________________ પ્રત્યક્ષ સદગુરૂ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. 11 જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, અને તેનો ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મભ્રાંતિનું સમાધાન થાય એવા સદગુરૂનો સમાગમ પ્રાપ્ત થયો હોય તેમાં પરોક્ષ જિનોનાં વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. 11 સગુરૂના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમયે જિનસ્વરૂપ. 12 સગુરૂના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શો થાય ? જો સદગુરૂઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે. 12 સગુરૂના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમજો જિનસ્વભાવ તો, આત્મભાનનો ગુજ્ય. સગુરૂના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે, તે પોતાના સ્વરૂપની દશા પામે, કેમકે શુદ્ધ આત્માપણું એ જ જિનનું સ્વરૂપ છે; અથવા રાગ, દ્વેષ અને અજ્ઞાન જિનને વિષે નથી તે જ શુદ્ધ આત્મપદ છે, અને તે પદ તો સત્તાએ સર્વ જીવનું છે. તે સદગુરૂ-જિનને અવલંબીને અને જિનના સ્વરૂપને કહેવે કરી મુમુક્ષુ જીવને સમજાય છે. (12) આત્માદિ અસ્તિત્વના, એહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદગુરૂ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. 13 જે જિનાગમાદિ આત્માના હોવાપણાનો તથા પરલોકાદિના હોવાપણાનો ઉપદેશ કરવાવાળાં શાસ્ત્રો છે તે પણ જ્યાં પ્રત્યક્ષ સગુરૂનો જોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે; પણ સગુરૂ સમાન તે ભ્રાંતિના છેદક કહી ન શકાય. 13 અથવા સંગુરૂએ કહ્યાં, જે અવગાહન કાજ; 8 જુઓ આંક 527. 9 પાઠાંતર:-અથવા સદ્ગુરૂએ કહ્યાં, જો અવગાહન કાજ; તો તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ.