Book Title: Vachanamrut 0718 2 Atma Siddhi Gatha 024 to 073
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330841/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 718 આત્મ-સિદ્ધિ નડિયાદ, આસો વદ 1, ગુરૂ, 1952 આત્મ-સિદ્ધિ.1 જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરૂ ભગવંત. 1 જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળે ઉત્પન્ન થવા યોગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેૐ એવા શ્રી સદગુરૂ ભગવાનને નમસ્કાર કરું છું.1 વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; Pવિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય. 2 આ વર્તમાનકાળમાં મોક્ષમાર્ગ ઘણો લોપ થઈ ગયો છે, જે મોક્ષમાર્ગ આત્માર્થીને વિચારવા માટે (ગુરૂશિષ્યના સંવાદરૂપે) અત્રે પ્રગટ કહીએ છીએ. 2 કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. 3 કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે, અને કોઈ શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યા છે, એમ મોક્ષમાર્ગ માને છે, જે જોઈને દયા આવે છે. 3 બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આઈ. 4 1 આ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' ની 142 ગાથા “આત્મસિદ્ધિ' તરીકે સં. ૧૯૫ર ના આસો વદ 1 ગુરૂવારે નડિયાદમાં શ્રીમની સ્થિરતા હતી ત્યારે રચી હતી. આ ગાથાઓના ટૂંકા અર્થ ખંભાતના એક પરમ મુમુક્ષુ શ્રી અંબાલાલ લાલચંદે કરેલ છે, જે શ્રીમન્ની દ્રષ્ટિ તળે તે વખતે નીકળી ગયેલ છે, (જુઓ આંક 730 નો પત્ર). આ ઉપરાંત “શ્રીમદ્ રાજચંદ્ર' ની પહેલી અને બીજી આવૃત્તિમાંના આંક 442, 444, 445, 446, 447, 448, 449, 450, 451 ના પત્રો શ્રીમદે પોતે આત્મસિદ્ધિના વિવેચનરૂપે લખેલ છે, જે આત્મસિદ્ધિ રચી તેને બીજે દિવસે એટલે આસો વદ 2, 1952 ના લખાયેલા છે. આ વિવેચન જે જે ગાથા અંગેનું છે તે તે ગાથા નીચે આપેલ છે. 2 પાઠાંતર : ગુરૂ શિષ્ય સંવાદથી, કહીએ તે અગોપ્ય. Page #2 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય ક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે, તે અહીં ક્રિયાજડ કહ્યા છે. 4 બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. 5 બંધ, મોક્ષ માત્ર કલ્પના છે, એવાં નિશ્ચયવાક્ય માત્ર વાણીમાં બોલે છે, અને તથારૂપ દશા થઈ નથી, મોહના પ્રભાવમાં વર્તે છે, એ અહીં શુષ્કજ્ઞાની કહ્યા છે. 5 વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન, 6 વૈરાગ્યત્યાગાદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત મોક્ષની પ્રાપ્તિના હેતુ છે. અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય, તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. 6 વૈરાગ્ય, ત્યાગ, દયાદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે તે જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે અર્થાત ભવનું મૂળ છેદે છે, અથવા વૈરાગ્ય, ત્યાગ, દયાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે. એટલે જીવમાં પ્રથમ એ ગુણો આવ્યેથી સદગુરૂનો ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજ્વળ અંતઃકરણ વિના સદગુરૂનો ઉપદેશ પરિણમતો નથી, તેથી વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધનો છે, એમ કહ્યું. અત્રે જે જીવો ક્રિયાજડ છે તેને એવો ઉપદેશ કર્યો કે કાયા જ માત્ર રોકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી, વૈરાગ્યાદિ ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, માટે તમે તે ક્રિયાને અવગાહો, અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી; કેમકે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી. માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણોમાં વર્તો, અને કાયક્લેશરૂપ પણ કષાયાદિનું જેમાં તથારૂપ કંઈ ક્ષીણપણું થતું નથી તેમાં તમે મોક્ષમાર્ગનો દુરાગ્રહ રાખો નહીં, એમ ક્રિયાજડને કહ્યું; અને જે શુષ્કજ્ઞાનીઓ ત્યાગવૈરાગ્યાદિ રહિત છે, માત્ર વાચા જ્ઞાની છે તેને એમ કહ્યું કે વૈરાગ્યાદિ સાધન છે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે, કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તમે વૈરાગ્યાદિ પણ પામ્યા નથી, તો આત્મજ્ઞાન ક્યાંથી પામ્યા હો તે કંઈક આત્મામાં વિચારો. સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂર્છાનું અલ્પત્વ, ભોગમાં અનાસક્તિ, તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી, અને આત્મજ્ઞાન પામ્યું તો તે ગુણો અત્યંત દ્રઢ થાય છે, કેમકે આત્મજ્ઞાનરૂપ મૂળ તેને પ્રાપ્ત થયું. તેને બદલે તમે આત્મજ્ઞાન અમને છે એમ માનો છો અને આત્મામાં તો ભોગાદિ કામનાની અગ્નિ બળ્યા કરે છે, પૂજાસત્કારાદિની કામના વારંવાર સ્કુરાયમાન થાય છે, સહજ અશાતાએ બહુ આકુળવ્યાકુળતા થઈ જાય છે, તે કેમ લક્ષમાં આવતાં નથી કે આ આત્મજ્ઞાનનાં લક્ષણો નહીં. માત્ર Page #3 -------------------------------------------------------------------------- ________________ માનાદિ કામનાએ આત્મજ્ઞાની કહેવરાવું છું,’ એમ જે સમજવામાં આવતું નથી તે સમજો; અને વૈરાગ્યાદિ સાધનો પ્રથમ તો આત્મામાં ઉત્પન્ન કરો કે જેથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય. (6) ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. 7 જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાધનો ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય; અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે, અર્થાત અજ્ઞાનપૂર્વક ત્યાગવૈરાગ્યાદિ હોવાથી તે પૂજાસત્કારાદિથી પરાભવ પામે, અને આત્માર્થ ચૂકી જાય. 7 જેના અંતઃકરણમાં ત્યાગવૈરાગ્યાદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. કેમકે મલિન અંતઃકરણરૂપ દર્પણમાં આત્મોપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમ જ માત્ર ત્યાગવૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાના આત્માનું ભાન ભૂલે. અર્થાત આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગવૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ જાય, જેથી સંસારનો ઉચ્છેદ ન થાય, માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાત તે આત્મજ્ઞાનને પામે નહીં. એમ ક્રિયાજડને સાધન-ક્રિયા અને તે સાધનનું જેથી સફળપણું થાય છે એવા આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો અને શુષ્કજ્ઞાનીને ત્યાગ વૈરાગાદિ સાધનનો ઉપદેશ કરી વાચાજ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું. (7). જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. 8 જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજે, અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માર્થી પુરુષનાં લક્ષણો છે. જે જે ઠેકાણે જે જે યોગ્ય છે એટલે જ્યાં ત્યાગવૈરાગ્યાદિ યોગ્ય હોય ત્યાં ત્યાગવૈરાગ્યાદિ સમજે, જ્યાં આત્મજ્ઞાન યોગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન સમજે, એમ જે જ્યાં જોઈએ તે ત્યાં સમજવું અને ત્યાં ત્યાં તે તે પ્રમાણે પ્રવર્તવું, એ આત્માર્થી જીવનું લક્ષણ છે. અર્થાત મતાર્થી હોય કે માનાર્થી હોય તે યોગ્ય માર્ગને ગ્રહણ ન કરે. અથવા ક્રિયામાં જ જેને દુરાગ્રહ થયો છે, અથવા શુષ્કજ્ઞાનના જ અભિમાનમાં જેણે જ્ઞાનીપણું માની લીધું છે, તે ત્યાગવૈરાગ્યાદિ સાધનને અથવા આત્મજ્ઞાનને ગ્રહણ ન કરી શકે. જે આત્માર્થી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે તે તે કરે અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે; અથવા જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે અને જ્યાં જે જે આચરવું ઘટે છે તે તે આચરે, તે આત્માર્થી કહેવાય. Page #4 -------------------------------------------------------------------------- ________________ અત્રે ‘સમજવું’ અને ‘આચરવું” એ બે સામાન્ય પદે છે. પણ વિભાગ પદે કહેવાનો આશય એવો પણ છે કે જે જે જ્યાં સમજવું ઘટે તે તે ત્યાં સમજવાની કામના જેને છે અને જે જે જ્યાં આચરવું ઘટે તે તે ત્યાં આચરવાની જેને કામના છે તે પણ આત્માર્થી કહેવાય. (8). સેવે સગુરૂચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. 9 પોતાના પક્ષને છોડી દઈ, જે સદગુરૂના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપનો લક્ષ તેને થાય. 9 ઘણાને ક્રિયાજડત્વ વર્તે છે, અને ઘણાને શુષ્કજ્ઞાનીપણું વર્તે છે તેનું શું કારણ હોવું જોઈએ ? એવી આશંકા રી તેનું સમાધાન :- સદગુરૂના ચરણને જે પોતાનો પક્ષ એટલે મત છોડી દઈ સેવે તે પરમાર્થને પામે. અને નિજપદનો એટલે આત્મસ્વભાવનો લક્ષ લે. અર્થાત ઘણાને ક્રિયાજડત્વ વર્તે છે તેનો હેતુ એ છે કે અસગુરૂ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાધનને જાણતા નથી તેનો તેણે આશ્રય કર્યો છે, જેથી તેને માત્ર ક્રિયાજડત્વનો એટલે કાયક્લેશનો માર્ગ જાણે છે, તેમાં વળગાડે છે, અને કુળધર્મ દ્રઢ કરાવે છે, જેથી તેને સદગુરૂનો યોગ મેળવવાની આકાંક્ષા થતી નથી, અથવા તેવા યોગ મળે પણ પક્ષની દ્રઢ વાસના તેને સદુપદેશસન્મુખ થવા દેતી નથી, એટલે ક્રિયાજડત્વ ટળતું નથી; અને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. અને જે શુષ્કજ્ઞાની છે તેણે પણ સગુરૂના ચરણ સેવ્યા નથી, માત્ર પોતાની પ્રતિકલ્પનાથી સ્વચ્છંદપણે અધ્યાત્મગ્રંથો વાંચ્યા છે, અથવા શુષ્કજ્ઞાની સમીપથી તેવા ગ્રંથો કે વચનો સાંભળી લઈને પોતાને વિષે જ્ઞાનીપણું માન્યું છે, અને જ્ઞાની ગણાવાના પદનું એક પ્રકારનું માન છે તેમાં તેને મીઠાશ રહી છે, અને એ તેનો પક્ષ થયો છે, અથવા કોઈ એક કારણવિશેષથી શાસ્ત્રોમાં દયા, દાન, અને હિંસા, પૂજાનું સમાનપણું કહ્યું છે તેવાં વચનોને તેનો પરમાર્થ સમજ્યા વિના હાથમાં લઈને માત્ર પોતાને જ્ઞાની મનાવા અર્થે, અને પામર જીવના તિરસ્કારના અર્થે તે વચનોનો ઉપયોગ કરે છે, પણ તેવાં વચનો કયે લક્ષે સમજવાથી પરમાર્થ થાય છે તે જાણતો નથી. વળી જેમ દયાદાનાદિકનું શાસ્ત્રોમાં નિષ્ફળપણું કહ્યું છે તેમ નવપૂર્વ સુધી ભણ્યા છતાં તે પણ અફળ ગયું એમ જ્ઞાનનું પણ નિષ્ફળપણું કહ્યું છે, તો તે શુષ્કજ્ઞાનનો જ નિષેધ છે. એમ છતાં તેનો લક્ષ તેને થતો નથી, કેમકે જ્ઞાની બનવાના માને તેનો આત્મા મૂઢતાને પામ્યો છે, તેથી તેને વિચારનો અવકાશ રહ્યો નથી. એમ ક્રિયાજડ અથવા શુષ્કજ્ઞાની તે બન્ને ભૂલ્યા છે, અને તે પરમાર્થ પામવાની વાંછા રાખે છે, અથવા પરમાર્થ પામ્યા છીએ એમ કહે છે, તે માત્ર તેમનો દુરાગ્રહ તે પ્રત્યક્ષ દેખાય છે. જો સગુરૂના ચરણ સેવ્યા હોત, તો એવા દુરાગ્રહમાં પડી જવાનો વખત ન આવત, અને આત્મસાધનમાં જીવ દોરાત, અને તથારૂપ સાધનથી પરમાર્થને પામત, અને નિજપદનો લક્ષ લેત; અર્થાત તેની વૃત્તિ આત્મસન્મુખ થાત. વળી ઠામ ઠામ એકાકીપણે વિચરવાનો નિષેધ કર્યો છે, અને સદગુરૂની સેવામાં વિચરવાનો જ ઉપદેશ કર્યો છે; તેથી પણ એમ સમજાય છે કે જીવને હિતકારી અને મુખ્ય માર્ગ તે જ છે; અને અસગુરૂથી પણ કલ્યાણ થાય એમ કહેવું તે તો તીર્થંકરાદિની, જ્ઞાનીની આશાતના કરવા સમાન છે, કેમકે તેમાં અને અસગરૂમાં કંઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ ભેદ ન પડ્યો; જન્માંધ, અને અત્યંત શુદ્ધ નિર્મળ ચક્ષવાળાનું કંઈ ન્યૂનાધિકપણું ઠર્યું જ નહીં. વળી કોઈ ‘શ્રી ઠાણાંગસૂત્રની ચોભંગી ગ્રહણ કરીને એમ કહે કે “અભવ્યના તાર્યા પણ તરે', તો તે વચન પણ વદતોવ્યાઘાત જેવું છે; એક તો મૂળમાં ‘ઠાણાંગ’માં તે પ્રમાણે પાઠ જ નથી; જે પાઠ છે તે આ પ્રમાણે છે:4 ......... તેનો શબ્દાર્થ આ પ્રમાણે છે:-' ....... તેનો વિશેષાર્થ ટીકાકારે આ પ્રમાણે કર્યો છે? - ......... જેમાં કોઈ સ્થળે અભવ્યના તાર્યા તરે એવું કહ્યું નથી, અને કોઈ એક ટબામાં કોઈએ એવું વચન લખ્યું છે તે તેની સમજનું અયથાર્થપણું સમજાય છે. કદાપિ એમ કોઈ કહે કે અભવ્ય કહે છે તે યથાર્થ નથી, એમ ભાસવાથી યથાર્થ શું છે, તેનો લક્ષ થવાથી સ્વવિચારને પામીને તર્યા એમ અર્થ કરીએ તો તે એક પ્રકારે સંભવિત થાય છે, પણ તેથી અભવ્યના તાર્યા તર્યા એમ કહી શકાતું નથી. એમ વિચારી જે માર્ગેથી અનંત જીવ તર્યા છે, અને તરશે તે માર્ગને અવગાહવો અને સ્વકલ્પિત અર્થનો માનાદિની જાળવણી છોડી દઈ ત્યાગ કરવો એ જ શ્રેય છે. જો અભવ્યથી તરાય છે એમ તમે કહો, તો તે અવશ્ય નિશ્ચય થાય છે કે અસગુરૂથી તરાશે એમાં કશો સંદેહ નથી. અને અસોચ્યા કેવળી જેમણે પૂર્વે કોઈ પાસેથી ધર્મ સાંભળ્યો નથી તેને કોઈ તથારૂપ આવરણના ક્ષયથી જ્ઞાન ઊપસ્યું છે, એમ શાસ્ત્રમાં નિરૂપણ કર્યું છે, તે આત્માનું માહાસ્ય દર્શાવવા, અને જેને સદગુરયોગ ન હોય તેને જાગ્રત કરવા, તે તે અનેકાંત માર્ગ નિરૂપણ કરવા દર્શાવ્યું છે, પણ સદગુરૂઆશાએ પ્રવર્તવાનો માર્ગ ઉપેક્ષિત કરવા દર્શાવ્યું નથી. વળી એ સ્થળે તો ઊલટું તે માર્ગ ઉપર દ્રષ્ટિ આવવા વધારે સબળ કર્યું છે, અને કહ્યું છે કે તે અસોચ્યા કેવળી ............ અર્થાત અસોચ્યા કેવળીનો આ પ્રસંગ સાંભળીને કોઈએ જે શાશ્વતમાર્ગ ચાલ્યો આવે છે, તેના નિષેધ પ્રત્યે જવું એવો આશય નથી, એમ નિવેદન કર્યું છે. કોઈ તીવ્ર આત્માર્થીને એવો કદાપિ સગરૂનો યોગ ન મળ્યો હોય, અને તેની તીવ્ર કામનામાં ને કામનામાં જ નિજવિચારમાં પડવાથી, અથવા તીવ્ર આત્માને લીધે નિજવિચારમાં પડવાથી, આત્મજ્ઞાન થયું હોય તો તે સગુરૂમાર્ગનો ઉપેક્ષિત નહીં એવો, અને સગુરૂથી પોતાને જ્ઞાન મળ્યું નથી માટે મોટો છું એવો નહીં હોય, તેને થયું હોય એમ વિચારી વિચારવાન જીવે શાશ્વત મોક્ષમાર્ગનો લોપ ન થાય તેવું વચન પ્રકાશવું જોઈએ. એક ગામથી બીજે ગામ જવું હોય અને તેનો માર્ગ દીઠો ન હોય એવો પોતે પચાસ વર્ષનો પુરુષ હોય, અને લાખો ગામ જોઈ આવ્યો હોય તેને પણ તે માર્ગની ખબર પડતી નથી, અને કોઈને પૂછે ત્યારે જણાય છે, નહીં તો ભૂલ ખાય છે; અને તે માર્ગને જાણનાર એવું દશ વર્ષનું બાળક પણ તેને તે માર્ગ દેખાડે છે તેથી તે પહોંચી શકે છે; એમ લૌકિકમાં અથવા વ્યવહારમાં પણ પ્રત્યક્ષ છે. માટે જે આત્માર્થી હોય, અથવા જેને 3 જુઓ આંક 542. 4 મૂળ પાઠ મૂકવા ધારેલો પણ મુકાયો લાગતો નથી. 5 મૂળ પાઠ મૂકવા ધારેલો પણ મુકાયો લાગતો નથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ આત્માર્થની ઇચ્છા હોય તેણે સદગુરૂના યોગે કરવાના કામી જીવનું કલ્યાણ થાય એ માર્ગ લોપવો ઘટે નહીં, કેમકે તેથી સર્વ જ્ઞાનીપુરુષની આજ્ઞા લોપવા બરાબર થાય છે. પૂર્વે સગુરૂનો યોગ તો ઘણી વખત થયો છે, છતાં જીવનું કલ્યાણ થયું નહીં, જેથી સગુરૂના ઉપદેશનું એવું કંઈ વિશેષપણું દેખાતું નથી, એમ આશંકા થાય તો તેનો ઉત્તર બીજા પદમાં જ કહ્યો છે કે :જે પોતાના પક્ષને ત્યાગી દઈ સગુરૂના ચરણને સેવે, તે પરમાર્થને પામે. અર્થાત પૂર્વે સદગુરૂનો યોગ થવાની વાત સત્ય છે, પરંતુ ત્યાં જીવે તેને સગુરૂ જાણ્યા નથી, અથવા ઓળખ્યા નથી, પ્રતીત્યા નથી, અને તેની પાસે પોતાનાં માન અને મત મૂક્યાં નથી, અને તેથી સદગુરૂનો ઉપદેશ પરિણામ પામ્યો નહીં, અને પરમાર્થની પ્રાપ્તિ થઈ નહીં; એમ જો પોતાનો મત એટલે સ્વચ્છેદ અને કુળધર્મનો આગ્રહ દૂર કરીને સદુપદેશ ગ્રહણ કરવાનો કામી થયો હોત તો અવશય પરમાર્થ પામત. અત્રે અસદગુરૂએ દ્રઢ કરાવેલા દુર્બોધથી અથવા માનાદિકના તીવ્ર કામીપણાથી એમ પણ આશંકા થવી સંભવે છે કે કંઈક જીવોનાં પૂર્વે કલ્યાણ થયાં છે; અને તેમને સદગુરૂના ચરણ સેવ્યા વિના કલ્યાણની પ્રાપ્તિ થઈ છે, અથવા અસદગુરૂથી પણ કલ્યાણની પ્રાપ્તિ થાય; અસદગુરૂને પોતાને ભલે માર્ગની પ્રતીતિ નથી, પણ બીજાને તે પમાડી શકે, એટલે બીજો તે માર્ગની પ્રતીતિ, તેનો ઉપદેશ સાંભળીને કરે તો તે પરમાર્થને પામે; માટે સદગુરૂચરણને સેવ્યા વિના પણ પરમાર્થની પ્રાપ્તિ થાય, એવી આશંકાનું સમાધાન કરે છે : યદ્યપિ કોઈ જીવો પોતે વિચાર કરતાં બૂઝયા છે, એવો શાસ્ત્રમાં પ્રસંગ છે, પણ કોઈ સ્થળે એવો પ્રસંગ કહ્યો નથી કે અસદુગરૂથી અમુક બૂઝયા. હવે કોઈ પોતે વિચાર કરતાં બૂઝયા છે એમ કહ્યું છે તેમાં શાસ્ત્રોનો કહેવાનો હેતુ એવો નથી કે સગુરૂની આજ્ઞાએ વર્તવાથી જીવનું કલ્યાણ થાય છે એમ અમે કહ્યું છે પણ તે વાત યથાર્થ નથી; અથવા સદગુરૂની આજ્ઞાનું જીવને કંઈ કારણ નથી એમ કહેવાને માટે. તેમ જે જીવો પોતાના વિચારથી સ્વયંબોધ પામ્યા છે એમ કહ્યું છે તે પણ વર્તમાન દેહે પોતાના વિચારથી અથવા બોધથી બૂડ્યા કહ્યા છે, પણ પૂર્વે તે વિચાર અથવા બોધ તેણે સન્મુખ કર્યો છે તેથી વર્તમાનમાં તે સ્કુરાયમાન થવાનો સંભવ છે. તીર્થંકરાદિ “સ્વયંબુદ્ધ' કહ્યા છે તે પણ પૂર્વે ત્રીજે ભવે સદગુરૂથી નિશ્ચય સમકિત પામ્યા છે એમ કહ્યું છે. એટલે તે સ્વયંબુદ્ધપણું કહ્યું છે તે વર્તમાન દેહની અપેક્ષાએ કહ્યું છે, અને તે સદગુરૂપદના નિષેધને અર્થે કહ્યું નથી. અને જો સદગરૂપદનો નિષેધ કરે તો તે ‘સદુદેવ, સદગુરૂ અને સદ્ધર્મની પ્રતીતિ વિના સમકિત કહ્યું નથી’, તે કહેવા માત્ર જ થયું. અથવા જે શાસ્ત્રનું તમે પ્રમાણ લો છો તે શાસ્ત્ર સદગુરૂ એવા જિનનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં યોગ્ય છે કે કોઈ અસદગુરૂનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં યોગ્ય છે ? જો અસગુરૂનાં શાસ્ત્રો પણ પ્રમાણિક માનવામાં બાધ ન હોય, તો તો અજ્ઞાન અને રાગદ્વેષ આરાધવાથી પણ મોક્ષ થાય એમ કહેવામાં બાધ નથી, તે વિચારવા યોગ્ય છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ‘આચારાંગસૂત્રમાં (પ્રથમ શ્રુતસ્કંધ, પ્રથમાધ્યયનના પ્રથમ ઉદ્દેશે, પ્રથમ વાક્ય) કહ્યું છે કેઃ- આ જીવ પૂર્વથી આવ્યો છે ? પશ્ચિમથી આવ્યો છે ? ઉત્તરથી આવ્યો છે ? દક્ષિણથી આવ્યો છે ? અથવા ઊંચેથી ? નીચેથી કે કોઈ અનેરી દિશાથી આવ્યો છે ? એમ જે જાણતો નથી તે મિથ્યાદ્રષ્ટિ છે, જે જાણે તે સમ્યગ્દષ્ટિ છે. તે જાણવાનાં ત્રણ કારણો આ પ્રમાણે :- (1) તીર્થકરના ઉપદેશથી, (2) સગુરૂના ઉપદેશથી, અને (3) જાતિસ્મૃતિજ્ઞાનથી. અત્રે જાતિસ્મૃતિ જ્ઞાન કહ્યું તે પણ પૂર્વના ઉપદેશની સંધિ છે. એટલે પૂર્વે તેને બોધ થવામાં સદગુરૂનો અસંભવ ધારવો ઘટતો નથી. વળી ઠામ ઠામ જિનાગમમાં એમ કહ્યું છે કે : ‘ગુરુનો છઠ્ઠાણુવત્ત IT' ગુરૂની આજ્ઞાએ પ્રવર્તવું. ગુરૂની આજ્ઞાએ ચાલતાં અનંતા જીવો સીઝયા, સીઝે છે અને સીઝશે. તેમ કોઈ જીવ પોતાના વિચારથી બોધ પામ્યા, તેમાં પ્રાયે પૂર્વે સગુરૂઉપદેશનું કારણ હોય છે. પણ કદાપિ જ્યાં તેમ ન હોય ત્યાં પણ તે સગુરૂનો નિત્યકામી રહ્યો થકો સદ્વિચારમાં પ્રેરાતો પ્રેરાતો સ્વવિચારથી આત્મજ્ઞાન પામ્યો એમ કહેવા યોગ્ય છે; અથવા તેને કંઈ સગુરૂની ઉપેક્ષા નથી અને જ્યાં સદગુરૂની ઉપેક્ષા વર્તે ત્યાં માનનો સંભવ થાય છે, અને જ્યાં સદ્ગુરૂ પ્રત્યે માન હોય ત્યાં કલ્યાણ થવું કહ્યું, કે તેને સદ્વિચાર પ્રેરવાનો આત્મગુણ કહ્યો. તથારૂપ માન આત્મગુણનું અવશ્ય ઘાતક છે. બાહુબળજીમાં અનેક ગુણસમૂહ વિદ્યમાન છતાં નાના અઠ્ઠાણું ભાઈને વંદન કરવામાં પોતાનું લઘુપણું થશે, માટે અત્રે જ ધ્યાનમાં રોકાવું યોગ્ય છે એમ રાખી એક વર્ષ સુધી નિરાહારપણે અનેક ગુણસમુદાયે આત્મધ્યાનમાં રહ્યા, તોપણ આત્મજ્ઞાન થયું નહીં. બાકી બીજી બધી રીતની યોગ્યતા છતાં એક એ માનના કારણથી તે જ્ઞાન અટક્યું હતું. જ્યારે શ્રી ઋષભદેવે પ્રેરેલી એવી બ્રાહ્મી અને સુંદરી સતીએ તેને તે દોષ નિવેદન કર્યો અને તે દોષનું ભાન તેને થયું તથા તે દોષની ઉપેક્ષા કરી અસારત્વ જાણ્યું ત્યારે કેવળજ્ઞાન થયું. તે માન જ અત્રે ચાર ઘનઘાતી કર્મનું મૂળ થઈ વર્યું હતું. વળી બાર બાર મહિના સુધી નિરાહારપણે, એક લક્ષે, એક આસને, આત્મવિચારમાં રહેનાર એવા પુરુષને એટલા માને તેવી બારે મહિનાની દશા સફળ થવા ન દીધી, અર્થાત તે દશાથી માન ન સમજાયું અને જ્યારે સગુરૂ એવા શ્રી ઋષભદેવે તે માન છે એમ પ્રેર્યું ત્યારે મુહર્તમાં તે માન વ્યતીત થયું; એ પણ સદગુરૂનું જ માહાસ્ય દર્શાવ્યું છે. વળી આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. ‘આચારાંગસૂત્ર'માં કહ્યું છે કે :(સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે, કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે અમને આમ કહ્યું છે.) ગુરૂને આધીન થઈ વર્તતા એવા અનંતા પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. ‘ઉત્તરાધ્યયન’, ‘સૂયગડાંગાદિમાં ઠામ ઠામ એ જ કહ્યું છે. (9) 6 સૂત્રકૃતાંગ, પ્રથમ શ્રુતસ્કંધ, દ્વિતીય અધ્યયન, ગા૦ 32. Page #8 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમથુત, સગુરૂ લક્ષણ યોગ્ય. 10 આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત થયા છે; તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને ષદર્શનના તાત્પર્યને જાણે છે, તે સગુરૂનાં ઉત્તમ લક્ષણો છે. 10. સ્વરૂપસ્થિત ઇચ્છારહિત, વિચરે પૂર્વપ્રયોગ; અપૂર્વ વાણી, પરમથુત, સદગુરૂલક્ષણ યોગ્ય. આત્મસ્વરૂપને વિષે જેની સ્થિતિ છે, વિષય અને માન પૂજાદિ ઇચ્છાથી રહિત છે, અને માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મના પ્રયોગથી જે વિચરે છે; જેમની વાણી અપૂર્વ છે, અર્થાત નિજઅનુભવસહિત જેનો ઉપદેશ હોવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે, અને પરમશ્રત એટલે ષદર્શનના યથાસ્થિત જાણ હોય, એ સદગુરૂનાં યોગ્ય લક્ષણો છે. અત્રે સ્વરૂપસ્થિત એવું પ્રથમ પદ કહ્યું તેથી જ્ઞાનદશા કહી. ઇચ્છારહિતપણું કહ્યું તેથી ચારિત્રદશા કહી. ઇચ્છારહિત હોય તે વિચરી કેમ શકે ? એવી આશંકા, ‘પૂર્વપ્રયોગ એટલે પૂર્વનાં બંધાયેલાં પ્રારબ્ધથી વિચરે છે; વિચરવા આદિની બાકી જેને કામના નથી,' એમ કહી નિવૃત્ત કરી. અપૂર્વ વાણી એમ કહેવાથી વચનાતિશયતા કહી, કેમકે તે વિના મુમુક્ષને ઉપકાર ન થાય. પરમશ્રત કહેવાથી ષદર્શન અવિરુદ્ધ દશાએ જાણનાર કહ્યા, એટલે શ્રુતજ્ઞાનનું વિશેષપણું દર્શાવ્યું. આશંકા :- વર્તમાનકાળમાં સ્વરૂપસ્થિત પુરુષ હોય નહીં, એટલે જ સ્વરૂપસ્થિત વિશેષણવાળા સદગુરૂ કહ્યા છે, તે આજે હોવા યોગ્ય નથી. સમાધાન :- વર્તમાનકાળમાં કદાપિ એમ કહેલું હોય તો કહેવાય કે ‘કેવળભૂમિકા'ને વિષે એવી સ્થિતિ અસંભવિત છે, પણ આત્મજ્ઞાન જ ન થાય એમ કહેવાય નહીં, અને આત્મજ્ઞાન છે તે સ્વરૂપસ્થિતિ છે. આશંકા :- આત્મજ્ઞાન થાય તો વર્તમાનકાળમાં મુક્તિ થવી જોઈએ અને જિનાગમમાં ના કહી છે. સમાધાન :- એ વચન કદાપિ એકાંતે એમ જ છે એમ ગણીએ, તોપણ તેથી એકાવતારીપણાનો નિષેધ થતો નથી, અને એકાવતારીપણું આત્મજ્ઞાન વિના પ્રાપ્ત થાય નહીં. આશંકા :- ત્યાગ વૈરાગ્યાદિના ઉત્કૃષ્ટપણાથી તેને એકાવતારીપણું કહ્યું હશે. 7 જુઓ આંક 837 Page #9 -------------------------------------------------------------------------- ________________ સમાધાન :- પરમાર્થથી ઉત્કૃષ્ટ ત્યાગવૈરાગ્ય વિના એકાવતારીપણું થાય જ નહીં, એવો સિદ્ધાંત છે, અને વર્તમાનમાં પણ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકનો કશો નિષેધ છે નહીં અને ચોથે ગુણસ્થાનકેથી જ આત્મજ્ઞાનનો સંભવ થાય છે; પાંચમે વિશેષ સ્વરૂપસ્થિતિ થાય છે, છ ઘણા અંશે સ્વરૂપસ્થિતિ થાય છે, પૂર્વપ્રેરિત પ્રમાદના ઉદયથી માત્ર કંઈક પ્રમાદદશા આવી જાય છે. પણ તે આત્મજ્ઞાનને રોધક નથી, ચારિત્રને રોધક છે. આશંકા :- અત્રે તો સ્વરૂપસ્થિત એવું પદ વાપર્યું છે, અને સ્વરૂપસ્થિત પદ તો તેરમે ગુણસ્થાનકે જ સંભવે સમાધાન :- સ્વરૂપસ્થિતિની પરાકાષ્ઠા તો ચૌદમા ગુણસ્થાનકને છેડે થાય છે, કેમકે નામ ગોત્રાદિ ચાર કર્મનો નાશ ત્યાં થાય છે, તે પહેલાં કેવળીને ચાર કર્મનો સંગ છે, તેથી સંપૂર્ણ સ્વરૂપસ્થિતિ તો તેરમે ગુણસ્થાનકે પણ ન કહેવાય. આશંકા :- ત્યાં નામાદિ કર્મથી કરીને અવ્યાબાધ સ્વરૂપસ્થિતિની ના કહે તો તે ઠીક છે, પણ કેવળજ્ઞાનરૂપ સ્વરૂપસ્થિતિ છે, તેથી સ્વરૂપસ્થિતિ કહેવામાં દોષ નથી, અને અત્રે તો તેમ નથી, માટે સ્વરૂપસ્થિતિપણું કેમ કહેવાય ? સમાધાન :- કેવળજ્ઞાનને વિષે સ્વરૂપસ્થિતિનું તારતમ્ય વિશેષ છે; અને ચોથ, પાંચમે, છ ગુણસ્થાનકે તેથી અલ્પ છે, એમ કહેવાય; પણ સ્વરૂપસ્થિતિ નથી એમ ન કહી શકાય. ચોથે ગુણસ્થાનકે મિથ્યાત્વમુક્તદશા થવાથી આત્મસ્વભાવઆવિર્ભાવપણું છે, અને સ્વરૂપસ્થિતિ છે; પાંચમે ગુણસ્થાનકે દેશે કરીને ચારિત્રઘાતક કષાયો રોકાવાથી આત્મસ્વભાવનું ચોથા કરતાં વિશેષ આવિર્ભાવપણું છે, અને છઠ્ઠામાં કષાયો વિશેષ રોકાવાથી સર્વ ચારિત્રનું ઉદયપણું છે, તેથી આત્મસ્વભાવનું વિશેષ આવિર્ભાવપણું છે. માત્ર છકે ગુણસ્થાનકે પૂર્વનિબંધિત કર્મના ઉદયથી પ્રમત્તદશા ક્વચિત વર્તે છે તેને લીધે ‘પ્રમત્ત’ સર્વ ચારિત્ર કહેવાય, પણ તેથી સ્વરૂપસ્થિતિમાં વિરોધ નહીં, કેમકે આત્મસ્વભાવનું બાહુલ્યતાથી આવિર્ભાવપણું છે. વળી આગમ પણ એમ કહે છે કે, ચોથે ગુણસ્થાનકેથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનનો તારતમ્યભેદ છે. જો ચોથે ગુણસ્થાનકે સ્વરૂપસ્થિતિ અંશે પણ ન હોય, તો મિથ્યાત્વ જવાનું ફળ શું થયું ? કંઈ જ થયું નહીં. જે મિથ્યાત્વ ગયું તે જ આત્મસ્વભાવનું આવિર્ભાવપણું છે, અને તે જ સ્વરૂપસ્થિતિ છે. જો સમ્યકત્વથી તથારૂપ સ્વરૂપસ્થિતિ ન હોત, તો શ્રેણિકાદિને એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય ? એક પણ ત્યાં વ્રત, પચ્ચખાણ નથી અને માત્ર એક જ ભવ બાકી રહ્યો એવું અલ્પસંસારીપણું થયું તે જ સ્વરૂપસ્થિતિરૂપ સમકિતનું બળ છે. પાંચમે અને છ ગુણસ્થાનકે ચારિત્રનું બળ વિશેષ છે, અને મુખ્યપણે ઉપદેશક ગુણસ્થાનક તો છછું અને તેરમું છે. બાકીનાં ગુણસ્થાનકો ઉપદેશકની પ્રવૃત્તિ કરી શકવા યોગ્ય નથી; એટલે તેરમે અને છઠ્ઠ ગુણસ્થાનકે તે પદ પ્રવર્તે છે.(૧૦) Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ સદગુરૂ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. 11 જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, અને તેનો ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મભ્રાંતિનું સમાધાન થાય એવા સદગુરૂનો સમાગમ પ્રાપ્ત થયો હોય તેમાં પરોક્ષ જિનોનાં વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. 11 સગુરૂના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમયે જિનસ્વરૂપ. 12 સગુરૂના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શો થાય ? જો સદગુરૂઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે. 12 સગુરૂના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમજો જિનસ્વભાવ તો, આત્મભાનનો ગુજ્ય. સગુરૂના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે, તે પોતાના સ્વરૂપની દશા પામે, કેમકે શુદ્ધ આત્માપણું એ જ જિનનું સ્વરૂપ છે; અથવા રાગ, દ્વેષ અને અજ્ઞાન જિનને વિષે નથી તે જ શુદ્ધ આત્મપદ છે, અને તે પદ તો સત્તાએ સર્વ જીવનું છે. તે સદગુરૂ-જિનને અવલંબીને અને જિનના સ્વરૂપને કહેવે કરી મુમુક્ષુ જીવને સમજાય છે. (12) આત્માદિ અસ્તિત્વના, એહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદગુરૂ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. 13 જે જિનાગમાદિ આત્માના હોવાપણાનો તથા પરલોકાદિના હોવાપણાનો ઉપદેશ કરવાવાળાં શાસ્ત્રો છે તે પણ જ્યાં પ્રત્યક્ષ સગુરૂનો જોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે; પણ સગુરૂ સમાન તે ભ્રાંતિના છેદક કહી ન શકાય. 13 અથવા સંગુરૂએ કહ્યાં, જે અવગાહન કાજ; 8 જુઓ આંક 527. 9 પાઠાંતર:-અથવા સદ્ગુરૂએ કહ્યાં, જો અવગાહન કાજ; તો તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. Page #11 -------------------------------------------------------------------------- ________________ તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. 14 અથવા જો સદગુરૂએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય, તો તે શાસ્ત્રો મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છોડીને માત્ર આત્માર્થે નિત્ય વિચારવાં. 14 રોકે જીવ સ્વછંદ તો, પામે અવશય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. 15 જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઇચ્છાએ ચાલ્યો છે, એનું નામ ‘સ્વચ્છેદ' છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળ અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એક્કે દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે. 15 પ્રત્યક્ષ સગુરૂ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. 16 પ્રત્યક્ષ સદ્ગુરૂના યોગથી તે સ્વચ્છંદ રોકાય છે, બાકી પોતાની ઇચ્છાએ બીજા ઘણા ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણો થાય છે. 16 સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગર્લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. 17 સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સગુરૂના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે ‘સમકિત’ કહ્યું છે. 17 માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદગુરૂ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. 18 માન અને પૂજાસત્કારાદિનો લોભ એ આદિ મહાશત્રુ છે, તે પોતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં, અને સદ્દગુરૂના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય. 18 જે સગુરૂ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરૂ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. 19 જે સગરના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાનને પામ્યા, તે સગુરૂ હજુ છદ્મસ્થ રહ્યા હોય, તોપણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળીભગવાન છદ્મસ્થ એવા પોતાના ગુરૂની વૈયાવચ્ચ કરે. 19 એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. 20 Page #12 -------------------------------------------------------------------------- ________________ એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેયો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે તેથી આત્માને શો ઉપકાર થાય છે, તે કોઈક સુભાગ્ય એટલે સુલભબોધિ અથવા આરાધક જીવ હોય તે સમજે. 20 અસગુરૂ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. 21 આ વિનયમાર્ગ કહ્યો તેનો લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઇચ્છા કરીને જો કોઈ પણ અસદગુરૂ પોતાને વિષે સદ્ગરૂપણું સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે. 21 હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. 22 જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનયમાર્ગાદિનો વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે તેનો અવળો નિર્ધાર લે, એટલે કાં પોતે તેવો વિનય શિષ્યાદિ પાસે કરાવે, અથવા અસગુરૂને વિષે પોતે સદગુરૂની ભ્રાંતિ રાખી આ વિનયમાર્ગનો ઉપયોગ કરે. 22 હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિપેક્ષ. 23 જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ થાય નહીં; એવા મતાર્થી જીવનાં અહીં નિષ્પક્ષપાતે લક્ષણો કહ્યાં છે. 23 મતાર્થી-લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરૂ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરૂમાં જ મમત્વ. 24 જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરૂને સાચા ગુરૂ માને, અથવા તો પોતાના કુળધર્મના ગમે તેવા ગુરૂ હોય તોપણ તેમાં જ મમત્વ રાખે. 24 જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. 25 જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વર્ણન સમજે છે, અને માત્ર પોતાના કુળધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ માહામ્ય કહ્યા કરે છે, અને તેમાં પોતાની બુદ્ધિને રોકી રહે છે; Page #13 -------------------------------------------------------------------------- ________________ એટલે પરમાર્થહેતુસ્વરૂપ એવું જિનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનું પ્રયત્ન કરતા નથી, અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે. 25 પ્રત્યક્ષ સગુરૂયોગમાં, વર્તે દ્રષ્ટિ વિમુખ; અસગુરૂને દ્રઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. 26 પ્રત્યક્ષ સદગુરૂનો ક્યારેક યોગ મળે તો દુરાગ્રહાદિછેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહીં, અને પોતે ખરેખરો દ્રઢ મુમુક્ષ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદગુરૂ સમીપે જઈને પોતે તેના પ્રત્યે પોતાનું વિશેષ દ્રઢપણું જણાવે. 26 દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન. 27 દેવ-નારકાદિ ગતિના ‘ભાંગા’ આદિનાં સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થહેતુથી કહ્યાં છે, તે હેતુને જાણ્યો નથી, અને તે ભંગજાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પોતાના મતનો, વેષનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને છે. 27 લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. 28 વૃત્તિનું સ્વરૂપ શું? તે પણ તે જાણતો નથી, અને હું વ્રતધારી છું’ એવું અભિમાન ધારણ કર્યું છે. ક્વચિત પરમાર્થના ઉપદેશનો યોગ બને તોપણ લોકોમાં પોતાનું માન અને પૂજાસત્કારાદિ જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં. 28 અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સવ્યવહારને, સાધન રહિત થાય. 29 અથવા ‘સમયસાર’ કે ‘યોગવાસિષ્ઠ' જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે ? માત્ર કહેવારૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સગુરૂ, સતશાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમ જ પોતાને જ્ઞાની માની લઈને સાધનરહિત વર્તે. 29 જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી. 30 તે જ્ઞાનદશા પામે નહીં, તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી, જેથી તેવા જીવનો સંગ બીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે. 30 એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; Page #14 -------------------------------------------------------------------------- ________________ પામે નહિ પરમાર્થને, અનુ-અધિકારીમાં જ. 31 એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કેમકે ઉપર કહ્યા જીવ, તેને જેમ કુળધર્માદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઇચ્છાથી પોતાના શુષ્કમતનો આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અનઅધિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નહીં એવા જીવોમાં તે પણ ગણાય. 31 નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. 32 જેને ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય પાતળા પડ્યા નથી, તેમ જેને અંતરવૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્યાસત્ય તુલના કરવાને જેને અપક્ષપાતદ્રષ્ટિ નથી, તે મતાર્થી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મોક્ષમાર્ગને પામવા યોગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું. 32 લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. 33 એમ મતાર્થી જીવનાં લક્ષણ કહ્યાં. તે કહેવાનો હેતુ એ છે કે કોઈ પણ જીવનો તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવનાં લક્ષણ કહીએ છીએ :- લક્ષણ કેવાં છે ? તો કે આત્માને અવ્યાબાધ સુખની સામગ્રીના હેતુ છે. 33 આત્માર્થી-લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરૂ હોય; બાકી કુળગુરૂ કલ્પના, આત્માર્થી નહિ જોય. 34 જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. ‘નં સંમતિ પાસ તે મોતિ પાસદ - જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ ‘આચારાંગસૂત્ર'માં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરૂ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાનરહિત હોય તોપણ પોતાના કુળના ગુરૂને સદગુરૂ માનવા એ માત્ર કલ્પના છે; તેથી કંઈ વિચ્છેદ ન થાય એમ આત્માર્થી જુએ છે. 34 પ્રત્યક્ષ સગુરૂ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. 35 Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ સદગુરૂની પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે, અર્થાત શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવા યોગ્ય નથી, અને જે દોષો સગુરૂની આજ્ઞા ધારણ કર્યા વિના જતા નથી તે સગુરૂયોગથી સમાધાન થાય, અને તે દોષો ટળે, માટે પ્રત્યક્ષ સગુરૂનો મોટો ઉપકાર જાણે, અને તે સદ્ગુરૂ પ્રત્યે મન, વચન, કાયાની એકતાથી આજ્ઞાંકિતપણે વર્તે. 35 એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત. 36 ત્રણે કાળને વિષે પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક હોવો જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ; બીજો નહીં. 36 એમ વિચારી અંતરે, શોધે સદગુરૂ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. 37 એમ અંતરમાં વિચારીને જે સદગુરૂના યોગનો શોધ કરે, માત્ર એક આત્માર્થની ઇચ્છા રાખે પણ માનપૂજાદિક, સિદ્ધિરિદ્ધિની કશી ઇચ્છા રાખે નહીં; - એ રોગ જેના મનમાં નથી. 37 કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. 