SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) ઉપર્યુક્ત મૂર્તિઓના લેખોની સાલે જોતાં, એ મૂર્તિએનું નિર્માણ જે તે પ્રભુની વિદ્યમાનતામાં સ્વને પણ સંભવિત નથી એ દીવા જેવું સ્પષ્ટ છે. આથી મુંડસ્થલ તીર્થનું મંદિર જીવિતસ્વામીનું મંદિર હોવાનું કહીને, જેઓ વીર પ્રભુ આબુ પ્રદેશમાં પધાર્યા હતા એમ કહે છે તેમનું કથન સર્વથા અસમંજસ છે.* શ્રીવીરપ્રભુને કલેપસર્ગ અને ચંડકોશીયા નાગને ઉપસર્ગ અનુક્રમે નાદીયા અને બ્રાહ્મણવાડામાં કે તેની પાસે થયો હતો એ મંતવ્ય સત્ય નથી. પ્રભુને કીલેપસર્ગ છમાણિ પાસે અને ચંડકેશીયા નાગને ઉપસર્ગ કનકખલ આશ્રમની સમીપમાં થયે હતો. છમ્માણ પૂર્વ હિન્દમાં હતું. એ આબુનું સાની નથી. કનકખલ આશ્રમ એ કંઈ આબુ ઉપરનું કનખલ નામક તીર્થ નથી. એ આશ્રમ પૂર્વ હિન્દને એક સુપ્રસિદ્ધ આશ્રમ હતો. ભગવાન પ્રથમ ચાતુર્માસ બાદ, તામી જતા હતા ત્યારે તેમના વિહારમાં એ આશ્રમ આવ્યું હતું. કેટલાક આ આશ્રમની નાંદીયા ગામ સાથે સરખામણી કરે છે એતે વિચિત્રતાની પરાકાષ્ટારૂપ છે. કનકખલ આશ્રમ આબુ ઉપર હેવાનું કેટલાકનું મંતવ્ય કેમ માની શકાય ? કનખલ આશ્રમ શ્વેતામ્બી જતાં આવે છે. પ્રભુ એ આશ્રમથી વેતામ્બી અને ત્યાંથી સાવથી ગયા હતા. કનખલ * નાણા, દીયાણા અને નાંદીયા આ ત્રણ ગામમાં જીવિતસ્વામીનાં મંદિર છે એવી માન્યતા કેવી છે એ આ ઉપરથી સમજી કરો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035304
Book TitleVeer Vihar Mimansa
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1936
Total Pages24
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy