદીયા અને બ્રાહ્મણવાડામાં કે તેની પાસે થયો હતો એ મંતવ્ય સત્ય નથી. પ્રભુને કીલેપસર્ગ છમાણિ પાસે અને ચંડકેશીયા નાગને ઉપસર્ગ કનકખલ આશ્રમની સમીપમાં થયે હતો. છમ્માણ પૂર્વ હિન્દમાં હતું. એ આબુનું સાની નથી. કનકખલ આશ્રમ એ કંઈ આબુ ઉપરનું કનખલ નામક તીર્થ નથી. એ આશ્રમ પૂર્વ હિન્દને એક સુપ્રસિદ્ધ આશ્રમ હતો. ભગવાન પ્રથમ ચાતુર્માસ બાદ, તામી જતા હતા ત્યારે તેમના વિહારમાં એ આશ્રમ આવ્યું હતું. કેટલાક આ આશ્રમની નાંદીયા ગામ સાથે સરખામણી કરે છે એતે વિચિત્રતાની પરાકાષ્ટારૂપ છે. કનકખલ આશ્રમ આબુ ઉપર હેવાનું કેટલાકનું મંતવ્ય કેમ માની શકાય ? કનખલ આશ્રમ શ્વેતામ્બી જતાં આવે છે. પ્રભુ એ આશ્રમથી વેતામ્બી અને ત્યાંથી સાવથી ગયા હતા. કનખલ * નાણા, દીયાણા અને નાંદીયા આ ત્રણ ગામમાં જીવિતસ્વામીનાં મંદિર છે એવી માન્યતા કેવી છે એ આ ઉપરથી સમજી કરો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) માશ્રમ શ્વેતામ્બીની પાસે હતા એમ નિમ્ર પ્રમાણથી જાણી શકાય છેઃ— तस्स य अदूरे सेयविया नाम नगरी, आवश्यकचूर्णि, पूर्वभाग पृ. २७८ શ્વેતામ્બી કાશલ દેશમાં સાવથી પાસે હતી, એમ ચીની યાત્રિક હ્યુએનશાંગે સાવત્થીનુ વર્ણન કરતાં કહ્યું છે. શ્વેતામ્મી સાવત્થીની પાસે હતી, એમ આવશ્યક ચૂર્ણિ, રાયપસેણી સૂત્ર આદિ ઉપરથી પણ સ્પષ્ટ જણાય છે.+ શ્વેતામ્બી અસ્થિ + ભૈતન્ય-પૂર્ - फाहियान ( काशी - नागरी प्रचारिणी सभा से પ્રજાતિ) ૬. ૪૬. હૈતન્ય-શ્રાવસ્તી ř ૬ મીરુ વર્‘ટૂંકા ' નામ ગાવા જાંદિયાન, પૃ. ૪૬ નોટ. Setavya-To-wai of FaHian. It has been identified by Prof. Rhys Davids with Satiabia ( IndianBuddhism, P. 72;) Spence Hardy's Manual of Buddhism, Pp. 88,347. ) Mr. Vost identifies it with Basedila, 17 miles from SahetMahet ( J. R. A. S. 1903, P. 513.) De's Geographical Dictionary of Ancient and Mediaval India, 2nd edition (1927). P. 184. સેતવ્ય—કાહીયાનનુ ટ્વીઇ. પ્રો. ડીઝ ડેવિડઝે સેતવ્ય અને સતીયાણીયાને એક માનેલ છે. મી. વ્ાસ્ટ તેને સહેત-મહેત (સાવત્યી) થી ૧૦ માઇલ દૂર આવેલ અસેદીલા સાથે સરખાવે છે. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) ગામ અને રાજગૃહીની વચ્ચે પણ હતી. તે આલબિકા અને સાવથી વચ્ચે પણ હતી. બાદ્ધો પણ શ્વેતામ્બી સાવથી અને કપિલવસ્તુની વચમાં આવેલ હતી એમ માને છે ( જુએ, બુદ્ધચર્ચા પૃ. ૬૧૧ ). શ્વેતામ્બી પાસે આવેલ કનકમલ આશ્રમ આજીતુ કનખલ તીર્થ કેવી રીતે સંભવી શકે એ કલ્પનાતીત થઇ પડે છે. અત્રે એક બીજી ખાસ વાત વિચારવા જેવી છે. જો અસ્થિક ગામને વઢવાણુ, છમ્માણિને સાની, નંદીપુરને નાંદીયાં, લાઢને ગુજરાતના લાટ, કનકખલ આશ્રમને કનખલ તી વિગેરે માની લઇએ તેા, પ્રભુનું પાંચમું ચાતુર્માસ ભટ્ટીયામાં થયું તે પહેલાં, પ્રભુ ગુજરાત-કાઠીઆવાડ અને મારવાડમાં ત્રણ વાર પધાર્યા હતા અને ખારમાં ચાતુર્માસ ખાદ, તેમને કીલેાપસ પણ મારવાડમાં થયેા હતા એમ માનવું પડે. આવી માન્યતાએ કેટલી બધી અસંગત થઈ પડે એ સહુજ સમજી શકાય તેમ છે. ચંપાપુરીમાં ખારમું ચાતુર્માસ કર્યા બાદ, પ્રભુ જ શીયગામ અને મેઢીયગામ ગયા પછી, તેમને છમ્માણિમાં કીલેાપસ થયા હતા. તે પછી, પ્રભુ મધ્યમ અપાપાનગરી પધાર્યા હતા જ્યાં તેમના કાનમાંના ખીલા વૈધે કાઢી નાખ્યા હતા. ત્યારબાદ પ્રભુ જીવાલુકા નદીએ પધાર્યા હતા. તે પછી પ્રભુ જ ભીયગામ ગયા હતા જ્યાં સીમામાં આવેલી ઉત્તુ ( અજયા ) નદી ઉપર, તેમને વંશાક શુદ ૧૦ ને દિવસે,કેવળજ્ઞાન થયું હતું. પ્રભુ ત્યાંથી માર ચેાજન ચાલીને, પાછા અપાપાપુરી પધાર્યા હતા. પ્રભુને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) કીલેપસર્ગ આખુ ઉપર સાનીમાં થયા હતા એમ માનવું એ કેટલું અધુ યુક્તિરહિત છે એ આ ઉપરથી સમજી શકાશે. આ સર્વ સ્થળા વચ્ચેનુ એકંદર અંતર કેટલું બધું થાય? સાની પાસે અપાપાપુરી અને ઋજુવાલુકા નદી છે એમ કાઇ ખતાવી શકશે ? પ્રભુએ આબુ, મારવાડ આદિમાં વિહાર કર્યાં હતા એમ જણાવવાને કંઇપણુ સંબંધ વિનાની કલ્પનાઓ કરવાથી, પ્રભુનાં વિહારનાં ખરાં સ્થળાને બદલે, ખીજા સ્થળેા કલ્પનામાંથી ઉભાં થયાં છે એ કેટલું બધું વિચિત્ર છે ? આવી રીતે કલ્પના કરનારાઆએ કલ્પનાની સીમાનું પણ ઉદ્લઘન કર્યું છે. કલ્પનાની પણ હૃદ હાવી જોઈએ એ પણ તેએ સમજ્યા હાય એમ દેખીતી રીતે નથી લાગતું. ચંપાથી સાની સુધીનાં અંતરના વિચાર કરતાં પશુ, પ્રભુ આખુ ગયા હતા એ સંભવિત જણાતું નથી. પ્રભુ એક રાત્રીમાં ઉજ્જૈનીથી ૪૮ ગાઉ પાવા ગયા હતા એ ઉપરથી, તેઓ ગમે તેટલુ અંતર ચાલે એમ ન માની શકાય. તેમનુ પણ દારિક શરીર હતું. વળી તેમને એટલું બધું ચાલવાનું કારણ પણું ન હતું. પ્રભુને થયેલ ઉપર્યુક્ત ઉપસર્ગાનાં સ્થાનામાં ફેરફાર થાય તા, ઋઅત તાપસાશ્રમ, મારાક, ઉત્તર ચાવાલ, દક્ષિણ ચાવાલ, આદિનાં સ્થાનામાં પણ ફેરફાર કરવા પડે; પણ આ સ્થળાનાં સ્થાના શાસ્રાદિથી વિચાર કરતાં, પૂ દેશમાં જ હાવાનુ જણાયછે. આથી આ દૃષ્ટિએ વિચાર કરતાં, ભગવાનને આખુ પ્રદેશ અને વઢવાણમાં ઉપસર્ગ થયાની