________________ તે આત્મા દ્રષ્ટિ એટલે આંખથી ક્યાંથી દેખાય ? કેમકે ઊલટો તેનો તે જોનાર છે. સ્થૂળસૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાધ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જેનો બાધ કરી શકાતો નથી એવો બાકી છે અનુભવ રહે છે તે જીવનું સ્વરૂપ છે. 51 ૧છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇન્દ્રીના વિષયનું, પણ આત્માને ભાન. પર 10કર્મેન્દ્રિયથી સાંભળ્યું તે તે કન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઇંદ્રિય તેને જાણતી નથી; અને ચક્ષ-ઇંદ્રિયે દીઠેલું તે કન્દ્રિય જાણતી નથી. અર્થાત્ સૌ સૌ ઇંદ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઇંદ્રિયોના વિષયનું જ્ઞાન નથી; અને આત્માને તો પાંચે ઇંદ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત જે તે પાંચે ઇંદ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે ‘આત્મા’ છે, અને આત્મા વિના એકેક ઇંદ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. પર દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રી, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. 53 દેહ તેને જાણતો નથી, ઇંદ્રિયો તેને જાણતી નથી અને શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પણ તેને જાણતો નથી; તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તો જડપણે પડ્યાં રહે છે, એમ જાણ. 53 સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. 54 જાગ્રત, સ્વપ્ન અને નિદ્રા એ અવસ્થામાં વર્તતો છતાં તે તે અવસ્થાઓથી જુદો જે રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે, એવો પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વર્તે છે; કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી. ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન ? પપ ઘટ, પટ આદિને તે પોતે જાણે છે, તે છે” એમ તું માને છે, અને જે તે ઘટ, પટ આદિનો જાણનાર છે તેને માનતો નથી; એ જ્ઞાન તે કેવું કહેવું? પપ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; 10 પાઠાંતરઃ- કાન ન જાણે આંખને, આંખ ન જાણે કાન;