SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમથુત, સગુરૂ લક્ષણ યોગ્ય. 10 આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત થયા છે; તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને ષદર્શનના તાત્પર્યને જાણે છે, તે સગુરૂનાં ઉત્તમ લક્ષણો છે. 10. સ્વરૂપસ્થિત ઇચ્છારહિત, વિચરે પૂર્વપ્રયોગ; અપૂર્વ વાણી, પરમથુત, સદગુરૂલક્ષણ યોગ્ય. આત્મસ્વરૂપને વિષે જેની સ્થિતિ છે, વિષય અને માન પૂજાદિ ઇચ્છાથી રહિત છે, અને માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મના પ્રયોગથી જે વિચરે છે; જેમની વાણી અપૂર્વ છે, અર્થાત નિજઅનુભવસહિત જેનો ઉપદેશ હોવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે, અને પરમશ્રત એટલે ષદર્શનના યથાસ્થિત જાણ હોય, એ સદગુરૂનાં યોગ્ય લક્ષણો છે. અત્રે સ્વરૂપસ્થિત એવું પ્રથમ પદ કહ્યું તેથી જ્ઞાનદશા કહી. ઇચ્છારહિતપણું કહ્યું તેથી ચારિત્રદશા કહી. ઇચ્છારહિત હોય તે વિચરી કેમ શકે ? એવી આશંકા, ‘પૂર્વપ્રયોગ એટલે પૂર્વનાં બંધાયેલાં પ્રારબ્ધથી વિચરે છે; વિચરવા આદિની બાકી જેને કામના નથી,' એમ કહી નિવૃત્ત કરી. અપૂર્વ વાણી એમ કહેવાથી વચનાતિશયતા કહી, કેમકે તે વિના મુમુક્ષને ઉપકાર ન થાય. પરમશ્રત કહેવાથી ષદર્શન અવિરુદ્ધ દશાએ જાણનાર કહ્યા, એટલે શ્રુતજ્ઞાનનું વિશેષપણું દર્શાવ્યું. આશંકા :- વર્તમાનકાળમાં સ્વરૂપસ્થિત પુરુષ હોય નહીં, એટલે જ સ્વરૂપસ્થિત વિશેષણવાળા સદગુરૂ કહ્યા છે, તે આજે હોવા યોગ્ય નથી. સમાધાન :- વર્તમાનકાળમાં કદાપિ એમ કહેલું હોય તો કહેવાય કે ‘કેવળભૂમિકા'ને વિષે એવી સ્થિતિ અસંભવિત છે, પણ આત્મજ્ઞાન જ ન થાય એમ કહેવાય નહીં, અને આત્મજ્ઞાન છે તે સ્વરૂપસ્થિતિ છે. આશંકા :- આત્મજ્ઞાન થાય તો વર્તમાનકાળમાં મુક્તિ થવી જોઈએ અને જિનાગમમાં ના કહી છે. સમાધાન :- એ વચન કદાપિ એકાંતે એમ જ છે એમ ગણીએ, તોપણ તેથી એકાવતારીપણાનો નિષેધ થતો નથી, અને એકાવતારીપણું આત્મજ્ઞાન વિના પ્રાપ્ત થાય નહીં. આશંકા :- ત્યાગ વૈરાગ્યાદિના ઉત્કૃષ્ટપણાથી તેને એકાવતારીપણું કહ્યું હશે. 7 જુઓ આંક 837
SR No.330841
Book TitleVachanamrut 0718 2 Atma Siddhi Gatha 024 to 073
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy