________________ પામે નહિ પરમાર્થને, અનુ-અધિકારીમાં જ. 31 એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કેમકે ઉપર કહ્યા જીવ, તેને જેમ કુળધર્માદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઇચ્છાથી પોતાના શુષ્કમતનો આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અનઅધિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નહીં એવા જીવોમાં તે પણ ગણાય. 31 નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. 32 જેને ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય પાતળા પડ્યા નથી, તેમ જેને અંતરવૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્યાસત્ય તુલના કરવાને જેને અપક્ષપાતદ્રષ્ટિ નથી, તે મતાર્થી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મોક્ષમાર્ગને પામવા યોગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું. 32 લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. 33 એમ મતાર્થી જીવનાં લક્ષણ કહ્યાં. તે કહેવાનો હેતુ એ છે કે કોઈ પણ જીવનો તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવનાં લક્ષણ કહીએ છીએ :- લક્ષણ કેવાં છે ? તો કે આત્માને અવ્યાબાધ સુખની સામગ્રીના હેતુ છે. 33 આત્માર્થી-લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરૂ હોય; બાકી કુળગુરૂ કલ્પના, આત્માર્થી નહિ જોય. 34 જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. ‘નં સંમતિ પાસ તે મોતિ પાસદ - જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ ‘આચારાંગસૂત્ર'માં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરૂ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાનરહિત હોય તોપણ પોતાના કુળના ગુરૂને સદગુરૂ માનવા એ માત્ર કલ્પના છે; તેથી કંઈ વિચ્છેદ ન થાય એમ આત્માર્થી જુએ છે. 34 પ્રત્યક્ષ સગુરૂ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. 35