________________ નિર્મુલ્ય જેવા છે, તે આત્મા તો જેણે આપ્યો તેના ચરણસમીપે હું બીજુ શું ધરું? એક પ્રભુના ચરણને આધીન હતું એટલે માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છું. 125 આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન, 126 આ દેહ, ‘આદિ’ શબ્દથી જે કંઈ મારું ગણાય છે તે, આજથી કરીને સદગુરૂ પ્રભુને આધીન વર્તો, હું તેહ પ્રભુનો દાસ છું, દાસ છું, દીન દાસ છું. 126 ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ. 12712 છયે સ્થાનક સમજાવીને હે સદૃગુરૂ દેવ ! આપે દેહાદિથી આત્માને, એમ માનથી તરવાર જુદી કાઢીને બતાવીએ તેમ સ્પષ્ટ જુદો બતાવ્યો; આપે મપાઈ શકે નહીં એવો ઉપકાર કર્યો. 127 ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. 128 છયે દર્શન આ છ સ્થાનકમાં સમાય છે. વિશેષ કરીને વિચારવાથી કોઈ પણ પ્રકારનો સંશય રહે નહીં. 128 આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદગુરૂ વૈદ્ય સુજાણ; ગુરૂ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. 129 આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં એવો બીજો કોઈ રોગ નથી, સદગુરૂ જેવા તેના કોઈ સાચા અથવા નિપુણ વૈદ્ય નથી, સદ્ગુરૂ આજ્ઞાએ ચાલવા સમાન બીજુ કોઈ પથ્ય નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કોઈ તેનું ઔષધ નથી. 129 જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. 130 12 આ “આત્મસિદ્ધિશાસ્ત્ર' શ્રી સોભાગભાઈ આદિ માટે રચ્યું હતું તે આ વધારાની ગાથાથી જણાશે. શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ.