________________ તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. 14 અથવા જો સદગુરૂએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય, તો તે શાસ્ત્રો મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છોડીને માત્ર આત્માર્થે નિત્ય વિચારવાં. 14 રોકે જીવ સ્વછંદ તો, પામે અવશય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. 15 જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઇચ્છાએ ચાલ્યો છે, એનું નામ ‘સ્વચ્છેદ' છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળ અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એક્કે દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે. 15 પ્રત્યક્ષ સગુરૂ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. 16 પ્રત્યક્ષ સદ્ગુરૂના યોગથી તે સ્વચ્છંદ રોકાય છે, બાકી પોતાની ઇચ્છાએ બીજા ઘણા ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણો થાય છે. 16 સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગર્લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. 17 સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સગુરૂના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે ‘સમકિત’ કહ્યું છે. 17 માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદગુરૂ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. 18 માન અને પૂજાસત્કારાદિનો લોભ એ આદિ મહાશત્રુ છે, તે પોતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં, અને સદ્દગુરૂના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય. 18 જે સગુરૂ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરૂ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. 19 જે સગરના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાનને પામ્યા, તે સગુરૂ હજુ છદ્મસ્થ રહ્યા હોય, તોપણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળીભગવાન છદ્મસ્થ એવા પોતાના ગુરૂની વૈયાવચ્ચ કરે. 19 એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. 20