________________
( ૨ )
અલ્પ પ્રયાસરૂપે નમ્રભાવે લખ્યા છે. વિદ્વાના અને જિજ્ઞાસુઓને આ નિબંધ કંઇક અંશે પણ ઉપયાગી થશે એવી હું આશા રાખું છું.
બ્રાહ્મણવાડા એક તીર્થ સ્થળ છે એમાં કંઇ શંકા નથી; પણ તેના મહિમા વધારી દેવા નિમિત્તે, એ અને એની આસપાસનાં તીર્થં આદિના સંબંધમાં, અદ્યાપિ કેટલીક કિવદન્તિએ જોડી કાઢવામાં આવી છે. વળી એ કંવદન્તિઓને ગમે તેમ પુષ્ટિ આપવા માટે, કેટલાક વિશિષ્ટ પ્રયત્ના પણ થયા કરેલ છે.
બ્રાહ્મણવાડા શિાહીથી પૂર્વમાં ૧૦ માઈલ દૂર આવેલુ છે. શિરાહી આખુરાડથી ૨૮ માઇલ થાય છે. સજ્જન રોડ ( પીંડવાડા ) બ્રાહ્મણવાડાથી પશ્ચિમમાં ચાર માઇલ દૂર છે. મુંગથલા અને નાણાં આબુરોડથી અનુક્રમે ૪ માઇલ અને ૩૭ માઇલ દૂર આવેલાં છે. નાંદીયા બનાસ સ્ટેશનથી ૬ માઇલ દૂર થાય છે. આ પ્રમાણે આ સર્વ સ્થળેા આબુ પર્વત પાસે એટલે આબુના પ્રદેશમાં જ આવેલાં છે.
કેટલાક પૂર્વ હિન્દમાં આવેલ નદ અને ઉપનંદના પાડાવાળાં બ્રાહ્મણગામ ( વીરપ્રભુનાં એક વિહાર–સ્થળ )ને બ્રાહ્મણવાડા ગણે છે અને એ ઉપરથી, શ્રીવીરપ્રભુ મારવાડમાં પધાર્યા હતા એમ કહે છે. કેટલાક આજી પાસેના સુંડસ્થળ તીર્થ ( મુગથલા )માં શ્રીમહાવીર સ્વામીના એક વિશાલ મંદિરનુ ખંડીયેર છે અને એ મંદિર જીવિતસ્વામિનાં નામથી પ્રસિદ્ધ હાવાનું માનીને, શ્રીવીરપ્રભુ આખુ પ્રદેશમાં પધાર્યાં હતા એમ કહે છે. પ્રભુને કર્ણ—કીલાપસ ( કાનમાં ખીલા નંખાવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com