Book Title: Rajarshi Prasannachandra Mahamantri Abhaykumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/005461/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૩ 'જૈન બાલગ્રંથાવલિ શ્રેણી - ૨ રાજર્ષિ પ્રસન્નચંદ્ર મહામંત્રી અભયકુમાર Uvun VVVP જયભિખું Jain Education interational For Personal & Pavate Use Only www.jainenborg Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ કુિલ પુસ્તક ૧૦] ૧. તીર્થકર શ્રી ઋષભદેવ, ભરત – બાહુબલી ૨. તીર્થકર શ્રી મહાવીર, તીર્થકર શ્રી પાર્શ્વનાથ ૩. આચાર્ય શ્રી જંબુસ્વામી, આર્દ્રકુમાર ૪. મહાસતી અંજના, સતી ચંદનબાળા ૫. કાન કઠિયારો, અક્ષયતૃતીયા, સત્યનો જય ૬. રાજા શ્રીપાળ, શેઠ જગડુશાહ ૭. મુનિશ્રી હરિકેશ, આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર ૮. રાણી ચેલ્લણા, અમરકુમાર ૯. અર્જુનમાળી, ચંદનમલયાગિરિ ૧૦. મહારાજા કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ, મહાત્મા દઢપ્રહારી For Personal & Private Use only For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ જેન બાલગ્રંથાવલિ = શ્રેણી ૨ - ૫.૩ રાજર્ષિ પ્રસન્નચંદ્ર મહામંત્રી અભયકુમાર સંપાદક જયભિખ્ખ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Balgranthavali Shreni-2 Ed. by Jaybhikhkhu Published by Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380 007 આવૃત્તિ : જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ ISBN : 978-81-89160-95-1 કિંમત : રૂ. ૧૫ ૧૦ પુસ્તિકાના સેટની કિંમત રૂ. ૧૫૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ મુખ્ય વિસ્તા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૫૧-૨, ૨મેશપાર્ક સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ -૩૮૦ ૦૧૩ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ ગૂર્જર એજન્સીઝ રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ -૩૮૦ ૦૦૧ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ મુદ્રક ક્રિષ્ના ગ્રાફિક્સ, નારણપુરા ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ પ્રસન્નચંદ્ર સોહામણું પોતનપુર નામે શહેર છે. રાજા પ્રસન્નચંદ્ર ત્યાં રાજ કરે. ભારે પ્રજાપ્રેમી ને અદલઇન્સાફી. ખોટું બોલે નહિ, ખોટું ચાલે નહિ. ન્યાયથી પ્રજાને પાળે ને દુનિયાનાં દુઃખ કાપે. રાજાજી એક દિવસ રાજસભામાં બેઠા છે. ત્યાં કોઈએ આવીને ખબર આપ્યાઃ વનજંગલમાં આપના એક ભાઈ છે. એનું નામ વલ્કલચીરી. સંન્યાસી થયેલા આપના પિતા સોમચંદ્ર એને ઉછેરે છે. જૂની વાત છે. આપ બાળક હતા. જૂના રિવાજ પ્રમાણે મોટી ઉંમરે આપના પિતા રાજ છોડી વનમાં ગયા, ત્યારે આપનાં માતા પણ સાથે ગયેલાં. એ વેળા આપનાં સતીમા ગર્ભવંતાં હતાં. તેઓ જંગલમાં વલ્કલચીરીને જન્મ આપી મરી ગયાં. પિતા સોમચંદ્રે એને ઉછેરીને મોટા કર્યા. બીજું તો ઠીક, પણ મહારાજ ! એ આપના ભાઈ ખરેખર, For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩ વનમાનવ જેવા છે. શરીરે ભારે બળવાન. જંગલોનાં જંગલો ફરી વળે. ભયનું નામ ન જાણે. વાઘ-દીપડાનો ડર નહીં. નદી-તળાવ ગમે તેવાં તરી જાય, પણ મહારાજ, આપની માતા નાનો મૂકીને મરી ગયાં, ને પછી તાપસોના આશ્રમમાં સ્ત્રી ક્યાંથી હોય? એટલે કોણ સ્ત્રી ને કોણ પુરુષ, એવા એમને ભેદ જ નથી. અરેરે, આપના ભાઈની આવી દશા ! એક રાજકુમારની કેવી હાલત ! વગડાનાં કેવાં દુઃખ ! આશ્રમનાં કેવાં ખાવા-પીવાં !” રાજા પ્રસન્નચંદ્ર કહે, “ધિક્કાર છે મને. મારો નાનો ભાઈ આ રાજનો મારા જેટલો જ હકદાર છે. અરે, ચાલો, આપણે તેને તેડી લાવીએ.' ના મહારાજ, આપ જશો તો પણ આપના પિતાજી એને નહીં મોકલે. પિતાજીનો એના પર ખૂબ પ્રેમ છે; પણ એ પ્રેમ એનું ભવિષ્ય બગાડે છે.” રાજાજીએ રાજની કુશળ ગણિકાઓને બોલાવી. આ ગણિકાઓ રાજકાજમાં ચતુર ને ભણેલી રહેતી. તેઓએ વલ્કલચીરીને નગરમાં લાવવાનું કામ માથે લીધું. તાપસીઓનો વેશ પહેરી તેઓ જંગલમાં ગઈ. ઋષિ સોમચંદ્ર ધ્યાન માટે ક્યાંય ગયા હતા. ફળની છાબડી ભરીને આવતો વલ્કલચીરી એમને રસ્તામાં મળ્યો. વલ્કલચીરીએ આ દેખાવડા ને હેત આવે એવા તાપસોને જોઈ કહ્યું છે For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ પ્રસન્નચંદ્ર ઋષિઓ, તમે કોણ છો ? ક્યા આશ્રમથી આવો છો?” અમે પોતાને આશ્રમના ઋષિઓ છીએ. તમારે ત્યાં આવ્યા છીએ. કહો, શી મહેમાની કરશો?’ - વલ્કલચીરી કહે, “આ પાકાં ને તાજાં ફળો લાવ્યો છું, તે ખાઓ.' ગણિકાઓ કહે, ‘આવાં સ્વાદ વિનાનાં ફળ કોણ ખાય ? જુઓ, અમારાં આશ્રમનાં આ ફળ.' એમ કહી બે સાકરના બનેલા લાડુ તેની આગળ મૂક્યા. વલ્કલચીરી તે ખાઈને બોલ્યો: “વાહ, આ ફળ તો ભારે મજાનાં છે! ન બી છે, ન છાલ છે. અમારા વનમાં તો આવાં મિષ્ટ ફળો થતાં જ નથી.” તે ફળનાં ખૂબ વખાણ કરવા લાગ્યો. પેલી ગણિકાઓ બોલીઃ “જો આપને એવાં ફળો ખાવાં હોય તો આવો અમારા આશ્રમમાં !” વલ્કલચીરીને લાડુ બહુ દાઢે લાગ્યા હતા એટલે તે જવા તૈયાર થયો, ને તેમની સાથે ચાલ્યો. જ્યાં તેઓ થોડું ચાલ્યાં ત્યાં સોમચંદ્ર રાજર્ષિ આવતા દેખાયા. ગણિકાઓ તેમને જોઈને ડરીઃ “અરે, આપણું મોત આવ્યું ! આ ઋષિ આપણને હવે શાપ આપીને બાળી મૂકશે.' એટલે વલ્કલચીરીને પડતો મૂકી મૂઠીઓ વાળીને એ તો ફાવે તેમ નાઠી. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩ મહામહેનતે પોતનપુર પહોંચીને એમણે રાજા પ્રસન્નચંદ્રને બધી હકીકત કહી. એટલે પ્રસન્નચંદ્રને ઘણું જ દુઃખ થયું. હા, મેં મૂરખે શું કર્યું? એક તો પિતાપુત્રને જુદા પાડ્યા ને મને ભાઈ મળ્યો નહીં ! હવે પિતાથી જુદો પડેલો એ અબુધ શું કરશે? તેમણે શોધ કરવા ચારે બાજુ પોતાના માણસો દોડાવ્યા. રાજાને ખૂબ શોક થયો. શોક પાળવા તેમણે હુકમ કર્યો કે મારા નગરમાં ક્યાંય વાજાં વાગે નહીં. વલ્કલચીરી પેલા તાપસોને શોધતો જંગલેજંગલ ભટકવા લાગ્યો. ભટકતાં ભટકતાં તેને એક રથવાળો મળ્યો. વલ્કલચીરીએ તેને જોઈ પ્રણામ કર્યા ને કહ્યું: “બાપજી, હું તમને પ્રણામ કરું છું.” રથવાળાએ પૂછયું “આપને ક્યાં જવું છે?” વલ્કલચીરી કહે, “મારે પોતાના આશ્રમમાં જવું છે.' રથવાળો કહે, “આવો ત્યારે, હું પણ ત્યાં જ જવાનો છું.' એમ કહી તેને રથમાં બેસાડ્યો. રથમાં તેની સ્ત્રી બેઠેલી હતી. વલ્કલચીરીએ તેને જોઈને કહ્યું: “બાપજી ! હું તમને પ્રણામ કરું છું.” સ્ત્રી અચંબો પામી. આ મને બાપજી કેમ કહે છે ? તેણે પોતાના સ્વામીને કહ્યું, એટલે તે બોલ્યોઃ “આ બિચારો ગમાર છે. વનમાં ઊછર્યો છે એટલે સ્ત્રીને તે ઓળખતો નથી.” પછી ઘોડાઓને જોઈને વલ્કલચીરીએ પૂછ્યું : “બાપજી, For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ પ્રસન્નચંદ્ર આ મૃગલાં આવડા મોટાં કેમ છે ? અને બિચારાને અહીં શું કામ જોડ્યાં છે?” રથવાળો કહે, “અમારા આશ્રમમાં આવડા મૃગલાં થાય છે, અને તે આવું જ કામ કરે છે.” જતાં જતાં બપોર ચડ્યા એટલે રથવાળાએ ભાથું છોડ્યું. તેમાંથી બે લાડુ કાઢીને વલ્કલચીરીને પણ આપ્યા. વલ્કલચીરી તે ખાતો જાય ને ખૂબ ખુશ થતો જાય ! “હાશ ! કેવાં મીઠાં આ પોતાન આશ્રમનાં ફળ છે ! ત્યાં પહોંચીશ એટલે હંમેશ આવાં ફળ ખાવાને મળશે.' રથ ચાલતો ચાલતો પોતનપુર આવ્યો. વલ્કલચીરી ગામમાં આવ્યો. તેને બધું નવું નવું જ લાગે. તે હવેલીઓને જોઈ વિચારવા લાગ્યો, અધધધા આવડી મોટી ઝૂંપડીઓ ! અને આ પથરાની કેમ બાંધી હશે? શું લાકડાં ને ઘાસ અહીં નહીં મળતાં હોય ? અને આટલા બધા અહીં સાથે કેમ રહેતાં હશે? હા ! કેવડો મોટો આશ્રમ ! અહીં તો બધું નવું નવું જ છે, પણ હું હવે ક્યાં જાઉં ? અહીં જાઉં ? ત્યાં જાઉં? ક્યાં જાઉં? એમ વિચાર કરતાં તે એક ગણિકાના ઘર આગળ આવ્યો. જરા પણ અટક્યા વિના તે સીધો અંદર ગયો. ત્યાં ગણિકા ઊભી હતી. તેને જોઈને વલ્કલચીરીએ પ્રણામ કર્યા ને કહ્યું: ‘હે બાપજી ! તમને હું પ્રણામ કરું છું.” For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩ ગણિકા સમજી : આ છે કોઈ તેજસ્વી, પણ જંગલમાં ઊછર્યો લાગે છે, તેથી દુનિયાની રીતની કંઈ ગમ નથી. ગણિકાને એક પુત્રી છે. એનું નામ વનલતા. એને માતાનો ધંધો ગમે નહીં. માં ગમે તેટલી મારઝૂડ કરે, તોય માને નહીં. એ તો કહે, “તો પરણવાની, ને એકનો જ ઘરસંસાર માંડવાની માતાને લાગ્યું કે આ ગમાર સાથે પરણાવું. મને તમારા આશ્રમમાં રહેવા દેશો?’ ‘હોવે, પર્ણકુટી પણ બાંધી દઈશ. ને એક તાપસી પણ સાથે રહેવા આપીશ” ગણિકાએ હસતાં હસતાં કહ્યું. - પછી વેશ્યાએ હજામને બોલાવ્યો. કોઈ નવા ઋષિ આવ્યા છે, એમ સમજી વલ્કલચીરીએ હજામને પ્રણામ કર્યા બાપજી ! હું તમને પ્રણામ કરું છું.' હજામ હસવા લાગ્યો. આ કોણ વિચિત્ર પૂતળું છે! પછી ગણિકાએ કહ્યું, “આ મુનિની ફક્કડ હજામત બનાવો.” હજામે પાથરણું પાથર્યું ને મુનિને કહ્યું, ‘સામાં સીધા ને ટટ્ટાર બેસો.” મુનિ કહે, “બાપજી ! શું ધ્યાન ધરવાનું છે ?” હજામ કહે, “હા, તમારે ધ્યાન ધરવાનું છે. એટલે તે આંખો બંધ કરીને સામે બેઠા. હજામે કાતર ચલાવવા માંડી. એટલે એકદમ વલ્કલચીરી બૂમ પાડી ઊઠ્યા : “અરે ! મારી જટા ! મારી જટા ! કેમ કાપી નાખો છો ? બાપજી ! રહેવા દ્યો.” હજામ કહે, “આ આશ્રમમાં આવડી મોટી જટા કોઈ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ પ્રસન્નચંદ્ર ه ت ......... રાખતું નથી. જો અહીં રહેવું હોય તો તમારી જટા ઓછી કરવી પડશે.” આશ્રમમાં રહેવાની વલ્કલચીરીને ખૂબ હોંશ તેથી વગર બોલ્યું તેમ કરવા દીધું. પછી નવરાવવા માટે વલ્કલ ઉતારીને બીજું કપડું આપવા માંડ્યું, એટલે તે બૂમો પાડવા લાગ્યા; પણ આશ્રમમાં રહેવાની વાત આવી એટલે વલ્કલચીરી બોલ્યાચાલ્યા વિના શાંત ઊભા. બીજું કપડું પહેરાવ્યું ને ગરમ પાણીથી સાબુ ચોળીને નવરાવ્યા. પછી સુંદર કપડાંલત્તાં પહેરાવ્યાં. વનલતાને સોળે શણગાર સજાવીને તૈયાર કરી. ભેગાં મળી ગીત ગાવા માંડ્યાં, એટલે વલ્કલચીરી વિચારમાં પડ્યો. આ ઋષિઓ શું ભણતા હશે? વનલતા પરણી ઊતરી. મંગળ વાજાં જોરથી વાગવા લાગ્યાં. વલ્કલચીરી કહે, “અરે ! આ શું? આ કોલાહલ શેના !” વલ્કલચીરીએ કાને હાથ દીધા. * અહીં રાજા પ્રસન્નચંદ્ર વાજાનો અવાજ સાંભળી ગુસ્સે થયા. તે બોલ્યા: “મારા નગરમાં એવું કોણ છે, જે મારો હુકમ તોડીને વાજાં વગાડે છે ? જાવ, તેને બોલાવીને મારી આગળ હાજર કરો.' સિપાઈઓ ઊપડ્યા. ગણિકાને પકડી લાવ્યા. એણે કહ્યું, મહારાજ ! મારી પુત્રીનાં ઘડિયાં લગ્ન લીધાં છે. એના હરખમાં વાજાં વગડાવ્યાં છે.' For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩ ગણિકાને ત્યાં લગ્ન ! તને કોણ જમાઈ મળ્યો?’ બાપજી, અમને બીજો કોણ મળે? એક વનમાનવ છે. દીકરી ન માની, પછી શું થાય ?' આ સાંભળી પ્રસન્નચંદ્રને લાગ્યું કે મારો ભાઈ તો ન હોય! ખાતરી કરવા તેમણે પેલી જંગલમાં ગયેલી ગણિકાઓને મોકલી. તેઓએ આવીને જાહેર કર્યું કે એ જ આપના ભાઈ છે. આ સાંભળી રાજાના હરખનો પાર રહ્યો નહીં. પોતાનાં ભાઈભાભીને તેડવા મોકલ્યાં. હાથીની અંબાડીએ બેસી વલ્કલચીરી તથા તેની વહુ રાજદરબારે આવ્યાં. રાજાએ ધીમેધીમે તેને દુનિયાદારીનું જ્ઞાન આપ્યું. અહીં સોમચંદ્ર મુનિએ વલ્કલચીરીને જોયો નહીં, એટલે તેને શોધવા નીકળ્યા. જંગલના ઝાડે ઝાડે તે ફરી વળ્યા. પહાડની બખોલો જોઈ વળ્યા, પણ ક્યાંય વલ્કલચીરી દેખાયો નહીં. આથી તેમને ખૂબ દુઃખ થયું. તેમને પુત્ર ઉપર ઘણો જ પ્રેમ, તેથી ચોધાર આંસુએ રડવા લાગ્યા. રડતાં રડતાં તે આંધળા બન્યા. પ્રસન્નચંદ્ર રાજાએ પોતાને ભાઈ મળ્યો એટલે તેના સમાચાર પિતાને પહોંચાડ્યા. તેમને આથી કંઈક શાંતિ વળી, પણ તેનો વિજોગ ખૂબ સાલવા લાગ્યો. હવે બીજા તાપસો For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ પ્રસન્નચંદ્ર તેમની સેવાચાકરી કરે છે ને તેમની દેખરેખ રાખે છે. વલ્કલચીરીને જંગલમાંથી શહેરમાં આવ્યે બાર વરસ વીતી ગયાં છે. એક વખત એમને વિચાર આવ્યો : ‘અહો, મારા પિતાએ મને ઉછેરીને મોટો કર્યો ને મેં તો તેનો કંઈ બદલો વાળ્યો નહીં. અત્યારે તેઓ ઘરડા છે. મારાથી મારી ફરજ કેમ ચુકાય !’ પોતાનો આ વિચાર તેમણે રાજા પ્રસન્નચંદ્રને કહ્યો, એટલે તેમણે કહ્યુંઃ ‘હું પણ પિતાનાં દર્શન ક૨વાને ખૂબ ઇંતેજાર છું. આપણે બંને સાથે જઈશું.’ બંને ભાઈ તૈયાર થયા. ભારે ઠાઠમાઠથી પોતાનું લશ્કર લઈને ચાલ્યા. કેટલાક વખતે તેઓ પિતાના આશ્રમે આવ્યા. જ્યાં આ આશ્રમ જોયો એટલે વલ્કલચીરી બોલી ઊઠ્યો : ભાઈ ! આ આશ્રમ જોઈ મને કંઈ કંઈ થાય છે. અહા ! આ સરોવર ને વાવ ! જ્યાં હું હંમેશાં નહાતો હતો. અહા ! આ વૃક્ષો કે જેનાં મીઠાં ફળો હું ખાતો હતો. આ પ્યારાં મૃગલાં ! આ માતા જેવી ભેંસો, જેનું દૂધ પીને હું મોટો થયો. તે વખતનું જીવન ખરેખર ખૂબ સુખી હતું. એવું સુખ હું કેટલુંક સંભારું!” ૧૧ આમ વાતો કરતાં તે પિતાની પર્ણકુટિ આગળ આવ્યા, ને પિતાના પગમાં પડી નમસ્કાર કર્યા. આંધળા પિતા બોલ્યા : કોણ પ્રસન્નચંદ્ર ! કોણ વલ્કલચીરી ! પુત્રો, તમે કુશળ તો છો ને ?” For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩ - - - - બંને બોલ્યાઃ “આપની કૃપાથી અમે કુશળ છીએ.' પિતાએ બંનેને છાતીસરસા ચાંપ્યા ને તેમની આંખમાંથી પ્રેમનાં આંસુ પડ્યાં. આ વખતે તેમના શરીરમાં પ્રેમની ગરમી એટલી વધી ગઈ કે તેમની આંખનાં પડળ તૂટી ગયાં ને તે દેખતા થયા. પછી વલ્કલચીરી પોતાની ઝૂંપડીમાં ગયા ને પોતાનું કમંડલ જોવા લાગ્યા. તેના પર કેટલાંય વરસની ધૂળ ચડેલી. તેને પોતાના ખેસથી દૂર કરવા લાગ્યા. આ વખતે તેમને લાગ્યું કે પોતે આવું કંઈક કરેલું છે એનો વિચાર કરતાં કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન એટલે કે પૂર્વભવનું સ્મરણ થયું. ત્યાં તેમણે લીધેલી દીક્ષા યાદ આવી. પૂર્વનું સંયમી જીવન યાદ આવ્યું એટલે ભોગવિલાસ પરથી મન ઊઠી ગયું. ઉચ્ચ જીવન ગાળવાની ઇચ્છા થઈ. એ ઉચ્ચ જીવન ગાળવામાં તે એટલા પવિત્ર વિચાર પર આવી ગયા કે તેમની બધી મલિનતા ત્યાં ને ત્યાં દૂર થઈ અને તેઓ પૂરા પવિત્ર થયા. વનમાનવમાંથી મહાત્મા બન્યા. પોતાના નાના ભાઈના આચારવિચાર જોઈને રાજા પ્રસન્નચંદ્રને પણ વૈરાગ્ય થયો. હવે એક વખત ત્યાં પ્રભુ મહાવીર પધાર્યા. મહાત્મા વકલચીરીએ પોતાના પિતાને કહ્યું: ‘આપ આ મહાપ્રભુ સાથે રહો ને આપના આત્માનું કલ્યાણ સાધો. પછી પોતે બધું તજીને સ્વતંત્ર ફરવા લાગ્યા. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ પ્રસન્નચંદ્ર ૧૩ અહીં પ્રભુ મહાવીરે ઉપદેશ આપ્યો. તેથી રાજા પ્રસન્નચંદ્રને પ્રબળ વૈરાગ્ય થયો. તેમણે પોતાના બાળ પુત્રને ગાદીએ બેસાડ્યો, મંત્રીઓને રાજકાજ સોંપ્યાં, ને પોતે દીક્ષા લીધી. એક વખત પ્રભુ મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યા. રાજર્ષિ પ્રસન્નચંદ્ર પણ સાથે હતા. તેઓએ ઉગ્ર ધ્યાન લગાવ્યું હતું. એક પગે ઊભા હતા, બે હાથ ઊંચા રાખ્યા હતા ને સૂરજની સામે એક નજર રાખી હતી. આ વખતે મગધના રાજા શ્રેણિક પોતાના પૂરા ઠાઠથી પ્રભુ મહાવીરનાં દર્શન કરવા આવ્યા. આગળ તેમના લશ્કરના બે સૈનિકો ચાલે. તેઓ આ મુનિને જોઈ વાતચીત કરવા લાગ્યા. પહેલો કહે, ધન્ય છે આ રાજર્ષિને! આના જેવું ઉગ્ર તપ કોણ કરી શકે ?” ત્યારે બીજો બોલ્યો, “અરે યાર! એમાં એમણે શું મોટું કામ કર્યું? બિચારા બાળકને ગાદીએ બેસાડીને ચાલ્યા ગયા. મંત્રીઓને તેની દેખરેખ સોંપી. હવે તે મંત્રીઓ જ એનું કાસળ કાઢવા તૈયાર થયા છે. એ બાળકને મારીને રાજ્ય લઈ લેશે, એટલે એનો વંશ જશે. ધિક્કાર છે આવા નિર્દય પિતાને.' એમ વાત કરતાં તેઓ આગળ ચાલ્યા ગયા. એવામાં મહારાજા શ્રેણિક પણ આવી પહોંચ્યા. તેમણે ધ્યાન ધરતા આ મહાત્માને જોઈ ભક્તિભાવે પ્રણામ કર્યા. પછી આગળ ચાલ્યા. રસ્તામાં આ તપસ્વી મુનિ કેવા મહાન For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩ • •• જાય છે, છે એનો વિચાર કરવા લાગ્યા. પ્રભુ પાસે જઈને તેમને વંદન કર્યું, અને ઉપદેશ સાંભળવા લાગ્યા. પછી પ્રશ્ન કર્યો : “હે પ્રભુ ! જ્યારે હું પેલા રાજર્ષિ પ્રસન્નચંદ્રને પગે લાગ્યો, ત્યારે તેઓ મૃત્યુ પામ્યા હોત તો શી ગતિ થાત ?” પ્રભુ મહાવીર કહે, ખરાબમાં ખરાબ.” શ્રેણિક રાજા આશ્ચર્ય પામ્યા. ફરીથી પૂછયું: ‘અત્યારે મરે તો ?” પ્રભુ મહાવીર કહે, ‘ઘણી ઊંચી ગતિએ જાય.' આવા જુદા જુદા જવાબ સાંભળી શ્રેણિકે ફરી પૂછ્યું: “હે પ્રભો! એમ કેમ ?’ એવામાં દુંદુભિ વાગવા લાગી. જયનાદ થવા લાગ્યા. શ્રેણિકે પૂછયું: “પ્રભો ! આ દુંદુભિ શેની વાગી ?” ભગવાને જવાબ આપ્યો: ‘રાજર્ષિ પ્રસન્નચંદ્રને કેવળજ્ઞાન થયું. રાજા શ્રેણિકને આ બધું સાંભળી નવાઈ લાગી અને આવા જુદા જુદા જવાબો કેમ મળ્યા તે સંબંધી ખુલાસો પૂછયો. પ્રભુ મહાવીર કહેવા લાગ્યા : “હે રાજનું, તું અહીં વંદન કરવા આવતો હતો, ત્યારે તારા સિપાઈઓની વાતચીત એમના કાનમાં પડી. એથી તે ધ્યાન ચૂક્યા. તે વિચારવા લાગ્યા : અરે ! જેના પર મેં વિશ્વાસ મૂક્યો તે જ મંત્રીઓ દુષ્ટ થયા. મારા દૂધપીતા બાળકનું રાજ્ય લેવાનો વિચાર કરતાં તે દુષ્ટોને શરમ સરખીયે ન આવી ? જો અત્યારે હું For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ પ્રસન્નચંદ્ર હોત તો એ પાપીઓની બરાબર ખબર લેત. આ પ્રમાણે તેમનો ક્રોધ વધારે ને વધારે થવા લાગ્યો. થોડા વખતમાં તો તેઓ પોતાનું ચારિત્ર ભૂલી ગયા. જાણે મંત્રીઓ પોતાની પાસે આવીને ખડા થયા હોય અને પોતે લડાઈમાં ઊતર્યા હોય તેવો ભાસ થયો. એટલે પોતે જાણે એક પછી એક હથિયારો વાપરવા માંડ્યાં, પણ શત્રુ ઘણા હતા. રાજા પ્રસન્નચંદ્રનાં તમામ શસ્ત્રો ખૂટી ગયાં. હવે શું થાય? તેઓએ વિચાર્યું કે મારા મસ્તક પર લોખંડી ટોપ છે. લાવ, એનો ઘા કરી આ શત્રુઓને ચૂરચૂર કરી નાખું.' ‘ટોપ લેવા તેઓએ જેવો મસ્તક પર હાથ મૂક્યો કે તેઓ બીજી જ ક્ષણે એ વિચારનિદ્રામાંથી જાગ્યા. અરે, મેં મુનિએ આ શું કર્યું ? મેં રોદ્ર ધ્યાન કર્યું ! મારા જેવાને કોણ પુત્ર ને કયું રાજ ! અને પછી એ રાજર્ષિના વિચારો કરવા લાગ્યા. અંતે તેમને કેવળજ્ઞાન થયું. એટલે જ્યારે ખરાબ ભાવના હતી, ત્યારે મૃત્યુ થયું હોત તો ખરાબ ગતિ થાત. જેવી મતિ તેવી ગતિ.?” ‘હે રાજન, સંસાર જીતવા માટે યુગોની જરૂર નથી, એક પળની જ છે. એક સાચી પળ મનુષ્યોનો ઇતિહાસ પલટી નાખે છે.” ધન્ય હો એવા મહાત્માઓને. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી અભયકુમાર વેણાતટ નામે ગામ હતું. ત્યાં હતો એક છોકરો. તેનું નામ અભય. તે બહુ જ ચાલાક, બહુ જ હોશિયાર. શું ભણવામાં ! શું રમવામાં ! તે એક દિવસ રમવા ગયો. ત્યાં દાવ માટે લડાઈ થઈ. તેમાં એક જણ બોલ્યો: “બસ, બસ નબાપા ! બહુ જોર શેનું કરે છે.?” અભય કહે, “વિચારીને બોલ. મારા પિતા એ રહ્યા. શું ભદ્રશેઠને તું નથી ઓળખતો ?” પેલો કહે, “એ તો તારી માનો પિતા છે. તારો પિતા ક્યાં છે?” અભય ઘેર આવી પોતાની મા નંદાને પૂછવા લાગ્યોઃ બા! મારા પિતાજી ક્યાં છે ?’ નંદા કહે, “બેટા ! તે દુકાને હશે. અભય કહે, “એ તો તારા પિતા છે, પણ મારા પિતા For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી અભયકુમાર ક્યાં? શું મા-દીકરાના એક જ પિતા હોઈ શકે ખરા?’ આ સાંભળી નંદા ગળગળી બની ગઈ. આંખમાં આંસુ લાવી કહેવા લાગી. ‘સાંભળ ભાઈ ! એક આવ્યો તો મુસાફર. રૂપાળો પરદેશી પોપટો. અહા ! શું તેનું રૂપ ! શું તેના ગુણ ! બધી રીતે તે લાયક. એટલે પિતાજીએ તેની સાથે મારાં લગ્ન કર્યા. હજી લગ્નને થોડા દિવસ થયા હતા, એવામાં પરદેશથી સાંઢણીઓ આવી. તેમાંથી થોડા સવાર નીચે ઊતર્યા. તેમણે તારા પિતાને એકાંતમાં બોલાવ્યા અને કાનમાં કંઈક વાત કરી. એટલે તે જવા તૈયાર થયા. તેમણે મને કહ્યું: “મારા પિતા મરણપથારીએ છે, હું તેમને મળવા જાઉં છું. તું શરીર સાચવજે ને સારી રીતે રહેજે. હું પાલખી મોકલું, એટલે ચાલી આવજે. ગર્ભમાં રહેલા બાળકને જાળવજે. એમ કહી તેમણે એક ચિઠ્ઠી આપી, અને આવેલા સવારોની સાથે ચાલ્યા ગયા. ગયા તે ગયા જ. આજે કેટકેટલાં વરસનાં વહાણાં વાયાં, પણ બેટા, તેમના સર કે સમાચાર કંઈ નથી !' અભય કહે “બા, મને ચિઠ્ઠી બતાવ. હું જોઉં તો ખરો કે એમાં શું લખેલું છે?’ માતાએ ચિઠ્ઠી આપી. તે વાંચી અભય બોલ્યોઃ “અહો ! મારા પિતા તો રાજગૃહીના રાજા છે. બા, બા, ચિંતા કરીશ નહીં.” For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - નંદા કહે ‘શું ! તારા પિતા રાજગૃહીના રાજા છે?” અભય કહે. હા. આ ચિઠ્ઠીનો અર્થ એવો જ થાય છે.’ નંદા આ સાંભળી હ૨ખાઈ. સાથે જ આવા પતિના વિયોગે ખૂબ દુ:ખી પણ થઈ. અભયે માતાને પહેલી જ વાર આવી દુ:ખી જોઈ હતી, એટલે તેને ખૂબ લાગી આવ્યું. તે કહેવા લાગ્યોઃ “બા ! તું જરાય ચિંતા કરીશ નહીં. ચાલ અહીંથી આપણે રાજગૃહી જઈએ. ત્યાં જરૂ૨ મારા પિતાનો મેળાપ થશે.’ રાજગૃહી મગધદેશની રાજધાની છે. તેની શોભા અપાર છે. શું તેના મહેલો ! શું તેના ચોક ! બીજી ઇંદ્રપુરી જોઈ લો ! અભય અને નંદા રાજગૃહીને પાદર આવ્યાં. એક માણસને ઘેર ઉતારો કર્યો. પછી અભય ચાલ્યો શહેરની શોભા જોવા. ત્યાં એક ચોકમાં લોકોનું મોટું ટોળું જોયું. તેણે ટોળામાં આવી એક ઘરડા ડોસાને પૂછ્યું: ‘કેમ કાકા ! છે શું !' પેલો ડોસો કહે, “મહારાજા શ્રેણિકે બુદ્ધિપરીક્ષા ગોઠવી છે. વાત એવી બની છે કે મહારાજા શ્રેણિકને ચા૨સો નવ્વાણું રાજ ચલાવનારા પ્રધાન છે, પણ તેમાં કોઈ વડા પ્રધાનની જગ્યા લે એવો નથી. એ જગ્યાએ તો બુદ્ધિના ભંડાર જેવો જ માણસ જોઈએ. એટલે એવા માણસની શોધ કરવા ખાલી કૂવામાં એક વીંટી નાખી છે. અને જાહેર કર્યું છે કે જે માણસ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી અભયકુમાર ૧૯ કાંઠે ઊભો રહીને કૂવામાંથી એ વીંટી કાઢશે, તેને વડો પ્રધાન બનાવીશ.” આ સાંભળી અભય ટોળામાં પેઠો અને માણસોને કહેવા લાગ્યોઃ “અરે ભાઈઓ ! તમે બધા ચિંતામાં કેમ પડ્યા છો? કૂવામાંથી વીંટી લેવી એમાં શું મુશ્કેલ છે?” માણસો કહે, “ભાઈ ! આ રમત ન હોય. આમાં તો ભલભલા બુદ્ધિશાળીની પણ બુદ્ધિ ચાલતી નથી.” અભય કહે, “ભાઈ ! મારે મન તો આ રમત જ છે, પણ મારા જેવો પરદેશી આ વીંટી લઈ શકે ખરો ?” માણસો કહે, “એમાં શું? ગાય વાળે તે ગોવાળ.” અભય કૂવા આગળ આવ્યો. એણે તાજું છાણ મગાવી બરાબર વીંટી ઉપર નાખ્યું. પછી એક ઘાસનો પૂળો મગાવી તેને સળગાવ્યો અને બરાબર છાણ ઉપર ફેંક્યો. ઘાસના તાપથી છાણ સુકાઈ ગયું. વીંટી તેમાં ચોંટી ગઈ. પછી પાસેના એક પાણી ભરેલા કૂવા વાટે ખાલી કૂવામાં પાણી ભરવા માંડ્યું. પાણી કૂવાના કાંઠે આવતાં છાણ પણ ઉપર આવ્યું. અભયે તેને લઈ લીધું અને વીંટી અંદરથી કાઢી લીધી. બધા બોલી ઊઠ્યાઃ “ધન્ય છે આ અભયની બુદ્ધિને !” રાજદરબારે વાત પહોંચી. હાથીએ ચઢીને રાજાજી આવ્યા. રાજાજીએ ઓળખાણ પૂછી. અભયે બધી વાત વિસ્તારીને કહી. રાજાજી તો દોડ્યા નંદા પાસે. જઈને માફી For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩ માગી. પોતાના વહાલા પુત્રને ભેટી પડ્યા. પુત્ર તથા પત્નીને લઈ રાજાજી પાછા ફર્યા. ગાજતેવાજતે નંદાને ગામમાં લાવ્યા. પછી નંદાને બનાવી પટરાણી અને અભયને બનાવ્યો વડો પ્રધાન. જ્યાં અભય જેવા બુદ્ધિશાળી પ્રધાન થાય, ત્યાં શેનું દુઃખ રહે ? રાજા શ્રેણિકને કંઈ પણ મુશ્કેલી આવે કે અભય તૈયાર જ હોય. પોતાની બુદ્ધિથી જરૂર તે મુશ્કેલી દૂર કરે. એક વખત રાજા શ્રેણિક ચિંતામાં બેઠા છે. ત્યાં આવ્યા અભયકુમાર. તેમણે પૂછયું: “પિતાજી, ચિંતામાં કેમ બેઠા છો ?” - શ્રેણિક કહે, “વૈશાલીના ચેડા રાજાએ મારું અપમાન કર્યું. તેને બે સુંદર કન્યાઓ છે. તેમાંથી એક કન્યાનું મેં માગું કર્યું, એટલે તે બોલ્યા: ‘તમારું કુળ મારાથી હલકું છે, માટે કુંવરી નહીં મળે. હવે તો એ કુંવરી લાવ્યા વિના મને ચેન નથી. અભય કહે, “ઓહો ! એમાં શી મોટી વાત ! છે માસની અંદર એ કુંવરી આપોઆપ આપને સામે પગલે પરણવા આવશે. પિતાજી ! ચિંતા કરશો નહીં.' અભયે ઘેર આવી સારા ચિતારાઓને બોલાવ્યા અને તેમને કહ્યું: “મહારાજા શ્રેણિકની એક સુંદર છબી તૈયાર કરો. તમારી બધી કળા એમાં વાપરજો.' ચિતારાઓએ રાતદિવસ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી અભયકુમાર ૨૧ મહેનત કરીને સુંદર છબી તૈયાર કરી. અભયે તેમને ખૂબ ધન આપી રાજી કર્યા. અભયકુમાર એ છબી લઈ વૈશાલી ચાલ્યો. ત્યાં ધનશેઠ નામે વેપારી બન્યો અને રાજમહેલ પાસે દુકાન નાખી. તેની દુકાને ભાતભાતનાં અત્તરકુલેલ વેચાય. ભાતભાતની બીજી વસ્તુઓ પણ વેચાય. શું ધનશેઠની મીઠી વાણી ! માલ લેવા ઘરાક આવે તે ખુશ ખુશ થઈને જાય. વળી ભાવ સસ્તો અને માલ સારો, એટલે દુકાન થોડા વખતમાં જામી ગઈ. અંતઃપુરની દાસીઓ પણ તેની ઘરાક બની. - જ્યારે દાસીઓ વસ્તુ ખરીદવા આવે ત્યારે ધનશેઠ પેલી છબીની પૂજા કરે. એક વખત એક દાસીએ પૂછયું: “ધનશેઠ, કોની પૂજા કરો છો?’ ધનશેઠ કહે, “અમારા દેવની.' દાસી કહે, “શું એમનું નામ?” ધનશેઠ કહે, ‘શ્રેણિક દાસી કહે, બધા દેવનાં નામ મેં સાંભળ્યાં છે, પણ એમાં કોઈ શ્રેણિક નામના દેવ નથી. આ દેવ તો કોઈ નવા જેવા લાગે છે?” ધનશેઠ કહે, ‘હા, તમારા અંતઃપુરની સ્ત્રીઓ માટે મગધદેશના મહારાજા શ્રેણિક નવા જ દેવ છે.' દાસી કહે, “શું મહારાજ શ્રેણિક આટલા રૂપવાન છે? આવું રૂપ તો કોઈ દિવસ અમે જોયું નથી.' એમ કહી તે ચાલી ગઈ. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૩ તે દાસીએ આવી ચેટક રાજાની પુત્રી સુજ્યેષ્ઠાને વાત કરી. સુજ્યેષ્ઠાને એ છબી જોવાનું મન થયું. એણે છબી મગાવીને જોઈ અને શ્રેણિક પર તે મોહિત થઈ. તેણે ધનશેઠને કહેવડાવ્યું; કોઈ પણ ઉપાયે મારાં લગ્ન શ્રેણિક સાથે થાય તેવો ઉપાય કરો.’ ૨૨ અભયકુમા૨ે શહેર બહારથી અંતઃપુર સુધી એક ભોંયરું ખોદાવ્યું. એક ૨થ તૈયાર રાખ્યો. યોગ્ય સમયે રાજા શ્રેણિક ત્યાં આવ્યા અને રથમાં બેઠેલી ચેટક રાજાની પુત્રીને લઈ ગયા. તેનું નામ ચેલ્લણા. સુજ્યેષ્ઠાને બદલે ચેલ્લુણા કેમ આવી તેની હકીકત રાણી ચેલ્લણા'ના પ્રકરણમાં ચોપડીમાં આપી છે. * એક વખત રાજાજીના બાગમાં ચોરી થઈ. કોઈ સારામાં સારી કેરીઓ તોડી ગયું. રાજા કહે, ‘અભય ! આનો ચોર જલદી પકડી લાવ. રાજાના બાગમાં ચોરી કરે, એ ચોર કેવો !' અભય કહે, જેવી આશા.’ અભય વેશ બદલીને ફરવા માંડ્યો. એક વખત ફરતાં ફરતાં તે લોકોની મિજલસ આગળ આવ્યો. સહુ એક એક અચરજની વાત કહે. ત્યાં બધાએ આગ્રહ કર્યો કે સહુ એક For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી અભયકુમાર એક વાત માંડો. વારો આવતાં અભયે વાત માંડીઃ “એક હતી કન્યા. તેણે એક માળીને વચન આપ્યું કે હું ગમે ત્યાં પરણીશ, પણ પહેલી રાતે તને મળીશ. થોડા વખત પછી તે કન્યા પરણી, એટલે માળીને ત્યાં જવા પતિની રજા માગી. પતિએ પોતાની શાણી સ્ત્રીનું બોલ્યું પળાય તે માટે રજા આપી. સ્ત્રી ચાલી માળીને મળવા. રસ્તામાં મળ્યા ચોર. આવ્યા લૂંટવા. એટલે તે સ્ત્રી બોલીઃ “ભાઈ ! લૂંટવી હોય તો મને લૂંટજો, પણ મારું એક વચન પાળવા દો. પરણીને પહેલી રાતે માળીને મળવાનું વચન છે. વળતાં સુખે લૂંટજો.' ચોર કહે, “આવું આકરું વચન પાળનારી જૂઠું ન બોલે. જવા દ્યો એને. વળતી વખતે એને લૂંટીશું.” તે સ્ત્રી આગળ ચાલી. ત્યાં મળ્યો એક રાક્ષસ. તે કહે, ‘તને ખાઉં. સ્ત્રી કહે, “ખાવી હોય તો મને ખાજો, પણ મારું વચન પાળવા દો. જરૂર વળતી વખતે અહીં આવીશ.” રાક્ષસ કહે, “ભલે ત્યારે. વળતી વખતે જરૂર આવજે. પછી ગઈ માળી પાસે. માળી કહે, ધન્ય રે ધન્ય ! આવી વચન પાળનારી તો તને એકને જ જોઈ. જા તારું વચન પળ્યું. એટલે તે પાછી ફરી. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩ ...... ... રાક્ષસ કહે, “વાહ! આ તો ભારે સત્યવાદી. સત્યવાદીને કોણ ખાય?” તે બોલ્યોઃ “બહેન ! તને જીવતદાન છે.” પછી મળ્યા ચોર. ચોર કહે, “આ તો ખરેખરી સાચાબોલી. સાચાબોલીને કોણ લૂંટે?’ તેમણે કહ્યું: ‘જા, બહેન જા. અમારે તને નથી લૂંટવી. રાતે સ્ત્રી ઘેર આવી.” હવે ભાઈઓ તમે સહુ કહો કે પેલી સ્ત્રીનો ધણી, ચોર, રાક્ષસ અને માળી: એ ચારમાં કોણ ચડે ? કોઈ કહે, ‘માળી' કારણ કે રાતે જુવાન બાઈ પાસે આવી તેને બહેન સમાન ગણી.” કોઈ કહે, “એનો ધણી, કારણ કે વચન પાળવા આવી જાતની રજા આપી.” કોઈ કહે, “રાક્ષસ, કારણ કે જુવાન બાઈને જીવતી મૂકી.' ત્યારે એક જણ કહે, “ચોર, કારણ કે આવાં ઘરેણાંગાંઠો લૂંટવાનાં મળ્યાં, પણ છોડી દીધાં.” અભય કહે, “જરૂર આ જ કેરીનો ચોર.” તેને તરત જ પકડ્યો. તે પણ માની ગયો કે હું ચોર છું. એક વખત રાજગૃહી પર ઉજ્જયિનીના રાજા ચંડપ્રદ્યોતે For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી અભયકુમાર - ૨૫ મોટી ચડાઈ કરી. અભયકુમારે વિચાર્યું: “આની સાથે લડાઈ કરવામાં સાર નથી. બંને બાજુના લાખો માણસો મરશે. છતાં કોણ જીતશે તે કહેવાય નહીં. માટે એક યુક્તિ કરવા દે. તેણે સોનામહોરોના ઘડા ભર્યા. અને રાત્રે છાનામાના શત્રુની છાવણીમાં દટાવ્યા. બીજે દિવસે ચંડપ્રદ્યોતને એક કાગળ લખ્યોઃ ‘વડીલ માસાને માલમ થાય જે આપનું હેત ઘડી પણ વીસરતું નથી. હાલમાં આપના પર એક મોટી આફત આવી છે, તેથી આ પત્ર લખ્યો છે. મારા પિતાએ ખૂબ પૈસા આપ્યા છે એટલે તમારું લશ્કર ફૂટી ગયું છે. તમે તપાસ કરશો એટલે બધું જણાશે. ચંડપ્રદ્યોતે છાવણીમાં તપાસ કરી. ત્યાંથી સોનામહોરના