માન્યતા આધાર રહિત કરે છે. સ્થળનાં મંદિર સંબંધી, ખીજી બે ત્રણ ખાખતા પણ વિચારવાની રહે છે. મજકુર મંદિરની પ્રતિષ્ઠા કેશી ગણધરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) કરી હતી એમ કહીને, કેટલાક તેની પ્રાચીનતા સિદ્ધ કરવાને પ્રયત્ન કરે છે. કેઈ મુંડસ્થળનાં મંદિરની પ્રતિમા શ્રી વીરપ્રભુની છઠ્ઠસ્થાવસ્થામાં તેમની ૩૭ વર્ષની વયે નિમિત થઈ હતી એમ કહે છે અને એ સંબંધમાં, વિ. સં. ૧૪ર૬ ના એક લેખને આધાર ટકે છે. કેશીગણુધરે મંદિરની પ્રતિષ્ઠા કરી હતી એમ લેખ ઉપરથી, સિદ્ધ થઈ શકતું નથી. વળી લેખ તે મજકુર મંદિરના જીર્ણોદ્ધાર સંબંધી છે. શ્રી જિનવિજયજીએ સંપાદિત પ્રાચીન જૈન લેખસંગ્રહ ભાગ બીજાનાં પૃ. ૧૫૮-૫૯ માં મંદિરનો જીર્ણોદ્ધાર થયાનું જ લખ્યું છે. જે બીજો લેખ છે તે પ્રાચીન લિપિમાં નથી. એ પ્રાચીન લિમિના લેખ ઉપરથી, ઉતારેલે હેય એમ પણ જણાતું નથી. આથી પ્રતિમા શ્રી વિરપ્રભુની વિદ્યમાનતામાં બની હતી એમ પૂરવાર થઈ શકતું નથી. મંદિરની પ્રાચીનતા, લેખ પ્રાચીનતા–સૂચક લિપિમાં લખાયેલ હોય તે જ સિદ્ધ થઈ શકે. લેખ પ્રાચીન લિપિમાં ન હોય તે, મંદિરની પ્રાચીનતા સૂચવવા માટે, લેખ ઘડી કાઢવામાં આવ્યો છે એમ માનીએ તે શું ખોટું ? પ્રાચીનતા સૂચક સબળ પ્રમાણ વિના, મંદિરની પ્રાચીનતા માની લેવી એ યથાર્થ નથી. વિરપ્રભુ અર્બીદભૂમિમાં વિચર્યા હતા એમ બીજા લેખથી નિષ્પન્ન થતું નથી. એ લેખથી, પ્રભુ અબુદાચલ પધાર્યા હતા એવી સહેજ પણ પ્રતીતિ ઐતિહાસિક વિદ્વાનેને થાય તેમ નથી. લેખમાં કઈપણ પ્રકારનું પ્રાચીનતાદર્શક સૂચન જ નથી. આથી આજના આગળ વધેલા જમાનામાં, ઇતિહાસવિદેને લેખથી બીલકુલ સતેષ ન થાય એ દેખીતું છે, એટલે કે લેખ ઉપસ્થી, ગમે તેવી કહપના કરે, લેખના સંબંધમાં ગમે તેવાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) થીગડાં મારે એ માનવાને આજના વિદ્વાને અને ઈતર લેકે તૈયાર ન થાય એ નિર્વિવાદ છે. આ પ્રમાણે, કેઈ લેખ ઉપરથી કલ્પનાના ઘોડા દોડાવ્યા કરીએ તે, તે ઉલટું અહિતકર થઈ પડે. લેકે સ્વાર્થવશાત નવા લેખ બનાવીને, હાલ પણ મૂર્તિએ વેચે છે એ સર્વત્ર જાણીતું છે. એ મૂર્તિઓને જેમ પ્રાચીન ન માની શકાય તેમ મુંડસ્થળની પ્રતિમાને પણ પ્રાચીન કેમ માની શકાય? જે તે લેખ વગર વિચાર્યું માની લે એ અયુક્ત છે. આ સંબંધમાં, આપણે એક વિશેષ દષ્ટાન્ત લઈએ. સ્વ. ગુરૂદેવ શ્રીવિજયધર્મસૂરિજીએ સંશોધિત ઐતિહાસિક રાસસંગ્રહ ભાગ બીજાનાં પૃષ્ટ પ૭ માં સં. ૧૫૯૭ ને એક શિલાલેખ પ્રગટ થયે છે. એ શિલાલેખમાં, એક