SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. 114 કરોડો વર્ષનું સ્વપ્ન હોય તોપણ જાગ્રત થતાં તરત શકાય છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. 114 છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. 115 હે શિષ્ય ! દેહમાં જે આત્મતા મનાઈ છે, અને તેને લીધે સ્ત્રીપુત્રાદિ સર્વમાં અહંમમત્વપણું વર્તે છે, તે આત્મતા જો આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટે, તો તું કર્મનો કર્તા પણ નથી, અને ભોક્તા પણ નથી; અને એ જ ધર્મનો મર્મ છે. 115 એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. 116 એ જ ધર્મથી મોક્ષ છે, અને તે જ મોક્ષસ્વરૂપ છો; અર્થાત શુદ્ધ આત્મપદ એ જ મોક્ષ છે. તું અનંત જ્ઞાન દર્શન તથા અવ્યાબાધ સુખસ્વરૂપ છો. 116 શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજુ કહીએ કેટલું ? કર વિચાર તો પામ. 117 તું દેહાદિક સર્વ પદાર્થથી જુદો છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કોઈ તેમાં ભળતું નથી, દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છો, બોધસ્વરૂપ છો, ચૈતન્યપ્રદેશાત્મક છો; સ્વયંજ્યોતિ એટલે કોઈ પણ તને પ્રકાશતું નથી, સ્વભાવે જ તું પ્રકાશસ્વરૂપ છો; અને અવ્યાબાધ સુખનું ધામ છો. બીજુ કેટલું કહીએ ? અથવા ઘણું શું કહેવું ? ટૂંકામાં એટલું જ કહીએ છીએ, જો વિચાર કર તો તે પદને પામીશ. 117 નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય. 118 સર્વે જ્ઞાનીઓનો નિશ્ચય અત્રે આવીને સમાય છે, એમ કહીને સદૂગરૂ મૌનતા ધરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત્ વાણીયોગની અપ્રવૃત્તિ કરી.૧૧૮ શિષ્યબોધબીજપ્રાપ્તિકથન સદગુરૂના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. 119
SR No.330841
Book TitleVachanamrut 0718 2 Atma Siddhi Gatha 024 to 073
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy