________________
( ૧૧ ) કરી હતી એમ કહીને, કેટલાક તેની પ્રાચીનતા સિદ્ધ કરવાને પ્રયત્ન કરે છે. કેઈ મુંડસ્થળનાં મંદિરની પ્રતિમા શ્રી વીરપ્રભુની છઠ્ઠસ્થાવસ્થામાં તેમની ૩૭ વર્ષની વયે નિમિત થઈ હતી એમ કહે છે અને એ સંબંધમાં, વિ. સં. ૧૪ર૬ ના એક લેખને આધાર ટકે છે. કેશીગણુધરે મંદિરની પ્રતિષ્ઠા કરી હતી એમ લેખ ઉપરથી, સિદ્ધ થઈ શકતું નથી. વળી લેખ તે મજકુર મંદિરના જીર્ણોદ્ધાર સંબંધી છે. શ્રી જિનવિજયજીએ સંપાદિત પ્રાચીન જૈન લેખસંગ્રહ ભાગ બીજાનાં પૃ. ૧૫૮-૫૯ માં મંદિરનો જીર્ણોદ્ધાર થયાનું જ લખ્યું છે. જે બીજો લેખ છે તે પ્રાચીન લિપિમાં નથી. એ પ્રાચીન લિમિના લેખ ઉપરથી, ઉતારેલે હેય એમ પણ જણાતું નથી. આથી પ્રતિમા શ્રી વિરપ્રભુની વિદ્યમાનતામાં બની હતી એમ પૂરવાર થઈ શકતું નથી. મંદિરની પ્રાચીનતા, લેખ પ્રાચીનતા–સૂચક લિપિમાં લખાયેલ હોય તે જ સિદ્ધ થઈ શકે. લેખ પ્રાચીન લિપિમાં ન હોય તે, મંદિરની પ્રાચીનતા સૂચવવા માટે, લેખ ઘડી કાઢવામાં આવ્યો છે એમ માનીએ તે શું ખોટું ? પ્રાચીનતા સૂચક સબળ પ્રમાણ વિના, મંદિરની પ્રાચીનતા માની લેવી એ યથાર્થ નથી.
વિરપ્રભુ અર્બીદભૂમિમાં વિચર્યા હતા એમ બીજા લેખથી નિષ્પન્ન થતું નથી. એ લેખથી, પ્રભુ અબુદાચલ પધાર્યા હતા
એવી સહેજ પણ પ્રતીતિ ઐતિહાસિક વિદ્વાનેને થાય તેમ નથી. લેખમાં કઈપણ પ્રકારનું પ્રાચીનતાદર્શક સૂચન જ નથી. આથી આજના આગળ વધેલા જમાનામાં, ઇતિહાસવિદેને લેખથી બીલકુલ સતેષ ન થાય એ દેખીતું છે, એટલે કે લેખ ઉપસ્થી, ગમે તેવી કહપના કરે, લેખના સંબંધમાં ગમે તેવાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com