________________ સમાધાન :- પરમાર્થથી ઉત્કૃષ્ટ ત્યાગવૈરાગ્ય વિના એકાવતારીપણું થાય જ નહીં, એવો સિદ્ધાંત છે, અને વર્તમાનમાં પણ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકનો કશો નિષેધ છે નહીં અને ચોથે ગુણસ્થાનકેથી જ આત્મજ્ઞાનનો સંભવ થાય છે; પાંચમે વિશેષ સ્વરૂપસ્થિતિ થાય છે, છ ઘણા અંશે સ્વરૂપસ્થિતિ થાય છે, પૂર્વપ્રેરિત પ્રમાદના ઉદયથી માત્ર કંઈક પ્રમાદદશા આવી જાય છે. પણ તે આત્મજ્ઞાનને રોધક નથી, ચારિત્રને રોધક છે. આશંકા :- અત્રે તો સ્વરૂપસ્થિત એવું પદ વાપર્યું છે, અને સ્વરૂપસ્થિત પદ તો તેરમે ગુણસ્થાનકે જ સંભવે સમાધાન :- સ્વરૂપસ્થિતિની પરાકાષ્ઠા તો ચૌદમા ગુણસ્થાનકને છેડે થાય છે, કેમકે નામ ગોત્રાદિ ચાર કર્મનો નાશ ત્યાં થાય છે, તે પહેલાં કેવળીને ચાર કર્મનો સંગ છે, તેથી સંપૂર્ણ સ્વરૂપસ્થિતિ તો તેરમે ગુણસ્થાનકે પણ ન કહેવાય. આશંકા :- ત્યાં નામાદિ કર્મથી કરીને અવ્યાબાધ સ્વરૂપસ્થિતિની ના કહે તો તે ઠીક છે, પણ કેવળજ્ઞાનરૂપ સ્વરૂપસ્થિતિ છે, તેથી સ્વરૂપસ્થિતિ કહેવામાં દોષ નથી, અને અત્રે તો તેમ નથી, માટે સ્વરૂપસ્થિતિપણું કેમ કહેવાય ? સમાધાન :- કેવળજ્ઞાનને વિષે સ્વરૂપસ્થિતિનું તારતમ્ય વિશેષ છે; અને ચોથ, પાંચમે, છ ગુણસ્થાનકે તેથી અલ્પ છે, એમ કહેવાય; પણ સ્વરૂપસ્થિતિ નથી એમ ન કહી શકાય. ચોથે ગુણસ્થાનકે મિથ્યાત્વમુક્તદશા થવાથી આત્મસ્વભાવઆવિર્ભાવપણું છે, અને સ્વરૂપસ્થિતિ છે; પાંચમે ગુણસ્થાનકે દેશે કરીને ચારિત્રઘાતક કષાયો રોકાવાથી આત્મસ્વભાવનું ચોથા કરતાં વિશેષ આવિર્ભાવપણું છે, અને છઠ્ઠામાં કષાયો વિશેષ રોકાવાથી સર્વ ચારિત્રનું ઉદયપણું છે, તેથી આત્મસ્વભાવનું વિશેષ આવિર્ભાવપણું છે. માત્ર છકે ગુણસ્થાનકે પૂર્વનિબંધિત કર્મના ઉદયથી પ્રમત્તદશા ક્વચિત વર્તે છે તેને લીધે ‘પ્રમત્ત’ સર્વ ચારિત્ર કહેવાય, પણ તેથી સ્વરૂપસ્થિતિમાં વિરોધ નહીં, કેમકે આત્મસ્વભાવનું બાહુલ્યતાથી આવિર્ભાવપણું છે. વળી આગમ પણ એમ કહે છે કે, ચોથે ગુણસ્થાનકેથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનનો તારતમ્યભેદ છે. જો ચોથે ગુણસ્થાનકે સ્વરૂપસ્થિતિ અંશે પણ ન હોય, તો મિથ્યાત્વ જવાનું ફળ શું થયું ? કંઈ જ થયું નહીં. જે મિથ્યાત્વ ગયું તે જ આત્મસ્વભાવનું આવિર્ભાવપણું છે, અને તે જ સ્વરૂપસ્થિતિ છે. જો સમ્યકત્વથી તથારૂપ સ્વરૂપસ્થિતિ ન હોત, તો શ્રેણિકાદિને એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય ? એક પણ ત્યાં વ્રત, પચ્ચખાણ નથી અને માત્ર એક જ ભવ બાકી રહ્યો એવું અલ્પસંસારીપણું થયું તે જ સ્વરૂપસ્થિતિરૂપ સમકિતનું બળ છે. પાંચમે અને છ ગુણસ્થાનકે ચારિત્રનું બળ વિશેષ છે, અને મુખ્યપણે ઉપદેશક ગુણસ્થાનક તો છછું અને તેરમું છે. બાકીનાં ગુણસ્થાનકો ઉપદેશકની પ્રવૃત્તિ કરી શકવા યોગ્ય નથી; એટલે તેરમે અને છઠ્ઠ ગુણસ્થાનકે તે પદ પ્રવર્તે છે.(૧૦)