________________
(૩) ઉપસર્ગ) નાંદીયામાં કે તેની પાસે અને ચંડકેશીયા નાગને ઉપસર્ગ બ્રામણવાડા કે તેની પાસે થયો હતે એમ માનીમનાવી, પ્રભુ મારવાડ વિગેરેમાં પધાર્યા હતા એમ કેટલાક જણાવે છે. કેઈ વીરપ્રભુના વિહારના પૂર્વ હિન્દમાં આવેલ છમ્માણિ નામે સ્થળને આબુ પર્વત ઉપર આવેલું સાની ગામ ગણીને, વીર પ્રભુ મારવાડ પધાર્યા હતા એવાં મંતવ્યને પુરસ્કાર કરે છે. કેટલાક કનકપલ નામે વિરપ્રભુના પૂર્વહિન્દના વિહારમાં આવેલ એક આશ્રમને આબુ ઉપર આવેલ કનખલ તીર્થ માની લે છે અને ત્યાં પણ વીરપ્રભુ પધાર્યા હતા એ મત વ્યક્ત કરે છે. કેટલાક અસ્થિક ગામ ( જ્યાં પ્રભુએ પ્રથમ ચાતુર્માસ કર્યું હતું, અને કાઠીયાવાડનું વઢવાણ એ બને એક હોવાનું માનીને, પ્રભુને શૂલપાણિ યક્ષને ઉપસર્ગ વઢવાણ પાસે થયે હતો એમ કહે છે. વળી કેટલાક, શ્રીવીરપ્રભુ ગુજરાત-કાઠીઆવાડ અને મારવાડમાં પધાર્યા હતા એ મંતવ્યનાં સમર્થનમાં, પ્રભુના વિહારના પૂર્વ હિન્દનાં અનેક સ્થળે આબુ પર્વત પાસે કે ગુજરાત-કાઠીઆવાડમાં આવેલાં છે એમ પણ માને છે. કેઈ લાઢ દેશને ગુજરાતને એક ભાગ માનીને, શ્રીવીર ભગવાન ગુજરાતમાં પધાર્યા હતા એમ પણ કહે છે. આમ બ્રાહ્મણવાડાઆદિ સંબંધી, અનેક વિચિત્ર મંતવ્યેએ આપણામાં મૂળ ઘાલ્યાં છે.
આથી આપણે એ મંતવ્યના સંબંધમાં ઉપસ્થિત થતા પ્રત્યેક મુદ્દાને વિચાર કરીએ. શ્રીવીરપ્રભુએ બીજું ચાતુર્માસ રાજગૃહી પાસે નાલંદા નામના પાડામાં કર્યું હતું. પ્રભુ ચાતુર્માસ બાદ, ત્યાંથી ૩-૪ સ્થળોએ જઈ, ચપાપુરી પધાર્યા હતા અને ત્યાં તેમણે ત્રીજું ચાતુર્માસ કર્યું હતું. નાલંદાથી આબુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com