મંદિર વલ્લભીપુરથી નાડલાઈ ઉપાડી લઈ જવામાં આવ્યું હતું એમ કહ્યું છે. આ લેખમાંની આ હકીક્ત તે એક લેખ હોવાને કારણે શું માની લેવી? - મુંડસ્થળનાં મંદિર સંબંધી, સંવત્ તેરસના અરસામાં થયેલ અચલગચ્છીય શ્રી મહેન્દ્રસિંહસૂરિજીની “અષ્ટોત્તરી તીર્થમાલા” ને કેટલાક હવાલે આપે છે અને પ્રભુ મુંડસ્થલ પધાર્યા હતા એમ માને છે, પણ સૂરિજીએ આ સંબંધમાં કોઈ સબળ પ્રમાણુ આપ્યું નથી. આથી તેમના અગાઉ ૧૮૦૦ વરસ ઉપર, તેઓ કહે છે તે પ્રમાણે, મુંડસ્થળમાં વરપ્રભુનું આગમન થયું હતું એમ કેમ માની શકાય? સૂરિજીનું મંતવ્ય કિંવદતિને જ પ્રતાપ છે એમ કહીએ તો ચાલે. સૂરિજીએ “અષ્ટોત્તરી તીર્થમાળામાં પુણ્યરાજ નામે મહાત્મા મંદિર બંધાવ્યાનું કહ્યું છે (જુઓ પૃ. ર૭૩). મંદિરના સંવત્ ૧૪૨૯ ની સાલના એક જાદા સંસ્કૃત લેખમાં, મહાત્માને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૩) બદલે “ રાજા' શબ્દ વપરાય છે. એમાં, કેશી ગણધરે મંદિરની પ્રતિષ્ઠા કરી હતી એમ પણ ઉમેરવામાં આવ્યું છે. લેખને લગતી કેટલીક હકીકતો તાં, તેમજ તેમાં ઉપર્યુક્ત તીર્થમાલાની અપેક્ષાએ, જનતાને આકર્ષક જે સુધારા વધારા થયા છે તે મંદિરની અર્વાચીનતા જ સૂચવે છે. લેખની નીચેના ભાગમાં, એક બાજુ જે શબ્દો છે તેને કંઈ અર્થ જ નથી. કે શું બંધાવ્યું કે કરાવ્યું છે તે ઉપરથી, નીકળી શકતું નથી. કેઈ દંપતીએ મંદિર બંધાવ્યું છે એવી માન્યતા પણ, ગ્ય પ્રમા ને અભાવે કલ્પના માત્ર છે. પ્રમાણભૂત પ્રમાણે વિના, મુંડસ્થળનું મંદિર જીવિતસ્વામીનું મંદિર છે એમ ઘણા કહે છે પણ તે કેટલું બધું આશ્ચર્યકારી છે એ સો કેઈ આથી સમજી શકશે. લાઢ દેશને ગુજરાતનો એક ભાગ માનનારાઓ શ્રી વીર પ્રભુ થાં અને પાંચમાં ચાતુર્માસ વચ્ચે શિરેાહી (મરૂભૂમિ આદિમાં આવ્યા હતા એમ કહે છે, લાઠને ગુજરાતને એક ભાગ માને છે એ યુક્ત નથી. લાહ દેશ બંગાળમાં આવેલ હતું. આથી એ ગુજરાતને એક ભાગ હોવાની માન્યતાજ બેટી છે. પ્રભુએ ચેાથું ચોમાસું પૃચંપામાં કર્યું હતું. તેમનું પાંચમું ચાતુર્માસ ભદીયામાં થયું હતું. જે વીરપ્રભુ લાટ દેશ અને મરૂભૂમિમાં આવ્યા હોય તે, પ્રભુને, "ચંપાથી સાવOી સુધીનું અંતર ન ગણીએ તે પણ, સાવચીથી શિરોહી અને શિહીથી ભદીયા સુધી એમ આશરે અઢ હજાર માઈલને વિહાર કરે પડ્યાનું માનવું પડે. સાવસ્થીથી શિરેહી અને શિહીથી ભરીયા સુધીનાં સીધાં અંતરોજ અનુક્રમે ૬૦૦ માઈલ અને ૯૦૦ માઈલ થાય છે. પ્રભુએ બે અઢી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) હજાર માઈલ જેટલો વિહાર કર્યો હોય એમ કેમ માની શકાય? રેકર્ડરૂપ વિહાર તો કવચિતજ થઈ શકે છે. લાઢ દેશ સાડાપચ્ચીસ આર્યદેશમાં એક દેશ હતે એમ જૈન શાસ્ત્રો સ્પષ્ટપણે માને છે. વીરપ્રભુની છઘસ્થાવસ્થામાં તે અનાર્ય તરીકે ગણાતો હતે. લાટ (લાડ) દેશ મુંબઈ ઈલાકામાં ગુજરાતમાં છે. લાઢની રાજધાની કેટિવર્ષ હતું. * दूसरी शाखा कोडीवरिसिया' की उत्पत्ति कोटिवर्ष नगर से थी । यह नगर भी राढ देश (आजकल के मुर्शिदाबाद जिला-पश्चिमी बंगाल ) की राजधानी थी। वीर निर्वाण संवत् और जैन काल-गणना (श्रीकल्याणविजयजीમત) 9. ૫-૬ નટ. Kotivarsa Visaya, a sub-division of Pundravardhanabhukti (E. I. XV. 3.) The Indian Historical Quarterly, Vol. IX, No. 3, P. 729. (કેટિવર્ષ પુરૂવર્તન-ભક્તિને વિભાગ હતો.) The worde Pundravardhana' is used both for the city (Pandravardhanapur or Pundravardhananagar ) as well as the province ( Pundravardhana-bhukti,) The Indian Historical Quarterly ( September, 1933,) P. 128. (પુવન) શબ્દ પુંવર્ધનપુર કે કુંવહનનગર તેમજ પુંવહનવ્યક્તિ પ્રાન્ત બન્ને માટે વપરાય છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) કટિવર્ષને હાલમાં બાણગઢ કહે છે અને તે બંગાળમાં દીનાજપુર જીલ્લામાં આવેલ છે. ગુજરાતના લાટ દેશની રાજધાની ઈલાપુર હતું. ભરૂચ પણ એ દેશની રાજધાની કેટલોક સમય હતું. લાટનાં પાટનગર ઉપરાંત, લાટના સંબંધમાં નિમ્ન પ્રમાણ ખાસ જાણવા જેવું છે – From the legend, we have seen that, Vijaya and his followers from Lala remained for some time, in Supparaka and Bharukaccha. Some of his followers must have remained there as setteers. It is possible that, it was they who gave the name of their old .country (Ladha ) to this region, which later on came to bear the name of Lata, perhaps a later corruption of Lala. Indian Historical Quarterly, (September, 1938.) P. 745. કેટિવર્ષ લાઢની રાજધાની હતું. એ ઉપરાંત, તે લાઠના એક ભાગ પંડવર્ધન-સુતિનો એક વિભાગ હતો એમ ઉપર્યુક્ત પ્રમાથી સિદ્ધ થાય છે. + The capital of Lata or the kingdom of Latesvara is said to be Elapur. De's Geographical Dictionary of Ancient and Mediaval India, 2nd edition ( 1927, ) P. 114. (લાટ દેવ કે લાટેશ્વરનાં રાજ્યનું પાટનગર ઇલાપુર હતું એમ કહે છે.) લાટ તેનું પાટનગર ભૃગુક—ભરૂચ કહેવાતું. પ્રસ્થાન. (સં. ૧૯૯૨ માગશરને અંક.) પૃ. ૧૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) ( વિજય અને તેના લાલ દેશના અનુયાયીઓ છેડે વખત સોપારકનગર અને ભરૂકચ્છ (ભરૂચ)માં રહ્યા હતા એમ કથા ઉપરથી, આપણે જોયું છે. વિજયના કેટલાક અનુ યાયીઓ ત્યાં કાયમને વાસ કરીને રહ્યા હોવા જોઈએ. તેમણે આ પ્રદેશને પોતાના અસલ દેશ લાઠનું નામ આપ્યું હોય એ બનવાજોગ છે. તેમણે આપેલું નામ કદાચ લાલના પાછળથી થયેલા અપભ્રંશરૂપે લાટ બન્યું હોય એમ પણ બનવાજોગ છે.) લાઢ અને લાટ એ અને દેશની ભિન્નતા ઉપર્યુક્ત પ્રમાણથી જાણી શકાશે. લાઢ (રાઢ) દેશ શ્રીવીરપ્રભુની છત્રસ્થાવસ્થામાં અનાર્ય દેશ તરીકે ગણાતા હતા. એને સજજડ પૂરા આચારાંગ સૂત્ર(પહેલે મૃત સ્કંધ, નવમું અધ્યયન, ત્રીજે ઉદ્દેશ ) વિગેરે ઉપરથી મળી રહે છે. તેના વજભૂમિ અને શુભૂમિ ( સુહ) એમ બે ભાગે હતા. વિદ્વાને પણ એ બે ભાગે માને છે. લાઢ દેશના ઉત્તર લાહ અને દક્ષિણ લાઢ એમ બે ભાગો હતા અને તે અજયા (ઉજજુ) નદીથી જાદા પડતા હતા એમ પણ ઘણા વિદ્વાને માને છે.* વીર પ્રભુ ચોથાં અને પાંચમાં ચાતુર્માસ વચ્ચે લાઢ દેશમાં # Uttara Radha and Daksina Radha were divided from each other, by tbe river Ajaya: Ancient Indian Tribes, Vol. II ( 1934 ), P. 9 (ઉત્તર રાઢ અને દક્ષિણ રાઢ અજયા નદીથી એક બીજાથી જુદા પડતા હતા). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) પધાર્યા ન હતા, લાટમાં પણ નહીં. પ્રભુની છદ્મસ્થાવસ્થાના ખાર ચાતુર્માસની દૃષ્ટિએ પણ આ પ્રશ્ન વિચારણીય છે. પ્રભુએ અસ્થિક ( વ માન ), નાલંદા, ચંપાપુરી, પૃષ્ઠચંપા, ભદ્દીયા, ભટ્ટીયા, આભિકા, રાજગૃહ, લાઢ, શ્રાવસ્તી, વિશાલાનગરી અને ચંપાપુરી એમ છદ્મસ્થાવસ્થામાં ૧૨ ચાતુર્માસ કર્યો હતાં. આમાં લાઢનું ચાતુર્માસ ( જે કર્મ-નિજ રાથે થયું હતુ) એ જ અનાર્ય દેશનું ચાતુર્માસ હતુ. એ દેશમાં પ્રભુને, હાડકાંના ખપ્પરને માર, તેમનાં શરીર ઉપર કૂતરા વિગેરે ફૂંકાવા, માંસછેદન, ઉંચા કરીને નીચે અફ઼ાળવા વિગેરે વિવિધ પ્રકારનાં અકલ્પનીય દુ:ખા સહન કરવાં પડ્યાં હતાં, લેાકેાની ધ વિરોધી વૃત્તિને તેમને ભયકર અનુભવ થયા હતા. લાઢના લેાકેા એટલા બધા અનાર્ય અને નિઘૃણ હતા કે, ત્યાં મદિરા, પ્રતિષ્ઠા આદિનેસભવ જ ન હતા. વળી તેમને બીજા પ્રદેશે। માફક દુ:ખ કે ઉપસર્ગ માંથી રક્ષણ કરનારૂં પણ ત્યાં કાઈ ન હતું. વળી ભગવાન લાઢ દેશમાં ચાથાં અને પાંચમાં ચાતુર્માસ વચ્ચે ગયા હતા એમ માનીએ તા, અસ્થિક ગામ જ્યાં તેમનું પ્રથમ ચાતુર્માસ થયું હતુ તે અનાર્ય દેશમાં હતું, એમ માનવું જ પડે. આથી ભગવાને છદ્મસ્થાવસ્થાનાં ખાર ચાતુર્માસામાં એ ચાતુર્માસ અનાર્ય દેશેામાં કર્યા હતાં એમ નિષ્પન્ન થાય; પણ એમ કાઈ માને છે ? ભગવાન ચાથાં અને પાંચમાં ચાતુર્માસ વચ્ચે લાઢદેશમાં પધાર્યા હતા એમ માનીને, લેખકેા વિગેરેએ કેવાં અસંગત વિધાના કર્યા છે તે આ ઉપરથી સમજી શકાશે. નાંદીયાની ભારતવર્ષના પાંચ મહાતીર્થોમાં ગણના કરીને કે સંપ્રતિરાજા ગિરિરાજ શ્રી સિદ્ધાચળ, ગિરનાર, નાંદીયા વિશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) રેની પ્રતિવર્ષ સંઘ સાથે ૪ વાર યાત્રા કરતા હતા એમ કહીને, કેટલાંક નાંદીયાને વિશેષ પડતું મહત્વ આપે છે અને નાંદીયામાં શ્રીવીરપ્રભુની વિદ્યમાનતાની મૂર્તિવાળું મંદિર હોવાનું મંતવ્ય સવિશેષપણે પુરસ્કૃત કરે છે. જેનાં પાંચ મહાતીર્થો કયાં કયાં છે એ સુપ્રસિદ્ધ છે અને સંપ્રતિ રાજાના સમયમાં, સંઘ સાથે ત્રણ ત્રણ મહીને સિદ્ધાચળ, ગિરનાર, નાંદીયા વિગેરેની યાત્રા કરવી એ તો અશક્ય જ હતું. આથી નાદીયા સંબંધી તેમનાં મંતવ્ય વાસ્તવિક નથી. - શ્રીવીરપ્રભુ ગુજરાત-કાઠીઆવાડ કે મારવાડમાં આવ્યા જ નથી. જેઓ પ્રભુ ગુજરાત-કાઠીઆવાડ કે મારવાડમાં પધાર્યા હતા એમ કહે છે તેમનું કથન ભ્રમમાત્ર છે. પ્રભુને વિહાર પૂર્વ હિન્દના પ્રદેશમાં જ થયું હતું. તેમને ઉપસર્ગો પણ એજ પ્રદેશમાં થયા હતા. બાકી બધી સ્થાપનાઓ છે. આ સંબંધી, હું શ્રી મહાવીર સ્વામીના વિહારવિષયક પુસ્તક અને ડૉ. ત્રિભુવનદાસ શાહકૃત પ્રાચીન ભારતવર્ષ” (ભાગ પહેલે)ના સમાલોચના-ગ્રંથમાં વિશેષ લખવા ઈચ્છું છું. શ્રીવીરપ્રભુના વિહાર આદિ સંબંધી, જનતા સત્ય હકીકતો ગ્રહણ કરે એ આશા અને સૂચના સાથે વિરમું છું. સમાપ્ત. પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ થશiહિ, Tashovila Jala Granthms જ zlcPbilo assessage a Lase see eeeeee IOS なたと મગાવી 9 Soorm a જૈનધર્મનાં શાશ્વત વિશુદ્ધ સ્વરૂપ કાખી કરવી શું હોય, તેની પ્રાચીનતા અને સર્વશ્રેષ્ઠતા તુલનાત્મક હૃષ્ટિએ જાણવી હોય તે of જૈનધર્મનું ઉત્કૃષ્ટ સ્વરૂપ Babasaheb A. agg er આજેજ મંગાવી . તદ્દન ભેટ મળે છે. પોસ્ટ સ્ટાંપને સવા આને બીડી મંગાવી લેવી. અમારે ત્યાંથી મળતાં પુસ્તકોનું સૂચીપત્ર પણ જોઇતું હોય તો, મોકલી આપીશું. હેરીસ રોડ, . ભાવનગર, ( યશવિજય જૈન ગ્રંથમાળા ( Rease e yes Joeoppossesses se Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com