________________
( ૧૮ ) રેની પ્રતિવર્ષ સંઘ સાથે ૪ વાર યાત્રા કરતા હતા એમ કહીને, કેટલાંક નાંદીયાને વિશેષ પડતું મહત્વ આપે છે અને નાંદીયામાં શ્રીવીરપ્રભુની વિદ્યમાનતાની મૂર્તિવાળું મંદિર હોવાનું મંતવ્ય સવિશેષપણે પુરસ્કૃત કરે છે. જેનાં પાંચ મહાતીર્થો કયાં કયાં છે એ સુપ્રસિદ્ધ છે અને સંપ્રતિ રાજાના સમયમાં, સંઘ સાથે ત્રણ ત્રણ મહીને સિદ્ધાચળ, ગિરનાર, નાંદીયા વિગેરેની યાત્રા કરવી એ તો અશક્ય જ હતું. આથી નાદીયા સંબંધી તેમનાં મંતવ્ય વાસ્તવિક નથી. - શ્રીવીરપ્રભુ ગુજરાત-કાઠીઆવાડ કે મારવાડમાં આવ્યા જ નથી. જેઓ પ્રભુ ગુજરાત-કાઠીઆવાડ કે મારવાડમાં પધાર્યા હતા એમ કહે છે તેમનું કથન ભ્રમમાત્ર છે. પ્રભુને વિહાર પૂર્વ હિન્દના પ્રદેશમાં જ થયું હતું. તેમને ઉપસર્ગો પણ એજ પ્રદેશમાં થયા હતા. બાકી બધી સ્થાપનાઓ છે.
આ સંબંધી, હું શ્રી મહાવીર સ્વામીના વિહારવિષયક પુસ્તક અને ડૉ. ત્રિભુવનદાસ શાહકૃત પ્રાચીન ભારતવર્ષ” (ભાગ પહેલે)ના સમાલોચના-ગ્રંથમાં વિશેષ લખવા ઈચ્છું છું.
શ્રીવીરપ્રભુના વિહાર આદિ સંબંધી, જનતા સત્ય હકીકતો ગ્રહણ કરે એ આશા અને સૂચના સાથે વિરમું છું.
સમાપ્ત. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com