________________
( ૧૨ ) થીગડાં મારે એ માનવાને આજના વિદ્વાને અને ઈતર લેકે તૈયાર ન થાય એ નિર્વિવાદ છે. આ પ્રમાણે, કેઈ લેખ ઉપરથી કલ્પનાના ઘોડા દોડાવ્યા કરીએ તે, તે ઉલટું અહિતકર થઈ પડે. લેકે સ્વાર્થવશાત નવા લેખ બનાવીને, હાલ પણ મૂર્તિએ વેચે છે એ સર્વત્ર જાણીતું છે. એ મૂર્તિઓને જેમ પ્રાચીન ન માની શકાય તેમ મુંડસ્થળની પ્રતિમાને પણ પ્રાચીન કેમ માની શકાય?
જે તે લેખ વગર વિચાર્યું માની લે એ અયુક્ત છે. આ સંબંધમાં, આપણે એક વિશેષ દષ્ટાન્ત લઈએ. સ્વ. ગુરૂદેવ શ્રીવિજયધર્મસૂરિજીએ સંશોધિત ઐતિહાસિક રાસસંગ્રહ ભાગ બીજાનાં પૃષ્ટ પ૭ માં સં. ૧૫૯૭ ને એક શિલાલેખ પ્રગટ થયે છે. એ શિલાલેખમાં, એક મંદિર વલ્લભીપુરથી નાડલાઈ ઉપાડી લઈ જવામાં આવ્યું હતું એમ કહ્યું છે. આ લેખમાંની આ હકીક્ત તે એક લેખ હોવાને કારણે શું માની લેવી? - મુંડસ્થળનાં મંદિર સંબંધી, સંવત્ તેરસના અરસામાં થયેલ અચલગચ્છીય શ્રી મહેન્દ્રસિંહસૂરિજીની “અષ્ટોત્તરી તીર્થમાલા” ને કેટલાક હવાલે આપે છે અને પ્રભુ મુંડસ્થલ પધાર્યા હતા એમ માને છે, પણ સૂરિજીએ આ સંબંધમાં કોઈ સબળ પ્રમાણુ આપ્યું નથી. આથી તેમના અગાઉ ૧૮૦૦ વરસ ઉપર, તેઓ કહે છે તે પ્રમાણે, મુંડસ્થળમાં વરપ્રભુનું આગમન થયું હતું એમ કેમ માની શકાય? સૂરિજીનું મંતવ્ય કિંવદતિને જ પ્રતાપ છે એમ કહીએ તો ચાલે.
સૂરિજીએ “અષ્ટોત્તરી તીર્થમાળામાં પુણ્યરાજ નામે મહાત્મા મંદિર બંધાવ્યાનું કહ્યું છે (જુઓ પૃ. ર૭૩). મંદિરના સંવત્ ૧૪૨૯ ની સાલના એક જાદા સંસ્કૃત લેખમાં, મહાત્માને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com