38 જ્યાં કષાય પાતળા પડ્યા છે, માત્ર એક મોક્ષપદ સિવાય બીજા કોઈ પદની અભિલાષા નથી, સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થનો નિવાસ થાય. 38 દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. 39 જ્યાં સુધી એવી જોગદશા જીવ પામે નહીં, ત્યાં સુધી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અને આત્મભ્રાંતિરૂપ અનંત દુ:ખનો હેતુ એવો અંતરરોગ ન મટે. 39 આવે જ્યાં એવી દશા, સગુરૂબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. 40 એવી દશા જ્યાં આવે ત્યાં સગુરૂનો બોધ શોભે અર્થાત પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે. 40 જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; Page #16 -------------------------------------------------------------------------- ________________ જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. 41 જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણપદને પામે. 41 ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષપદ આંહી. 42 જેથી તે સુવિચારદશા ઉત્પન્ન થાય, અને મોક્ષમાર્ગ સમજવામાં આવે તે છ પદરૂપે ગુરૂશિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. 42 ષપદનામકથન ‘આત્મા છે’, ‘તે નિત્ય છે’, ‘છે કર્તા નિજકર્મ', ‘છે ભોક્તા’, વળી ‘મોક્ષ છે’, ‘મોક્ષ ઉપાય સુધર્મ'. 43 ‘આત્મા છે', ‘તે આત્મા નિત્ય છે’, તે આત્મા પોતાના કર્મનો કર્તા છે’, ‘તે કર્મનો ભોક્તા છે’, ‘તેથી મોક્ષ થાય છે’, અને તે મોક્ષનો ઉપાય એવો સધર્મ છે'. 43 ષસ્થાનક સંક્ષેપમાં, પર્દર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. 44 એ છ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષટ્રદર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાની પુરુષે એ છ પદો કહ્યાં છે. 44 શંકા - શિષ્ય ઉવાચ (આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છે :-) નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. 45 દ્રષ્ટિમાં આવતો નથી, તેમ જેનું કંઈ રૂપ જણાતું નથી, તેમ સ્પર્શાદિ બીજા અનુભવથી પણ જણાવાપણું નથી, માટે જીવનું સ્વરૂપ નથી; અર્થાત જીવ નથી. 45 અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. 46 Page #17 -------------------------------------------------------------------------- ________________ અથવા દેહ છે તે જ આત્મા છે, અથવા ઇન્દ્રિયો છે તે આત્મા છે, અથવા શ્વાસોચ્છવાસ છે તે આત્મા છે, અર્થાત એ સૌ એકના એક દેહરૂપે છે, માટે આત્માને જુદો માનવો તે મિથ્યા છે, કેમકે તેનું કશું જુદું એંધાણ એટલે ચિહ્ન નથી. 46 વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. 47 અને જો આત્મા હોય તો તે જણાય શા માટે નહીં? જો ઘટ, પટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે, તેમ આત્મા હોય તો શા માટે ન જણાય ? 47 માટે છે નહિ આતમાં, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. 48 માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મોક્ષના અર્થે ઉપાય કરવા તે ફોકટ છે, એ મારા અંતરની શંકાનો કંઈ પણ સદુપાય સમજાવો એટલે સમાધાન હોય તો કહો. 48 સમાધાન - સદ્ગુરૂ ઉવાચ (આત્મા છે, એમ સગુરૂ સમાધાન કરે છે :-) ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. 49 દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહનો પરિચય છે, તેથી આત્મા દેહ જેવો અર્થાત તને દેહ ભાસ્યો છે; પણ આત્મા અને દેહ બન્ને જુદાં છે, કેમકે બેય જુદાં જુદાં લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે. 49 ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન, 50 અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસ્યો છે; અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે; પણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ બન્ને જુદા જુદા છે. 50 જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. 51 Page #18 -------------------------------------------------------------------------- ________________ તે આત્મા દ્રષ્ટિ એટલે આંખથી ક્યાંથી દેખાય ? કેમકે ઊલટો તેનો તે જોનાર છે. સ્થૂળસૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાધ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જેનો બાધ કરી શકાતો નથી એવો બાકી છે અનુભવ રહે છે તે જીવનું સ્વરૂપ છે. 51 ૧છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇન્દ્રીના વિષયનું, પણ આત્માને ભાન. પર 10કર્મેન્દ્રિયથી સાંભળ્યું તે તે કન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઇંદ્રિય તેને જાણતી નથી; અને ચક્ષ-ઇંદ્રિયે દીઠેલું તે કન્દ્રિય જાણતી નથી. અર્થાત્ સૌ સૌ ઇંદ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઇંદ્રિયોના વિષયનું જ્ઞાન નથી; અને આત્માને તો પાંચે ઇંદ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત જે તે પાંચે ઇંદ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે ‘આત્મા’ છે, અને આત્મા વિના એકેક ઇંદ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. પર દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રી, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. 53 દેહ તેને જાણતો નથી, ઇંદ્રિયો તેને જાણતી નથી અને શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પણ તેને જાણતો નથી; તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તો જડપણે પડ્યાં રહે છે, એમ જાણ. 53 સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. 54 જાગ્રત, સ્વપ્ન અને નિદ્રા એ અવસ્થામાં વર્તતો છતાં તે તે અવસ્થાઓથી જુદો જે રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે, એવો પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વર્તે છે; કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી. ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન ? પપ ઘટ, પટ આદિને તે પોતે જાણે છે, તે છે” એમ તું માને છે, અને જે તે ઘટ, પટ આદિનો જાણનાર છે તેને માનતો નથી; એ જ્ઞાન તે કેવું કહેવું? પપ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; 10 પાઠાંતરઃ- કાન ન જાણે આંખને, આંખ ન જાણે કાન; Page #19 -------------------------------------------------------------------------- ________________ દેહ હોય જો આતમાં, ઘટે ન આમ વિકલ્પ. 56 દુર્બળ દેહને વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે, અને સ્થૂળ દેહને વિષે થોડી બુદ્ધિ પણ જોવામાં આવે છે, જો દેહ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોધ થવાનો વખત ન આવે. 5 જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્વયભાવ. 27 કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જે જાણવાના સ્વભાવવાના છે તે ચેતન, એવો બેયનો કેવળ જુદો સ્વભાવ છે, અને તે કોઈ પણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી. ત્રણે કાળ જડ જડભાવે, અને ચેતન ચેતનભાવે રહે એવો બેયનો જુદો જુદો દૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. 57 આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. 58 આત્માની શંકા આત્મા આપે પોતે કરે છે. જે શંકાનો કરનાર છે, તે જ આત્મા છે. તે જણાતો નથી, એ માપ ન થઈ શકે એવું આશ્ચર્ય છે. 58 શંકા - શિષ્ય ઉવાચ (આત્મા નિત્ય નથી, એમ શિષ્ય કહે છે :-) આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. 59 આત્માના હોવાપણા વિષે આપે જે જે પ્રકાર કહ્યા તેનો અંતરમાં વિચાર કરવાથી સંભવ થાય છે. 59 બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. 60 પણ બીજી એમ શંકા થાય છે, કે આત્મા છે તોપણ તે અવિનાશ એટલે નિત્ય નથી; ત્રણે કાળ હોય એવો પદાર્થ નથી, માત્ર દેહના સંયોગથી ઉત્પન્ન થાય, અને વિયોગે વિનાશ પામે. 60 અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. 61 અથવા વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે, તેથી સર્વ વસ્તુ ક્ષણિક છે, અને અનુભવથી જોતાં પણ આત્મા નિત્ય જણાતો નથી. 61 Page #20 -------------------------------------------------------------------------- ________________ સમાધાન - સગુરૂ ઉવાચ (આત્મા નિત્ય છે, એમ સગુરૂ સમાધાન કરે છે :-) દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વય ? 62 દેહ માત્ર પરમાણુનો સંયોગ છે, અથવા સંયોગે કરી આત્માના સંબંધમાં છે. વળી તે દેહ જડ છે, રૂપી છે, અને દ્રશ્ય એટલે બીજા કોઈ દ્રષ્ટાનો તે જાણવાનો વિષય છે, એટલે તે પોતે પોતાને જાણતો નથી, તો ચેતનનાં ઉત્પત્તિ અને નાશ તે ક્યાંથી જાણે ? તે દેહના પરમાણુએ પરમાણુનો વિચાર કરતાં પણ તે જડ જ છે, એમ સમજાય છે. તેથી તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યોગ્ય નથી, અને ઉત્પત્તિ થવા યોગ્ય નથી તેથી ચેતન તેમાં નાશ પણ પામવા યોગ્ય નથી. વળી તે દેહ રૂપી એટલે સ્થળાદિ પરિણામવાળો છે; અને ચેતન દ્રષ્ટા છે, ત્યારે તેના સંયોગથી ચેતનની ઉત્પત્તિ શી રીતે થાય ? અને તેમાં લય પણ કેમ થાય ? દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે, અને તેમાં જ નાશ પામે છે, એ વાત કોના અનુભવને વશ રહી ? અર્થાત્ એમ તેણે જાયું ? કેમકે જાણનાર એવા ચેતનની ઉત્પત્તિ દેહથી પ્રથમ છે નહીં, અને નાશ તો તેથી પહેલાં છે, ત્યારે એ અનુભવ થયો કોને ? 62 જીવનું સ્વરૂપ અવિનાશી એટલે નિત્ય ત્રિકાળ રહેવાવાળું સંભવતું નથી; દેહના યોગથી એટલે દેહના જન્મ સાથે તે જન્મે છે અને દેહના વિયોગે એટલે દેહના નાશથી તે નાશ પામે છે એ આશંકાનું સમાધાન આ પ્રમાણે વિચારશો : દેહ છે તે જીવને માત્ર સંયોગ સંબંધે છે, પણ જીવનું મૂળ સ્વરૂપ ઉત્પન્ન થવાનું કંઈ તે કારણ નથી. અથવા દેહ છે તે માત્ર સંયોગથી ઉત્પન્ન થયેલો એવો પદાર્થ છે. વળી તે જડ છે એટલે કોઈને જાણતો નથી, પોતાને તે જાણતો નથી તો બીજાંને શું જાણે ? વળી દેહ રૂપી છે; સ્થળાદિ સ્વભાવવાળો છે અને ચક્ષનો વિષય છે. એ પ્રકારે દેહનું સ્વરૂપ છે, તો તે ચેતનનાં ઉત્પત્તિ અને લયને શી રીતે જાણે ? અર્થાત પોતાને તે જાણતો નથી તો ‘મારાથી આ ચેતન ઉત્પન્ન થયું છે', એમ શી રીતે જાણે ? અને ‘મારા છૂટી જવા પછી આ ચેતન છૂટી જશે અર્થાત નાશ પામશે’ એમ જડ એવો દેહ શી રીતે જાણે ? કેમકે જાણનારો પદાર્થ તો જાણનાર જ રહે છે; દેહ જાણનાર થઈ શકતો નથી તો પછી ચેતનનાં ઉત્પત્તિલયનો અનુભવ કેને વશ કહેવો ? દેહને વશ તો કહેવાય એવું છે જ નહીં, કેમકે તે પ્રત્યક્ષ જડ છે, અને તેનું જડપણું જાણનારો એવો તેથી ભિન્ન બીજો પદાર્થ પણ સમજાય છે. જો કદી એમ કહીએ, કે ચેતનનાં ઉત્પત્તિલય ચેતન જાણે છે તો તે વાત તો બોલતાં જ વિપ્ન પામે છે. કેમકે, ચેતનનાં ઉત્પત્તિ, લય જાણનાર તરીકે ચેતનનો જ અંગીકાર કરવો પડ્યો, એટલે એ વચન તો માત્ર અપસિદ્ધાંતરૂપ અને કહેવા માત્ર થયું, જેમ ‘મારા મોઢામાં જીભ નથી' એવું વચન કોઈ કહે તેમ ચેતનનાં Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તિ, લય ચેતન જાણે છે, માટે ચેતન નિત્ય નથી; એમ કહીએ તે, તેવું પ્રમાણ થયું. તે પ્રમાણનું કેવું યથાર્થપણું છે તે તમે જ વિચારી જુઓ. (62) જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. 63 જેના અનુભવમાં એ ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે તે ભાન તેથી જુદા વિના કોઈ પ્રકારે પણ સંભવતું નથી, અર્થાત્ ચેતનનાં ઉત્પત્તિ, લય થાય છે, એવો કોઈને પણ અનુભવ થવા યોગ્ય છે નહીં. 63 દેહની ઉત્પત્તિ અને દેહના લયનું જ્ઞાન જેના અનુભવમાં વર્તે છે, તે તે દેહથી જુદો ન હોય તો કોઈ પણ પ્રકારે દેહની ઉત્પત્તિ અને લયનું જ્ઞાન થાય નહીં. અથવા જેની ઉત્પત્તિ અને લય જે જાણે છે તે તેથી જુદો જ હોય, કેમકે તે ઉત્પત્તિલયરૂપ ન ઠર્યો, પણ તેનો જાણનાર ઠર્યો. માટે તે બેની એકતા કેમ થાય ? (63) જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દ્રશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. 64 જે જે સંયોગો દેખીએ છીએ તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દ્રશ્ય એટલે તેને આત્મા જાણે છે, અને તે સંયોગનું સ્વરૂપ વિચારતાં એવો કોઈ પણ સંયોગ સમજાતો નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય છે, માટે આત્મા સંયોગથી નહીં ઉત્પન્ન થયેલો એવો છે, અર્થાત અસંયોગી છે, સ્વાભાવિક પદાર્થ છે, માટે તે પ્રત્યક્ષ ' નિત્ય સમજાય છે. 64 જે જે દેહાદિ સંયોગો દેખાય છે તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દ્રશ્ય છે, અર્થાત આત્મા તેને જુએ છે. અને જાણે છે, એવા પદાર્થ છે. તે બધા સંયોગોનો વિચાર કરી જુઓ તો કોઈ પણ સંયોગોથી અનુભવસ્વરૂપ એવો આત્મા ઉત્પન્ન થઈ શકવા યોગ્ય તમને જણાશે નહીં. કોઈ પણ સંયોગો તમને જાણતા નથી અને તમે તે સર્વ સંયોગોને જાણો છો એ જ તમારું તેથી જુદાપણું અને અસંયોગીપણું એટલે તે સંયોગોથી ઉત્પન્ન નહીં થવાપણું સહજે સિદ્ધ થાય છે, અને અનુભવમાં આવે છે. તેથી એટલે કોઈ પણ સંયોગોથી જેની ઉત્પત્તિ થઈ શકતી નથી, કોઈ પણ સંયોગો જેની ઉત્પત્તિ માટે અનુભવમાં આવી શકતા નથી, જે જે સંયોગો કલ્પીએ તેથી તે અનુભવ ન્યારો ને ન્યારો જ માત્ર તેને જાણનાર રૂપે જ રહે છે, તે અનુભવસ્વરૂપ આત્માને તમે નિત્ય અસ્પર્ય એટલે તે સંયોગોના ભાવરૂપ સ્પર્શને પામ્યો નથી, એમ જાણો. (64) જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. 65 જડથી ચેતન ઊપજે, અને ચેતનથી જડ ઉત્પન્ન થાય એવો કોઈને ક્યારે કદી પણ અનુભવ થાય નહીં. 65 કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. 66 Page #22 -------------------------------------------------------------------------- ________________ જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થાય નહીં, તેનો નાશ પણ કોઈને વિષે થાય નહીં, માટે આત્મા ત્રિકાળ ‘નિત્ય છે. 66 કોઈ પણ સંયોગોથી જે ઉત્પન્ન ન થયું હોય અર્થાત પોતાના સ્વભાવથી કરીને જે પદાર્થ સિદ્ધ હોય, તેનો લય બીજા કોઈ પણ પદાર્થમાં થાય નહીં; અને જો બીજા પદાર્થમાં તેનો લય થતો હોય, તો તેમાંથી તેની પ્રથમ ઉત્પત્તિ થવી જોઈતી હતી, નહીં તો તેમાં તેની લયરૂપ ઐક્યતા થાય નહીં. માટે આત્મા અનુત્પન્ન અને અવિનાશી જાણીને નિત્ય છે એવી પ્રતીતિ કરવી યોગ્ય લાગશે. (66) ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. 67 ક્રોધાદિ પ્રકૃતિઓનું વિશેષપણું સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે, વર્તમાન દેહે તો તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે, એટલે એ પૂર્વજન્મનો જ સંસ્કાર છે, જે પૂર્વજન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે. 67 સર્પમાં જન્મથી ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવાને વિષે જન્મથી જ નિહિંસકપણું જોવામાં આવે છે, માંકડ આદિ જંતુઓને પકડતાં તેને પકડવાથી દુઃખ થાય છે એવી ભયસંજ્ઞા પ્રથમથી તેના અનુભવમાં રહી છે, તેથી તે નાસી જવાનું પ્રયત્ન કરે છે; કંઈક પ્રાણીમાં જન્મથી પ્રીતિનું, કંઈકમાં સમતાનું, કંઈકમાં વિશેષ નિર્ભયતાનું, કંઈકમાં ગંભીરતાનું, કંઈકમાં વિશેષ ભયસંજ્ઞાનું, કંઈકમાં કામાદિ પ્રત્યે અસંગતાનું, અને કંઈકને આહારાદિ વિષે અધિક અધિક લબ્ધપણાનું વિશેષપણું જોવામાં આવે છે; એ આદિ ભેદ એટલે ક્રોધાદિ સંજ્ઞાના ન્યુનાધિકપણા આદિથી તેમ જ તે તે પ્રકૃતિઓ જન્મથી સહચારીપણે રહી જોવામાં આવે છે તેથી તેનું કારણ પૂર્વના સંસ્કારો જ સંભવે છે. કદાપિ એમ કહીએ કે ગર્ભમાં વીર્ય-રેતના ગુણના યોગથી તે તે પ્રકારના ગુણો ઉત્પન્ન થાય છે, પણ તેમાં પૂર્વજન્મ કંઈ કારણભૂત નથી; એ કહેવું પણ યથાર્થ નથી. જે માબાપો કામને વિષે વિશેષ પ્રીતિવાળાં જોવામાં આવે છે, તેના પુત્રો પરમ વીતરાગ જેવા બાળપણાથી જ જોવામાં આવે છે; વળી જે માબાપોમાં ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, તેની સંતતિમાં સમતાનું વિશેષપણું દ્રષ્ટિગોચર થાય છે, તે શી રીતે થાય ? વળી તે વીર્ય-રેતના તેવા ગુણો સંભવતા નથી, કેમકે તે વીર્ય-રેત પોતે ચેતન નથી, તેમાં ચેતન સંચરે છે, એટલે દેહ ધારણ કરે છે; એથી કરીને વીર્ય-રેતને આશ્રયે ક્રોધાદિ ભાવ ગણી શકાય નહીં, ચેતન વિના કોઈ પણ સ્થળે તેવા ભાવો અનુભવમાં આવતા નથી. માત્ર તે ચેતનાશ્રિત છે, એટલે વીર્ય-રેતના ગુણો નથી, જેથી તેના ન્યૂનાધિકે કરી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું મુખ્યપણે થઈ શકવા યોગ્ય નથી. ચેતનના ઓછા અધિકા પ્રયોગથી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું થાય છે, જેથી ગર્ભના વીર્ય-રેતનો ગુણ નહીં, પણ ચેતનનો તે ગુણને આશ્રય છે, અને તે ન્યૂનાધિકપણે તે ચેતનના પૂર્વના અભ્યાસથી જ સંભવે છે, કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય. ચેતનનો પૂર્વપ્રયોગ તથા પ્રકારે હોય, તો તે સંસ્કાર વર્તે, જેથી આ દેહાદિ પ્રથમના Page #23 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારોનો અનુભવ થાય છે, અને તે સંસ્કારો પૂર્વજન્મ સિદ્ધ કરે છે, અને પૂર્વજન્મની સિદ્ધિથી આત્માની નિત્યતા સહજ સિદ્ધ થાય છે. (67) આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. 68 આત્મા વસ્તુપણે નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિ પરિણામના પલટવાથી તેના પર્યાયનું પલટવાપણું છે. (કંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજાં પલટાય છે, તેની પેઠે.) જેમ બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે, તે આત્માને વિભાવથી પર્યાય છે અને બાળ અવસ્થા વર્તતાં આત્મા બાળક જણાતો, તે બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાયો, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો. એ ત્રણે અવસ્થાનો ભેદ થયો તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થયો નહીં, અર્થાત અવસ્થાઓ બદલાઈ, પણ આત્મા બદલાયો નથી. આત્મા એ ત્રણે અવસ્થાને જાણે છે, અને તે ત્રણે અવસ્થાની તેને જ સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તો એમ બને, પણ જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય તો તેવો અનુભવ બને જ નહીં. 68 અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. 69 વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત જાણનાર ક્ષણિક હોય નહીં, કેમકે પ્રથમ ક્ષણે અનુભવ થયો તેને બીજ ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજે ક્ષણે પોતે ન હોય તો ક્યાંથી કહે ? માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કર. 69 ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. 70 વળી કોઈ પણ વસ્તુનો કોઈ પણ કાળે કેવળ તો નાશ થાય જ નહીં, માત્ર અવસ્થાંતર થાય, માટે ચેતનનો પણ કેવળ નાશ થાય નહીં. અને અવસ્થાંતરરૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે, અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. અર્થાત ઘટાદિ પદાર્થ ફૂટી જાય છે, એટલે લોકો એમ કહે છે કે ઘડો નાશ પામ્યો છે, કંઈ માટીપણું નાશ પામ્યું નથી. તે છિન્નભિન્ન થઈ જઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂકો થાય, તોપણ પરમાણુસમૂહરૂપે રહે, પણ કેવળ નાશ ન થાય; અને તેમાંનું એક પરમાણુ પણ ઘટે નહીં, કેમકે અનુભવથી જોતાં અવસ્થાંતર થઈ શકે, પણ પદાર્થનો સમૂળગો નાશ થાય એમ ભાસી જ શકવા યોગ્ય નથી, એટલે જો તું ચેતનનો નાશ કહે, તોપણ કેવળ નાશ તો કહી જ શકાય નહીં; અવસ્થાંતરરૂપ નાશ કહેવાય. જેમ ઘટ ફૂટી જઈ ક્રમે કરી પરમાણુસમૂહરૂપે સ્થિતિમાં રહે, તેમ ચેતનનો અવસ્થાંતરૂપ નાશ તારે કહેવો હોય તો તે શી સ્થિતિમાં રહે, અથવા ઘટના પરમાણુઓ જેમ પરમાણુસમૂહમાં ભળ્યા તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા Page #24 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય છે તે તપાસ; અર્થાત એ પ્રકારે તું અનુભવ કરી જોઈશ તો કોઈમાં નહીં ભળી શકવા યોગ્ય, અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા યોગ્ય એવું ચેતન એટલે આત્મા તને ભાયમાન થશે. 70 શંકા - શિષ્ય ઉવાચ (આત્મા કર્મનો કર્તા નથી, એમ શિષ્ય કહે છે :-). કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ, અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. 71 જીવ કર્મનો કર્તા નથી, કર્મના કર્તા કર્મ છે. અથવા અનાયાસે તે થયાં કરે છે. એમ નહીં, ને જીવ જ તેનો કર્તા છે એમ કહો તો પછી તે જીવનો ધર્મ જ છે, અર્થાત્ ધર્મ હોવાથી ક્યારેય નિવૃત્ત ન થાય. 71 આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. 72 અથવા એમ નહીં, તો આત્મા સદા અસંગ છે, અને સત્ત્વાદિ ગુણવાળી પ્રકૃતિ કર્મનો બંધ કરે છે; તેમ નહીં, તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, તેથી ઈશ્વરેચ્છારૂપ હોવાથી જીવ તે કર્મથી ‘અબંધ' છે. 72 માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. 73 માટે જીવ કોઈ રીતે કર્મનો કર્તા થઈ શકતો નથી, અને મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ જણાતો નથી; કાં જીવને કર્મનું કર્તાપણું નથી, અને જો કર્તાપણું હોય તો કોઈ રીતે તે તેનો સ્વભાવ મટવા યોગ્ય નથી. 73 સમાધાન - સદ્ગુરૂ ઉવાચ (કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સગુરૂ સમાધાન કરે છે:-) હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ ? જડસ્વભાવ નહિ પ્રેરણા, 11જુઓ વિચારી ધર્મ. 74 ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય, તો કર્મને કોણ ગ્રહણ કરે ? જડનો સ્વભાવ પ્રેરણા નથી. જડ અને ચેતન બેયના ધર્મ વિચારી જુઓ. 74 11 પાઠાંતર-જુઓ વિચારી મર્મ. Page #25 -------------------------------------------------------------------------- ________________ જો ચેતનની પ્રેરણા ન હોય, તો કર્મ કોણ ગ્રહણ કરે ? પ્રેરણાપણે ગ્રહણ કરાવવારૂપ સ્વભાવ જડનો છે જ નહીં; અને એમ હોય તો ઘટ, પટાદિ પણ ક્રોધાદિ ભાવમાં પરિણમવા જોઈએ અને કર્મના ગ્રહણકર્તા હોવા જોઈએ, પણ તેવો અનુભવ તો કોઈને ક્યારે પણ થતો નથી, જેથી ચેતન એટલે જીવ કર્મ ગ્રહણ કરે છે, એમ સિદ્ધ થાય છે, અને તે માટે કર્મનો કર્તા કહીએ છીએ. અર્થાત એમ જીવ કર્મનો કર્તા છે. ‘કર્મના કર્તા કર્મ કહેવાય કે કેમ ? તેનું પણ સમાધાન આથી થશે કે જડ કર્મમાં પ્રેરણારૂપ ધર્મ નહીં હોવાથી તે તે રીતે ગ્રહણ કરવાને અસમર્થ છે; અને કર્મનું કરવાપણું જીવન છે, કેમકે તેને વિષે પ્રેરણાશક્તિ છે. (74) જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીવધર્મ. 75 આત્મા જો કર્મ કરતો નથી, તો તે થતાં નથી, તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી, તેમ જ તે જીવનો ધર્મ પણ નહીં, કેમકે સ્વભાવનો નાશ થાય નહીં, અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં. એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માનો સ્વાભાવિક ધર્મ નહીં. ૭પ કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. 76 કેવળ જો અસંગ હોત, અર્થાત ક્યારે પણ તેને કર્મનું કરવાપણું ન હોત તો તને પોતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત ? પરમાર્થથી તે આત્મા અસંગ છે, પણ તે તો જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. 76 કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષપ્રભાવ. 77 જગતનો અથવા જીવોનાં કર્મનો ઈશ્વર કર્તા કોઈ છે નહીં, શુદ્ધ આત્મસ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે, અને તેને જો પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થયો ગણાવો જોઈએ; માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કરવામાં પણ કહેવાય નહીં. 77 હવે તમે અનાયાસથી તે કર્મો થતાં હોય, એમ કહ્યું તે વિચારીએ. અનાયાસ એટલે શું ? આત્માએ નહીં ચિંતવેલું ? અથવા આત્માનું કંઈ પણ કર્તુત્વ છતાં પ્રવર્તેલું નહીં ? અથવા ઈશ્વરાદિ કોઈ કર્મ વળગાડી દે તેથી થયેલું ? અથવા પ્રકૃતિ પરાણે વળગે તેથી થયેલું ? એવા મુખ્ય ચાર વિકલ્પથી અનાયાસકર્તાપણું વિચારવા યોગ્ય છે. પ્રથમ વિકલ્પ આત્માએ નહીં ચિંતવેલું એવો છે. જો તેમ થતું હોય તો તો કર્મનું ગ્રહવાપણું રહેતું જ નથી, અને જ્યાં ગ્રહવાપણું રહે નહીં ત્યાં કર્મનું હોવાપણું સંભવતું નથી, અને જીવ તો પ્રત્યક્ષ ચિંતવન કરે છે, અને ગ્રહણાગ્રહણ કરે છે, એમ અનુભવ થાય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ જેમાં તે કોઈ રીતે પ્રવર્તતો જ નથી, તેવા ક્રોધાદિ ભાવ તેને સંપ્રાપ્ત થતા જ નથી; તેથી એમ જણાય છે કે નહીં ચિંતવેલાં અથવા આત્માથી નહીં પ્રવર્તેલાં એવાં કર્મોનું ગ્રહણ તેને થવા યોગ્ય નથી, એટલે એ બન્ને પ્રકારે અનાયાસ કર્મનું ગ્રહણ સિદ્ધ થતું નથી. ત્રીજો પ્રકાર ઈશ્વરાદિ કોઈ કર્મ વળગાડી દે તેથી અનાયાસ કર્મનું ગ્રહણ થાય છે એમ કહીએ તો તે ઘટતું નથી. પ્રથમ તો ઈશ્વરનું સ્વરૂપ નિર્ધારવું ઘટે છે, અને એ પ્રસંગ પણ વિશેષ સમજવા યોગ્ય છે; તથાપિ અત્રે ઈશ્વર કે વિષ્ણુ આદિ કર્તાનો કોઈ રીતે સ્વીકાર કરી લઈએ છીએ, અને તે પર વિચાર કરીએ છીએ : જો ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તો તો જીવ નામનો વચ્ચે કોઈ પણ પદાર્થ રહ્યો નહીં, કેમકે પ્રેરણાદિ ધ કરીને તેનું અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણાદિ તો ઈશ્વરકૃત ઠર્યા, અથવા ઈશ્વરના ગુણ ઠર્યાંતો પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ ? એટલે કર્મ ઈશ્વરપ્રેરિત નહીં પણ આત્માનાં પોતાનાં જ કરેલાં હોવા યોગ્ય છે. તેમ ચોથો વિકલ્પ પ્રકૃત્યાદિ પરાણે વળગવાથી કર્મ થતાં હોય ? તે વિકલ્પ પણ યથાર્થ નથી. કેમકે પ્રકૃત્યાદિ જડ છે, તેને આત્મા ગ્રહણ ન કરે તો તે શી રીતે વળગવા યોગ્ય થાય ? અથવા દ્રવ્યકર્મનું બીજુ નામ પ્રકૃતિ છે; એટલે કર્મનું કર્તાપણું કર્મને જ કહેવા બરાબર થયું. તે તો પૂર્વે નિષેધી દેખાડ્યું છે. પ્રકૃતિ નહીં, તો અંતઃકરણાદિ કર્મ ગ્રહણ કરે તેથી આત્મામાં કર્તાપણું વળગે છે, એમ કહીએ તો તે પણ એકાંતે સિદ્ધ નથી. અંતઃકરણાદિ પણ ચેતનની પ્રેરણા વિના અંતઃકરણાદિરૂપે પ્રથમ ઠરે જ ક્યાંથી ? ચેતન જે કર્મવળગણાનું, મનન કરવા, અવલંબન લે છે, તે અંત:કરણ છે. જો ચેતન મનન કરે નહીં, તો કંઈ તે વળગણામાં મનન કરવાનો ધર્મ નથી; તે તો માત્ર જડ છે. ચેતનની પ્રેરણાથી ચેતન તેને અવલંબીને કંઈ ગ્રહણ કરે છે તેથી તેના વિષે કર્તાપણું આરોપાય છે, પણ મુખ્યપણે તે ચેતન કર્મનો કર્તા છે. આ સ્થળે તમે વેદાંતાદિ દ્રષ્ટિએ વિચારશો તો અમારાં આ વાક્યો તમને ભ્રાંતિગત પુરુષનાં કહેલાં લાગશે. પણ હવે જે પ્રકાર કહ્યો છે તે સમજવાથી તમને તે વાક્યની યથાતથ્યતા લાગશે, અને ભાતિગતપણું ભાસ્યમાન નહીં થાય. જો કોઈ પણ પ્રકારે આત્માનું કર્મનું કર્તુત્વપણું ન હોય, તો કોઈ પણ પ્રકારે તેનું ભોસ્તૃત્વપણું પણ ન ઠરે, અને જ્યારે એમ જ હોય તો પછી તેમાં કોઈ પણ પ્રકારનાં દુઃખોનો સંભવ પણ ન જ થાય. જ્યારે કોઈ પણ પ્રકારનાં દુઃખોનો સંભવ આત્માને ન જ થતો હોય તો પછી વેદાંતાદિ શાસ્ત્રો સર્વ દુઃખથી ક્ષય થવાનો જે માર્ગ ઉપદેશે છે તે શા માટે ઉપદેશે છે ? “જ્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં, ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય નહીં,’ એમ વેદાંતાદિ કહે છે, તે જો દુઃખ ન જ હોય તો તેની નિવૃત્તિનો ઉપાય શા માટે કહેવો જોઈએ ? અને કર્તુત્વપણું ન હોય, તો દુઃખનું ભોસ્તૃત્વપણું ક્યાંથી હોય ? એમ વિચાર કરવાથી કર્મનું કર્તુત્વ ઠરે છે. હવે અત્રે એક પ્રશ્ન થવા યોગ્ય છે અને તમે પણ તે પ્રશ્ન કર્યું છે કે “જો કર્મનું કર્તાપણું આત્માને માનીએ, તો તો આત્માનો તે ધર્મ ઠરે, અને જે જેનો ધર્મ હોય તે ક્યારે પણ ઉચ્છેદ થવા યોગ્ય નથી; અર્થાત તેનાથી Page #27 -------------------------------------------------------------------------- ________________ કેવળ ભિન્ન પડી શકવા યોગ્ય નથી, જેમ અગ્નિની ઉષ્ણતા અથવા પ્રકાશ તેમ.’ એમ જ જો કર્મનું કર્તાપણું આત્માનો ધર્મ ઠરે, તો તે નાશ પામે નહીં. ઉત્તર :- સર્વ પ્રમાણાંશના સ્વીકાર્યા વિના એમ ઠરે, પણ વિચારવાન હોય તે કોઈ એક પ્રમાણાંશ સ્વીકારીને બીજા પ્રમાણાંશનો નાશ ન કરે. ‘તે જીવને કર્મનું કર્તાપણું ન હોય અથવા હોય તો તે પ્રતીત થવા યોગ્ય નથી, એ આદિ પ્રશ્ન કર્યાના ઉત્તરમાં જીવનું કર્મનું કર્તુત્વ જણાવ્યું છે. કર્મનું કર્તુત્વ હોય તો તે ટળે જ નહીં, એમ કાંઈ સિદ્ધાંત સમજવો યોગ્ય નથી, કેમકે જે જે કોઈ પણ વસ્તુ ગ્રહણ કરી હોય તે છોડી શકાય એટલે ત્યાગી શકાય; કેમકે ગ્રહણ કરેલી વસ્તુથી ગ્રહણ કરનારી વસ્તુનું કેવળ એકત્વ કેમ થાય ? તેથી જીવે ગ્રહણ કરેલાં એવાં જે દ્રવ્યકર્મ તેનો જીવ ત્યાગ કરે તો થઈ શકવા યોગ્ય છે, કેમકે તે તેને સહકારી સ્વભાવે છે, સહજ સ્વભાવે નથી; અને તે કર્મને મેં તમને અનાદિ ભ્રમ કહ્યો છે, અર્થાત તે કર્મનું કર્તાપણું અજ્ઞાનથી પ્રતિપાદન કર્યું છે, તેથી પણ તે નિવૃત્ત થવા યોગ્ય છે, એમ સાથે સમજવું ઘટે છે. જે જે ભ્રમ હોય છે, તે તે વસ્તુની ઊલટી સ્થિતિની માન્યતારૂપ હોય છે, અને તેથી તે ટળવા યોગ્ય છે, જેમ મૃગજળમાંથી જળબુદ્ધિ. કહેવાનો હેતુ એ છે કે, અજ્ઞાને કરીને પણ જો આત્માને કર્તાપણું ન હોય, તો તો કશું ઉપદેશાદિ શ્રવણ, વિચાર, જ્ઞાન આદિ સમજવાનો હેતુ રહેતો નથી. હવે અહીં આગળ જીવનું પરમાર્થે જે કર્તાપણું છે તે કહીએ છીએઃ (77) ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. 78 આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તે જ સ્વભાવનો કર્યા છે, અર્થાત તે જ સ્વરૂપમાં પરિણમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો કર્તા છે. 78 પોતાના સ્વરૂપના ભાનમાં આત્મા પોતાના સ્વભાવનો એટલે ચૈતન્યાદિ સ્વભાવનો જ કર્તા છે, અન્ય કોઈ પણ કર્માદિનો કર્તા નથી; અને આત્મા જ્યારે પોતાના સ્વરૂપના ભાનમાં વર્તે નહીં ત્યારે કર્મના પ્રભાવનો કર્તા કહ્યો છે. પરમાર્થે તો જીવ અક્રિય છે, એમ વેદાંતાદિકનું નિરૂપણ છે, અને જિનપ્રવચનમાં પણ સિદ્ધ એટલે શુદ્ધાત્માનું અક્રિયપણું છે, એમ નિરૂપણ કર્યું છે; છતાં અમે આત્માને શુદ્ધાવસ્થામાં કર્તા હોવાથી સક્રિય કહ્યો એવો સંદેહ અત્રે થવા યોગ્ય છે. તે સંદેહ આ પ્રકારે શમાવવા યોગ્ય છે:- શુદ્ધાત્મા પરયોગનો, પરભાવનો અને વિભાવનો ત્યાં કર્તા નથી, માટે અક્રિય કહેવા યોગ્ય છે; પણ ચૈતન્યાદિ સ્વભાવનો પણ આત્મા કર્તા નથી જો કહીએ તો તો પછી તેનું કંઈ પણ સ્વરૂપ ન રહે. શુદ્ધાત્માને યોગક્રિયા નહીં હોવાથી તે અક્રિય છે. પણ સ્વાભાવિક ચૈતન્યાદિ સ્વભાવરૂપ ક્રિયા હોવાથી તે સક્રિય છે. ચૈતન્યાત્મપણું આત્માને સ્વાભાવિક હોવાથી તેમાં આત્માનું પરિણમવું તે એકાત્મપણે જ છે, અને તેથી પરમાર્થનયથી સક્રિય એવું વિશેષણ ત્યાં Page #28 -------------------------------------------------------------------------- ________________ પણ આત્માને આપી શકાય નહીં. નિજ સ્વભાવમાં પરિણમવારૂપ સક્રિયતાથી નિજ સ્વભાવનું કર્તાપણું શુદ્ધાત્માને છે, તેથી કેવળ શુદ્ધ સ્વધર્મ હોવાથી એકાત્મપણે પરિણમે છે; તેથી અક્રિય કહેતાં પણ દોષ નથી. જે વિચારે સક્રિયતા, અક્રિયતા નિરૂપણ કરી છે, તે વિચારના પરમાર્થને ગ્રહીને સક્રિયતા, અક્રિયતા કહેતાં કશો દોષ નથી. (78) શંકા - શિષ્ય ઉવાચ (તે કર્મનું ભોક્તાપણું જીવને નહીં હોય ? એમ શિષ્ય કહે છે:-) જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય ? 79 જીવને કર્મનો કર્તા કહીએ તોપણ તે કર્મનો ભોક્તા જીવ નહીં ઠરે, કેમકે જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય ? અર્થાત ફળદાતા થાય ? 79 ફળદાતા ઈશ્વર ગણ્ય, ભોક્તાપણું સધાય; એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. 80 ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોક્તાપણું સાધી શકીએ, અર્થાત્ જીવને ઈશ્વર કર્મ ભોગવાવે તેથી જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થાય, પણ પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિવાળો ઈશ્વર ગણીએ તો તેનું ઈશ્વરપણું જ રહેતું નથી, એમ પણ પાછો વિરોધ આવે છે. 80 ‘ઈશ્વર સિદ્ધ થયા વિના એટલે કર્મફળદાતૃત્વાદિ કોઈ પણ ઈશ્વર ઠર્યા વિના જગતની વ્યવસ્થા રહેવી સંભવતી નથી’, એવા અભિપ્રાય પરત્વે નીચે પ્રમાણે વિચારવા યોગ્ય છે : જો કર્મના ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ તો ત્યાં ઈશ્વરનું ઈશ્વરપણું જ રહેતું નથી, કેમકે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતાં ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે એટલે પરભાવાદિનો કર્તા નથી, જો પરભાવાદિનો કર્તા થાય તો તો સંસારની પ્રાપ્તિ થાય છે, તેમ જ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવાદિના કર્તાપણાનો પ્રસંગ આવે છે; અને મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ કરે છે, તેથી તો તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે. વળી જીવ અને ઈશ્વરનો સ્વભાવભેદ માનતાં પણ અનેક દોષ સંભવે છે. બન્નેને જો ચૈતન્ય સ્વભાવ માનીએ, તો બન્ને સમાન ધર્મના કર્તા થયા; તેમાં ઈશ્વર જગતાદિ રચે અથવા કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય; અને જીવ એકમાત્ર દેહાદિ સૃષ્ટિ રચે, અને પોતાનાં કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમ જ બંધમાં ગણાય એ યથાર્થ વાત દેખાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય ? Page #29 -------------------------------------------------------------------------- ________________ વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તોપણ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ગણીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ પડવો ન જોઈએ, અને ઈશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઈએ; અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય થવું જોઈએ; અને ઈશ્વરને જો અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તો તો સંસારી જીવો જેવી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સર્વજ્ઞાદિ ગુણનો સંભવ ક્યાંથી થાય ? અથવા દેહધારી સર્વજ્ઞની પેઠે તેને ‘દેહધારી સર્વજ્ઞ ઈશ્વર’ માનીએ તોપણ સર્વ કર્મફળદાતૃત્વરૂપ ‘વિશેષ સ્વભાવ’ ઈશ્વરમાં કયા ગુણને લીધે માનવા યોગ્ય થાય ? અને દેહ તો નાશ પામવા યોગ્ય છે, તેથી ઈશ્વરનો પણ દેહ નાશ પામે, અને તે મુક્ત થયે કર્મફળદાતૃત્વ ન રહે, એ આદિ અનેક પ્રકારથી ઈશ્વરને કર્મફળદાતૃત્વ કહેતાં દોષ આવે છે, અને ઈશ્વરને તેવે સ્વરૂપે માનતાં તેનું ઈશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે. (80) ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય. 81 તેવો ફળદાતા ઈશ્વર સિદ્ધ થતો નથી એટલે જગતનો નિયમ પણ કોઈ રહે નહીં, અને શુભાશુભ કર્મ ભોગવવાનો કોઈ સ્થાનક પણ ઠરે નહીં. એટલે જીવને કર્મનું ભોકતૃત્વ ક્યાં રહ્યું ? 81 સમાધાન - સદ્ગુરૂ ઉવાચ ( જીવને પોતાનાં કરેલાં કર્મનું ભોક્તાપણું છે, એમ સગુરૂ સમાધાન કરે છે :-) ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ. 82 ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય સ્કુરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્યકર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે. 82 કર્મ જડ છે તો તે શું સમજે કે આ જીવને આ રીતે મારે ફળ આપવું, અથવા તે સ્વરૂપે પરિણમવું ? માટે જીવ કર્મનો ભોક્તા થવો સંભવતો નથી, એ આશંકાનું સમાધાન નીચેથી થશે :જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મનો કર્તા છે. તે અજ્ઞાન તે ચેતનરૂપ છે, અર્થાત જીવની પોતાની કલ્પના છે, અને તે કલ્પનાને અનુસરીને તેના વીર્યસ્વભાવની સ્કૂર્તિ થાય છે, અથવા તેનું સામર્થ્ય તદનુયાયીપણે પરિણમે છે, અને તેથી જડની ધૂપ એટલે દ્રવ્યકર્મરૂપ પુદગલની વર્ગણાને તે ગ્રહણ કરે છે. (82) ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. 83 Page #30 -------------------------------------------------------------------------- ________________ ઝેર અને અમૃત પોતે જાણતા નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, તોપણ જે જીવ ખાય છે, તેને તે ફળ થાય છે; એમ શુભાશુભ કર્મ, આ જીવને આ ફળ આપવું છે એમ જાણતાં નથી, તોપણ ગ્રહણ કરનાર જીવ, ઝેર અમૃતના પરિણામની રીતે ફળ પામે છે. 83 ઝેર અને અમૃત પોતે એમ સમજતાં નથી કે અમને ખાનારને મૃત્યુ, દીર્ધાયુષતા થાય છે, પણ સ્વભાવે તેને ગ્રહણ કરનાર પ્રત્યે જેમ તેનું પરિણમવું થાય છે, તેમ જીવમાં શુભાશુભ કર્મ પણ પરિણમે છે, અને ફળ સન્મુખ થાય છે; એમ જીવને કર્મનું ભોક્તાપણું સમજાય છે. (83), એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. 84 એક રાંક છે અને એક રાજા છે, એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, કુરૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે, અને એવો જે ભેદ રહે છે તે, સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે, એમ સિદ્ધ કરે છે, કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. 