________________ ‘આચારાંગસૂત્રમાં (પ્રથમ શ્રુતસ્કંધ, પ્રથમાધ્યયનના પ્રથમ ઉદ્દેશે, પ્રથમ વાક્ય) કહ્યું છે કેઃ- આ જીવ પૂર્વથી આવ્યો છે ? પશ્ચિમથી આવ્યો છે ? ઉત્તરથી આવ્યો છે ? દક્ષિણથી આવ્યો છે ? અથવા ઊંચેથી ? નીચેથી કે કોઈ અનેરી દિશાથી આવ્યો છે ? એમ જે જાણતો નથી તે મિથ્યાદ્રષ્ટિ છે, જે જાણે તે સમ્યગ્દષ્ટિ છે. તે જાણવાનાં ત્રણ કારણો આ પ્રમાણે :- (1) તીર્થકરના ઉપદેશથી, (2) સગુરૂના ઉપદેશથી, અને (3) જાતિસ્મૃતિજ્ઞાનથી. અત્રે જાતિસ્મૃતિ જ્ઞાન કહ્યું તે પણ પૂર્વના ઉપદેશની સંધિ છે. એટલે પૂર્વે તેને બોધ થવામાં સદગુરૂનો અસંભવ ધારવો ઘટતો નથી. વળી ઠામ ઠામ જિનાગમમાં એમ કહ્યું છે કે : ‘ગુરુનો છઠ્ઠાણુવત્ત IT' ગુરૂની આજ્ઞાએ પ્રવર્તવું. ગુરૂની આજ્ઞાએ ચાલતાં અનંતા જીવો સીઝયા, સીઝે છે અને સીઝશે. તેમ કોઈ જીવ પોતાના વિચારથી બોધ પામ્યા, તેમાં પ્રાયે પૂર્વે સગુરૂઉપદેશનું કારણ હોય છે. પણ કદાપિ જ્યાં તેમ ન હોય ત્યાં પણ તે સગુરૂનો નિત્યકામી રહ્યો થકો સદ્વિચારમાં પ્રેરાતો પ્રેરાતો સ્વવિચારથી આત્મજ્ઞાન પામ્યો એમ કહેવા યોગ્ય છે; અથવા તેને કંઈ સગુરૂની ઉપેક્ષા નથી અને જ્યાં સદગુરૂની ઉપેક્ષા વર્તે ત્યાં માનનો સંભવ થાય છે, અને જ્યાં સદ્ગુરૂ પ્રત્યે માન હોય ત્યાં કલ્યાણ થવું કહ્યું, કે તેને સદ્વિચાર પ્રેરવાનો આત્મગુણ કહ્યો. તથારૂપ માન આત્મગુણનું અવશ્ય ઘાતક છે. બાહુબળજીમાં અનેક ગુણસમૂહ વિદ્યમાન છતાં નાના અઠ્ઠાણું ભાઈને વંદન કરવામાં પોતાનું લઘુપણું થશે, માટે અત્રે જ ધ્યાનમાં રોકાવું યોગ્ય છે એમ રાખી એક વર્ષ સુધી નિરાહારપણે અનેક ગુણસમુદાયે આત્મધ્યાનમાં રહ્યા, તોપણ આત્મજ્ઞાન થયું નહીં. બાકી બીજી બધી રીતની યોગ્યતા છતાં એક એ માનના કારણથી તે જ્ઞાન અટક્યું હતું. જ્યારે શ્રી ઋષભદેવે પ્રેરેલી એવી બ્રાહ્મી અને સુંદરી સતીએ તેને તે દોષ નિવેદન કર્યો અને તે દોષનું ભાન તેને થયું તથા તે દોષની ઉપેક્ષા કરી અસારત્વ જાણ્યું ત્યારે કેવળજ્ઞાન થયું. તે માન જ અત્રે ચાર ઘનઘાતી કર્મનું મૂળ થઈ વર્યું હતું. વળી બાર બાર મહિના સુધી નિરાહારપણે, એક લક્ષે, એક આસને, આત્મવિચારમાં રહેનાર એવા પુરુષને એટલા માને તેવી બારે મહિનાની દશા સફળ થવા ન દીધી, અર્થાત તે દશાથી માન ન સમજાયું અને જ્યારે સગુરૂ એવા શ્રી ઋષભદેવે તે માન છે એમ પ્રેર્યું ત્યારે મુહર્તમાં તે માન વ્યતીત થયું; એ પણ સદગુરૂનું જ માહાસ્ય દર્શાવ્યું છે. વળી આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. ‘આચારાંગસૂત્ર'માં કહ્યું છે કે :(સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે, કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે અમને આમ કહ્યું છે.) ગુરૂને આધીન થઈ વર્તતા એવા અનંતા પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. ‘ઉત્તરાધ્યયન’, ‘સૂયગડાંગાદિમાં ઠામ ઠામ એ જ કહ્યું છે. (9) 6 સૂત્રકૃતાંગ, પ્રથમ શ્રુતસ્કંધ, દ્વિતીય અધ્યયન, ગા૦ 32.