________________
કિંચિત્ વક્તવ્ય
–
–
જૈનધર્મ સર્વજીને કલ્યાણકારી વિશ્વધર્મ છે. એનું સાહિત્ય સર્વશ્રેષ્ઠ છે. વિશ્વની વિભૂતિરૂપ તીર્થકર ભગવંતેનાં પુણ્યચરિત્રે એ સાહિત્યનું એક પરમ અંગ છે. એ ચરિત્રમાં જનતાને ઉપકારી વિહારેનું મહત્વ અનેરૂં છે.
પરમ પ્રભાવક, શાસ્ત્રવિશારદ, જગપૂજ્ય સ્વ. ગુરૂદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજીના પટ્ટધર વિદ્યાવલ્લભ ઈતિહાસ-તત્વ મહેદધિ આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિજી આજ વર્ષો થયાં તીર્થકર ભગવંતના વિહારને અભ્યાસ કરે છે. તેમને નિકટ ઉપકારી ચરમ તીર્થકર શ્રીવીર-પ્રભુના વિહાર અને વિહાર-સ્થળને સૂક્ષ્મ અભ્યાસ કરતાં, પ્રભુએ છદ્મસ્થાવસ્થામાં કરેલ વિહારને અંગે મનાતાં કેટલાંક સ્થળો કિંવદતિનાં પરિણામરૂપ લાગ્યાં. આથી ૫ સૂરિજીએ તવિષયક એક નિબંધ લખે જે પ્રસિદ્ધ કરતાં, અમને અત્યંત પ્રસન્નતા ઉદ્દભવે છે.
અમારી ગ્રંથમાળા દિન પ્રતિદિન પગભર થતી જાય છે એમ જણાવતાં પણ અમને અત્યંત હર્ષ થાય છે. સૂરિજી પિતાના જ્ઞાનનો વિશેષ લાભ જનતાને આપતા રહેશે એવી અમારી હાર્દિક અભિલાષા છે.
ગ્રંથમાળા ઐફિસ, હેરી રોડ-ભાષનગર. ધર્મ સં. ૧૪ તા. ૧૯-૩–૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રકાશક
www.umaragyanbhandar.com