84 તે શુભાશુભ કર્મનું ફળ ન થતું હોય, તો એક રાંક અને એક રાજા એ આદિ જે ભેદ છે તે ન થવા જોઈએ: કેમકે જીવપણું સમાન છે, તથા મનુષ્યપણું સમાન છે, તે સર્વને સુખ અથવા દુઃખ પણ સમાન જોઈએ; જેને બદલે આવું વિચિત્રપણું જણાય છે, તે જ શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલો ભેદ છે; કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, એમ શુભ અને અશુભ કર્મ ભોગવાય છે. (84) ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. 85 ફળદાતા ઈશ્વરની એમાં કંઈ જરૂર નથી. ઝેર અને અમૃતની રીતે શુભાશુભ કર્મ સ્વભાવે પરિણમે છે; અને નિઃસત્ત્વ થયેથી ઝેર અને અમૃત ફળ દેતાં જેમ નિવૃત્ત થાય છે, તેમ શુભાશુભ કર્મને ભોગવવાથી તે નિઃસતત્વ થયે નિવૃત્ત થાય છે. 85 ઝેર ઝેરપણે પરિણમે છે, અને અમૃત અમૃતપણે પરિણમે છે, તેમ અશુભ કર્મ અશુભપણે પરિણમે અને શુભ કર્મ શુભપણે પરિણમે છે, માટે જીવ જેવા જેવા અધ્યવસાયથી કર્મને ગ્રહણ કરે છે, તેવા તેવા વિપાકરૂપે કર્મ પરિણમે છે; અને જેમ ઝેર અને અમૃત પરિણમી રહ્યું નિઃસત્ત્વ થાય છે, તેમ ભોગથી તે કર્મ દૂર થાય છે. (85) તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. 86 ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભગતિ છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભગતિ છે, શુભાશુભ અધ્યવસાય મિશ્રગતિ છે, અને તે જીવપરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે; તથાપિ ઉત્કૃષ્ટ શુભ Page #31 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યનું ઊર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન, શુભાશુભની મધ્યસ્થિતિ, એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. અને તે આદિ હેતુથી તે તે ભોગ્યસ્થાનક હોવા યોગ્ય છે. હે શિષ્ય ! જડચેતનના સ્વભાવ સંયોગાદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે, તોપણ તેને સાવ સંક્ષેપમાં કહી છે. 86 તેમ જ, ઈશ્વર જો કર્મફળદાતા ન હોય અથવા જગતકર્તા ન ગણીએ તો કર્મ ભોગવવાનાં વિશેષ સ્થાનકો એટલે નરકાદિ ગતિ આદિ સ્થાન ક્યાંથી હોય, કેમકે તેમાં તો ઈશ્વરના કર્તુત્વની જરૂર છે, એવી આશંકા પણ કરવા યોગ્ય નથી, કેમકે મુખ્યપણે તો ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ દેવલોક છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ નરક છે, શુભાશુભ અધ્યવસાય તે મનુષ્ય તિર્યંચાદિ છે, અને સ્થાન વિશેષ એટલે ઊર્ધ્વલોકે દેવગતિ, એ આદિ ભેદ છે. જીવસમૂહનાં કર્મદ્રવ્યનાં પણ તે પરિણામવિશેષ છે એટલે તે તે | ગતિઓ જીવના કર્મ વિશેષ પરિણામાદિ સંભવે છે. આ વાત ઘણી ગહન છે. કેમકે અચિંત્ય એવું જીવવીર્ય, અચિંત્ય એવું પુગલસામર્થ્ય એના સંયોગ વિશેષથી લોક પરિણમે છે. તેનો વિચાર કરવા માટે ઘણો વિસ્તાર કહેવો જોઈએ. પણ અત્ર તો મુખ્ય કરીને આત્મા કર્મનો ભોક્તા છે એટલો લક્ષ કરાવવાનો હોવાથી સાવ સંક્ષેપે આ પ્રસંગ કહ્યો છે. (86) શંકા - શિષ્ય ઉવાચ (જીવનો તે કર્મથી મોક્ષ નથી, એમ શિષ્ય કહે છે:-) કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. 87 કર્તા ભોક્તા જીવ હો, પણ તેથી તેનો મોક્ષ થવા યોગ્ય નથી, કેમકે અનંતકાળ થયો તોપણ કર્મ કરવારૂપી દોષ હજુ તેને વિષે વર્તમાન જ છે. 87 શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. 88 શુભ કર્મ કરે તો તેથી દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભોગવે, અને અશુભ કર્મ કરે તો નરકાદિ ગતિને વિષે તેનું અશુભ ફળ ભોગવે; પણ જીવ કર્મરહિત કોઈ સ્થળે હોય નહીં. 88 સમાધાન - સદ્ગુરૂ ઉવાચ (તે કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે, એમ સદ્ગુરૂ સમાધાન કરે છેઃ-) જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. 89 Page #32 -------------------------------------------------------------------------- ________________ જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તેં થતાં જાણ્યાં, અને તેથી તેનું ભોક્તાપણું જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે; માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે; અર્થાત્ જેમ તે શુભાશુભ કર્મ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી, માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે એમ હે વિચક્ષણ ! તું વિચાર. 89 વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. 90 કર્મસહિત અનંતકાળ વીત્યો, તે તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે વીત્યો, પણ તેના પર ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાય, અને તેથી મોક્ષસ્વભાવ પ્રગટ થાય. 90 દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. 91 દેહાભિ સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયોગ કરવામાં આવે તો સિદ્ધસ્વરૂપ મોક્ષસ્વભાવ પ્રગટે, અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભોગવાય. 91 શંકા - શિષ્ય ઉવાચ (મોક્ષનો ઉપાય નથી, એમ શિષ્ય કહે છે:-) હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? 92 મોક્ષપદ કદાપિ હોય તોપણ તે પ્રાપ્ત થવાનો કોઈ અવિરોધ એટલે યથાતથ્ય પ્રતીત થાય એવો ઉપાય જણાતો નથી, કેમકે અનંત કાળનાં કર્મો છે, તે આવા અલ્પાયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય ? 92 અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. 93 અથવા કદાપિ મનુષ્યદેહના અલ્પાયુષ્ય વગેરેની શંકા છોડી દઈએ, તોપણ મત અને દર્શન ઘણાં છે, અને તે મોક્ષના અનેક ઉપાયો કહે છે, અર્થાત કોઈ કંઈ કહે છે અને કોઈ કંઈ કહે છે, તેમાં કયો મત સાચો એ વિવેક બની શકે એવો નથી. 93 કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. 94 Page #33 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણાદિ કઈ જાતિમાં મોક્ષ છે, અથવા કયા વેષમાં મોક્ષ છે, એનો નિશ્ચય પણ ન બની શકે એવો છે, કેમકે તેવા ઘણા ભેદો છે, અને એ દોષે પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી. 94 તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ? 95 તેથી એમ જણાય છે કે મોક્ષનો ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય ? અર્થાત જે પદને અર્થે જાણવાં જોઈએ તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે. 95 પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. 96 આપે પાંચે ઉત્તર કહ્યાં તેથી સર્વાગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે, પણ જો મોક્ષનો ઉપાય સમજું તો સદ્ભાગ્યનો ઉદય-ઉદય થાય. અત્રે ‘ઉદય’ ‘ઉદય’ બે વાર શબ્દ છે, તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મોક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે. 96 સમાધાન - સગુણ ઉવાચ (મોક્ષનો ઉપાય છે, એમ સગુરૂ સમાધાન કરે છે :-) પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. 97 પાંચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીતિ થઈ છે, તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીતિ થશે. અત્રે ‘થશે’ અને ‘સહજ’ એ બે શબ્દ સગુરૂએ કહ્યા છે તે જેને પાંચે પદની શંકા નિવૃત્ત થઈ છે તેને મોક્ષોપાય સમજાવો કંઈ કઠણ જ નથી એમ દર્શાવવા, તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું જાણી અવશ્ય તેને મોક્ષોપાય પરિણમશે એમ ભાસવાથી (તે વચન) કહ્યાં છે, એમ સદગુરૂનાં વચનનો આશય છે. 97 કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. 98 કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. 98 જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. 99 Page #34 -------------------------------------------------------------------------- ________________ જે જે કારણો કર્મબંધનાં છે, તે તે કર્મબંધનો માર્ગ છે, અને તે તે કારણોને છેદે એવી જ દશા છે તે મોક્ષનો માર્ગ છે, ભવનો અંત છે. 99 રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. 100 રાગ, દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે; અર્થાત એ વિના કર્મનો બંધ ન થાય; તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. 100 આત્મા સત ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. 101 ‘સત’ એટલે ‘અવિનાશી', અને ચૈતન્યમય’ એટલે ‘સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય’ ‘અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એવો’, ‘કેવળ' એટલે ‘શુદ્ધ આત્મા’ પામીએ તેમ પ્રવર્તાય તે મોક્ષમાર્ગ છે. 101 કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. 102 કર્મ અનંત પ્રકારનાં છે, પણ તેના મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે. તે મોહનીય કર્મ હણાય તેનો પાઠ કહું છું. 102 કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. 103 તે મોહનીય કર્મ બે ભેદે છે:- એક ‘દર્શનમોહનીય’ એટલે ‘પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ'; બીજી ‘ચારિત્રમોહનીય'; ‘તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોધક એવા પૂર્વસંસ્કારરૂપ કષાય અને નોકષાય’ તે ચારિત્રમોહનીય. દર્શનમોહનીયને આત્મબોધ, અને ચારિત્રમોહનીયને વીતરાગપણે નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમકે મિથ્થાબોધ તે દર્શનમોહનીય છે; તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે. અને ચારિત્રમોહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેનો પ્રતિપક્ષ વીતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે, - તે તેનો અચૂક ઉપાય છે, - તેમ બોધ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશસ્વરૂપ છે, માટે તે તેનો અચૂક ઉપાય છે. 103 કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? 104 Page #35 -------------------------------------------------------------------------- ________________ ક્રોધાદિ ભાવથી કર્મબંધ થાય છે, અને ક્ષમાદિક ભાવથી તે હણાય છે; અર્થાત ક્ષમાં રાખવાથી ક્રોધ રોકી શકાય છે. સરળતાથી માયા રોકી શકાય છે, સંતોષથી લોભ રોકી શકાય છે, એમ રતિ, અરતિ આદિના પ્રતિપક્ષથી તે તે દોષો રોકી શકાય છે, તે જ કર્મબંધનો નિરોધ છે; અને તે જ તેની નિવૃત્તિ છે. વળી સર્વને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે, અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. ક્રોધાદિ રોક્યાં રોકાય છે, અને જે કર્મબંધને રોકે છે, તે અકર્મદશાનો માર્ગ છે. એ માર્ગ પરલોકે નહીં, પણ અત્રે અનુભવમાં આવે છે, તો એમાં સંદેહ શો કરવો ? 104 છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. 105 આ મારો મત છે, માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારું દર્શન છે, માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એવો આગ્રહ અથવા એવા વિકલ્પને છોડીને આ જે માર્ગ કહ્યો છે, તે સાધશે, તેના અલ્પ જન્મ જાણવા. અહીં ‘જન્મ’ શબ્દ બહુવચનમાં વાપર્યો છે, તે એટલું જ દર્શાવવાને કે ક્વચિત્ તે સાધન અધૂરાં રહ્યાં તેથી, અથવા જઘન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધન થયાં હોય, તેથી સર્વ કર્મ ક્ષય થઈ ન શકવાથી બીજો જન્મ થવાનો સંભવ છે; પણ તે બહુ નહીં; બહુ જ અલ્પ. ‘સમકિત આવ્યા પછી જો વમે નહીં, તો ઘણામાં ઘણા પંદર ભવ થાય,’ એમ જિને કહ્યું છે, અને ‘જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે પણ મોક્ષ થાય'; અત્રે તે વાતનો વિરોધ નથી. 105 ષપદનાં પ્રશ્ન તેં, પૂછડ્યાં કરી વિચાર; તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. 106 હે શિષ્ય ! તે છ પદનાં છ પ્રશ્નો વિચાર કરીને પૂક્યાં છે, અને તે પદની સર્વાગતામાં મોક્ષમાર્ગ છે, એમ નિશ્ચય કર. અર્થાત એમાંનું કોઈ પણ પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપતાં મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી. 106 જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. 107 જે મોક્ષનો માર્ગ કહ્યો તે હોય તો ગમે તે જાતિ કે વેષથી મોક્ષ થાય, એમાં કંઈ ભેદ નથી. જે સાધે તે મુક્તિપદ પામે; અને તે મોક્ષમાં પણ બીજા કશા પ્રકારનો ઊંચનીચત્વાદિ ભેદ નથી, અથવા આ વચન કહ્યાં તેમાં બીજો કંઈ ભેદ એટલે ફેર નથી. 107 કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. 108 Page #36 -------------------------------------------------------------------------- ________________ ક્રોધાદિ કષાય જેના પાતળા પડ્યા છે, માત્ર આત્માને વિષે મોક્ષ થવા સિવાય બીજી કોઈ ઇચ્છા નથી, અને સંસારના ભોગ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે, તેમ જ પ્રાણી પર અંતરથી દયા વર્તે છે, તે જીવને મોક્ષમાર્ગનો જિજ્ઞાસુ કહીએ, અર્થાત તે માર્ગ પામવા યોગ્ય કહીએ. 108 તે જિજ્ઞાસુ જીવને, થાય સગુરૂબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશોધ. 109 તે જિજ્ઞાસુ જીવને જો સદ્ગુરૂનો ઉપદેશ પ્રાપ્ત થાય તો તે સમકિતને પામે, અને અંતરની શોધમાં વર્તે. 109 મત દર્શન આગ્રહ તજી, વર્તે સદગુરૂલક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. 110 મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ જે સદગુરૂને લક્ષે વર્તે, તે શુદ્ધ સમકિતને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. 110 વર્તે નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. 111 આત્મસ્વભાવનો જ્યાં અનુભવ, લક્ષ, અને પ્રતીત વર્તે છે, તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે, ત્યાં પરમાર્થે સમકિત છે. 111 વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ. 112 તે સમકિત વધતી જતી ધારાથી હાસ્ય શોકાદિથી જે કંઈ આત્માને વિષે મિથ્યાભાસ ભાસ્યા છે તેને ટાળે, અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રનો ઉદય થાય, જેથી સર્વ રાગદ્વેષના ક્ષયરૂપ વીતરાગપદમાં સ્થિતિ થાય. 112 કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ, 113 સર્વ આભાસરહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્તદશારૂપ નિર્વાણ, દેહ છતાં જ અત્રે અનુભવાય છે. 113 કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય; Page #37 -------------------------------------------------------------------------- ________________ તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. 114 કરોડો વર્ષનું સ્વપ્ન હોય તોપણ જાગ્રત થતાં તરત શકાય છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. 114 છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. 115 હે શિષ્ય ! દેહમાં જે આત્મતા મનાઈ છે, અને તેને લીધે સ્ત્રીપુત્રાદિ સર્વમાં અહંમમત્વપણું વર્તે છે, તે આત્મતા જો આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટે, તો તું કર્મનો કર્તા પણ નથી, અને ભોક્તા પણ નથી; અને એ જ ધર્મનો મર્મ છે. 115 એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. 116 એ જ ધર્મથી મોક્ષ છે, અને તે જ મોક્ષસ્વરૂપ છો; અર્થાત શુદ્ધ આત્મપદ એ જ મોક્ષ છે. તું અનંત જ્ઞાન દર્શન તથા અવ્યાબાધ સુખસ્વરૂપ છો. 116 શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજુ કહીએ કેટલું ? કર વિચાર તો પામ. 117 તું દેહાદિક સર્વ પદાર્થથી જુદો છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કોઈ તેમાં ભળતું નથી, દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છો, બોધસ્વરૂપ છો, ચૈતન્યપ્રદેશાત્મક છો; સ્વયંજ્યોતિ એટલે કોઈ પણ તને પ્રકાશતું નથી, સ્વભાવે જ તું પ્રકાશસ્વરૂપ છો; અને અવ્યાબાધ સુખનું ધામ છો. બીજુ કેટલું કહીએ ? અથવા ઘણું શું કહેવું ? ટૂંકામાં એટલું જ કહીએ છીએ, જો વિચાર કર તો તે પદને પામીશ. 117 નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય. 118 સર્વે જ્ઞાનીઓનો નિશ્ચય અત્રે આવીને સમાય છે, એમ કહીને સદૂગરૂ મૌનતા ધરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત્ વાણીયોગની અપ્રવૃત્તિ કરી.૧૧૮ શિષ્યબોધબીજપ્રાપ્તિકથન સદગુરૂના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. 119 Page #38 -------------------------------------------------------------------------- ________________ શિષ્યને સદગુરૂના ઉપદેશથી અપૂર્વ એટલે પૂર્વે કોઈ દિવસ નહીં આવેલું એવું ભાન આવ્યું, અને તેને પોતાનું સ્વરૂપ પોતાને વિષે યથાતથ્ય ભાસ્યું, અને દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. 119 ભાસ્યું નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. 120 પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અજર, અમર, અવિનાશી અને દેહથી સ્પષ્ટ જુદું ભાસ્યું. 120 કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. 121 જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, ત્યાં મુખ્ય નયથી કર્મનું કર્તાપણું અને ભોક્તાપણું છે; આત્મસ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયો. 121 અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. 122 અથવા આત્મપરિણામ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, તેનો નિર્વિકલ્પસ્વરૂપે કર્તાભોક્તા થયો. 122 મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. 123 આત્માનું શુદ્ધપદ છે તે મોક્ષ છે અને જેથી તે પમાય તે તેનો માર્ગ છે; શ્રી સદગુરૂએ કૃપા કરીને નિર્ગથનો સર્વ માર્ગ સમજાવ્યો. 123 અહો ! અહો ! શ્રી સદગુરૂ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. 124 અહો ! અહો ! કરુણાના અપાર સમુદ્ર સ્વરૂપ આત્મલક્ષ્મીએ યુક્ત સદ્દગુરૂ, આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એવો ઉપકાર કર્યો. 124 શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. 125 હું પ્રભુના ચરણ આગળ શું ધરું ? (સદ્ગુરૂ તો પરમ નિષ્કામ છે; એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે, પણ શિષ્યધર્મે શિષ્ય આ વચન કહ્યું છે.) જે જે જગતમાં પદાર્થ છે, તે સૌ આત્માની અપેક્ષાએ Page #39 -------------------------------------------------------------------------- ________________ નિર્મુલ્ય જેવા છે, તે આત્મા તો જેણે આપ્યો તેના ચરણસમીપે હું બીજુ શું ધરું? એક પ્રભુના ચરણને આધીન હતું એટલે માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છું. 125 આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન, 126 આ દેહ, ‘આદિ’ શબ્દથી જે કંઈ મારું ગણાય છે તે, આજથી કરીને સદગુરૂ પ્રભુને આધીન વર્તો, હું તેહ પ્રભુનો દાસ છું, દાસ છું, દીન દાસ છું. 126 ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ. 12712 છયે સ્થાનક સમજાવીને હે સદૃગુરૂ દેવ ! આપે દેહાદિથી આત્માને, એમ માનથી તરવાર જુદી કાઢીને બતાવીએ તેમ સ્પષ્ટ જુદો બતાવ્યો; આપે મપાઈ શકે નહીં એવો ઉપકાર કર્યો. 127 ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. 128 છયે દર્શન આ છ સ્થાનકમાં સમાય છે. વિશેષ કરીને વિચારવાથી કોઈ પણ પ્રકારનો સંશય રહે નહીં. 128 આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદગુરૂ વૈદ્ય સુજાણ; ગુરૂ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. 129 આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં એવો બીજો કોઈ રોગ નથી, સદગુરૂ જેવા તેના કોઈ સાચા અથવા નિપુણ વૈદ્ય નથી, સદ્ગુરૂ આજ્ઞાએ ચાલવા સમાન બીજુ કોઈ પથ્ય નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કોઈ તેનું ઔષધ નથી. 129 જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. 130 12 આ “આત્મસિદ્ધિશાસ્ત્ર' શ્રી સોભાગભાઈ આદિ માટે રચ્યું હતું તે આ વધારાની ગાથાથી જણાશે. શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ. Page #40 -------------------------------------------------------------------------- ________________ જો પરમાર્થને ઇચ્છતા હો, તો સાચો પુરુષાર્થ કરો, અને ભવસ્થિતિ આદિનું નામ લઈને આત્માર્થને છેદો નહીં. 130 નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. 131 આત્મા અબંધ છે, અસંગ છે, સિદ્ધ છે એવી નિશ્ચયમુખ્ય વાણી સાંભળીને સાધન તજવાં યોગ્ય નથી. પણ તથારૂપ નિશ્ચય લક્ષમાં રાખી સાધન કરીને તે નિશ્ચયસ્વરૂપ પ્રાપ્ત કરવું. 131 નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. 132 અત્રે એકાંતે નિશ્ચયનય કહ્યો નથી, અથવા એકાંતે વ્યવહારનય કહ્યો નથી; બેય જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રહ્યાં છે. 132 ગચ્છમતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. 133 ગચ્છ મતની કલ્પના છે તે સવ્યવહાર નથી, પણ આત્માર્થીના લક્ષણમાં કહી તે દશા અને મોક્ષોપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યાં તે સવ્યવહાર છે; જે અત્રે તો સંક્ષેપમાં કહેલ છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત જેમ દેહ અનુભવમાં આવે છે, તેવો આત્માનો અનુભવ થયો નથી, દેહાધ્યાસ વર્તે છે, અને જે વૈરાગ્યાદિ સાધન પામ્યા વિના નિશ્ચય પોકાર્યા કરે છે, તે નિશ્ચય સારભૂત નથી. 133 આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય, 134 ભૂતકાળમાં જે જ્ઞાની પુરુષો થઈ ગયા છે, વર્તમાનકાળમાં જે છે, અને ભવિષ્યકાળમાં થશે. તેને કોઈને માર્ગનો ભેદ નથી, અર્થાત્ પરમાર્થે તે સૌનો એક માર્ગ છે, અને તેને પ્રાપ્ત કરવા યોગ્ય વ્યવહાર પણ તે જ પરમાર્થસાધકરૂપે દેશ કાળાદિને લીધે ભેદ કહ્યો હોય છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પણ પરમાર્થે ભેદ નથી. 134 સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સગુરૂઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. 135 સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે, પણ તે તો જે સમજે તેને પ્રગટ થાય. તે પ્રગટ થવામાં સગરની આજ્ઞાથી પ્રવર્તવું, તથા સદગુરૂએ ઉપદેશેલી એવી જિનદશાનો વિચાર કરવો, તે બેય નિમિત્ત કારણ છે. 135 Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. 136 સદગુરૂઆશા આદિ તે આત્મસાધનનાં નિમિત્ત કારણ છે, અને આત્માના જ્ઞાન દર્શનાદિ ઉપાદાન કારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ઉપાદાનનું નામ લઈ જે કોઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે, અને ભ્રાંતિમાં વર્ચા કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાર્થે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચાં નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચાં નિમિત્ત મળે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થરહિત ન થવું, એવો શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાનો પરમાર્થ છે. 136 મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. 137 મુખથી નિશ્ચયમુખ્ય વચનો કહે છે, પણ અંતરથી પોતાને જ મોહ છૂટ્યો નથી, એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની કહેવરાવવાની કામનાએ સાચા જ્ઞાની પુરુષનો દ્રોહ કરે છે. 137 દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. 138 દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણો મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રત હોય, અર્થાત એ ગુણો વિના મુમુક્ષપણું પણ ન હોય. 138 મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. 139 મોહભાવનો જ્યાં ક્ષય થયો હોય, અથવા જ્યાં મોહદશા બહુ ક્ષીણ થઈ હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે, તેને ભ્રાંતિ કહીએ. 139 સકળ જગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. 140 સમસ્ત જગત જેણે એઠ જેવું જાણ્યું છે, અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચા જ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. 140 સ્થાનક પાંચ વિચારીને, છક્કે વર્તે છે; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. 141 Page #42 -------------------------------------------------------------------------- ________________ પાંચે સ્થાનકને વિચારીને જે છઠું સ્થાનકે વર્તે, એટલે તે મોક્ષના જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે તે પાંચમું સ્થાનક એટલે મોક્ષપદ, તેને પામે. 141 દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. 142 પૂર્વપ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પનારહિત, આત્મામય જેની દશા વર્તે છે, તે જ્ઞાની પુરુષના ચરણકમળમાં અગણિત વાર વંદન હો ! 142 સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ; ષદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ. શ્રી સગુરૂચરણાર્પણમસ્તુ.