ઘડા મળ્યા. તે સમજ્યો કે વાત ખરી છે. તરત જ લશ્કરને પાછા ફરવાનો હુકમ આપ્યો. ચંડપ્રદ્યોતને થોડા વખત પછી ખબર પડી કે અભયકુમારે મને છેતર્યો. એટલે તેને ખૂબ ગુસ્સો થયો. તેણે પોતાની સભાને પૂછ્યું: ‘છે કોઈ તૈયાર, જે અભયકુમારને જીવતો પકડી લાવે?” ત્યારે એક ગણિકા બોલીઃ “હા મહારાજ ! હું તૈયાર છું. અભયકુમારને જીવતો પકડીને આપની પાસે હાજર કરીશ.” તેણે બે દાસીઓ સાથે લીધી. આવી રાજગૃહી. ત્યાં બની એક શ્રાવિકા. ઓહો ! શું ધર્મિષ્ઠ દેખાય ? ખૂબ ઠાઠથી For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩ - - - - - - પ્રભુની પૂજા કરે, વ્રત ઉપવાસ કરે. આખો દિવસ ધર્મની ચર્ચા કરે. એક વખત અભયકુમાર દહેરે પૂજા કરવા આવ્યા. ત્યાં આ શ્રાવિકાની ભક્તિ જોઈ તે બહુ રાજી થયા. તેમણે પૂછ્યું: બહેન ! તમે કોણ છો ? અને ક્યાંથી આવો છો?” ગણિકા બોલીઃ “ભાઈ ! ઉજ્જણી મારું ગામ. ભદ્રા મારું નામ. પતિ મરણ પામ્યા. દીકરા પણ બે મરણ પામ્યા. એટલે દીકરાની બંને વહુને લઈ જાત્રા કરવા નીકળી છું. કર્યા કર્મ ભોગવ્યા વિના કંઈ છૂટકો છે?” અભય કહે, “બહેન ! જમવાનું આજે મારે ત્યાં રાખજો.” ભદ્રા કહે, ‘આજે તો અમારે ઉપવાસ છે.” અભય કહે, “તો પારણું મારે ત્યાં કરજો.” ભદ્રાએ તે કબૂલ કર્યું. વળતે દિવસે તેણે અભયને નોતરું દીધું. અભયે પણ તે સ્વીકાર્યું. અભયકુમાર વળતા દિવસે જમવા ગયા. ત્યાં ખૂબ પ્રેમથી શ્રાવિકાએ જમાડ્યા, પણ જમણમાં ઘેનની દવા નાખેલી એટલે અભયકુમારને ઘેન ચડ્યું. તે વખતે પેલી ધુતારીએ તેને દોરડાથી બાંધી લીધો અને નાખ્યો રથમાં. થોડા વખત પછી અભયકુમારનું ઘેન ઊતરી ગયું. તે જુએ તો પોતે કેદીની હાલતમાં. તે તરત જ સમજી ગયો કે For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી અભયકુમાર ધર્મનો દેખાવ કરી આ ધુતારીએ મને છેતર્યો છે. પેલી ગણિકાએ ઉજેણી આવી અભયકુમારને ચંડપ્રદ્યોત આગળ હાજર કર્યો. ચંડપ્રદ્યોતે તેને કેદમાં પૂર્યો. પ્રદ્યોત રાજાને અનલગિરિ નામનો સુંદર હાથી હતો. તે એક વખત ગાંડો થયો. પ્રદ્યોત રાજાએ ઘણા ઘણા ઉપાય કર્યા, પણ હાથી વશ થાય નહીં. હવે કરવું શું? વિચાર કરતાં પ્રદ્યોતને અભયકુમાર યાદ આવ્યો. એટલે તેને બોલાવીને કહ્યું: “અભયકુમાર ! અનલગિરિને વશ કરવાનો કોઈ ઉપાય બતાવો.' અભય કહે, “ઉદયન નામનો એક રાજા આપને ત્યાં કેદી છે. તેની ગાયનવિદ્યા અજબ છે. તેની પાસે ગાયન કરાવો તો હાથી વશ થઈ જશે.' રાજાએ તેમ કર્યું એટલે હાથી વશ થયો. આથી પ્રદ્યોત ખૂબ રાજી થયો. તેણે કહ્યું: ‘અભયકુમાર ! માગો, માગો ! છૂટા થવા સિવાયનું કોઈ પણ વચન માગો.' અભય કહે, “એ વચન હમણાં આપની પાસે રાખું છું. વખત આવ્યે માગીશ.' અભયે બીજાં પણ ત્રણ કામ કર્યા. બધી વખતે પ્રદ્યોતે વચન આપ્યાં. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩ . . ن . ت . કુલ ચાર વચન થયાં એટલે અભયે કહ્યું: “મહારાજ ! હવે મારાં વચન પાછાં માગું છું.' પ્રદ્યોત કહે, “ખુશીથી માગો, પણ છૂટા થવા સિવાયનું વચન માગજો.” '" ' અભય કહે, “ભલે તે પ્રમાણે માગીશ. તેણે કહ્યું: ‘આપ અને આપની શિવાદેવી રાણી અનલગિરિ હાથી ઉપર બેસો. આપની બંનેની વચ્ચે હું બેસું. પછી આપનો રત્ન ગણાતો અગ્નિભીરુ રથ મગાવો અને તેની રચાવો ચિતા. તેમાં આપણે બધાં સાથે બળી મળીએ. બસ આટલું જ હું માગું છું.” માગવામાં કંઈ બાકી રાખ્યું ? પ્રદ્યોત આ સાંભળી વિચારમાં પડી ગયો. છેવટે તેણે કહ્યું: ‘અભયકુમાર ! તમે આજથી છૂટા. અભય છૂટો થયો, પણ અહીંથી જતાં જતાં તેણે પ્રતિજ્ઞા કરી કે પ્રદ્યોતને ધોળા દિવસે ઉજ્જૈણીમાંથી ઉપાડી લાવું તો જ હું અભય ખરો.” અભય પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા એક વેપારી બન્યો. સાથે બે રૂપાળી સ્ત્રીઓ લીધી અને આવ્યો ઉજ્જણી. ત્યાં ધોરી રસ્તા ઉપર ઘર લીધું. પેલી સ્ત્રીઓ ઠાઠમાઠથી હરેફરે ને લોકોનાં મનનું હરણ કરે. એક વખત પ્રદ્યોતે આ સ્ત્રીઓને જોઈ, એટલે તેણે પોતાની દાસી સાથે કહેવડાવ્યું, કે “રાજા ચંડપ્રદ્યોત તમને મળવા ઇચ્છે For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી અભયકુમાર ર૯ .. . . ..... છે. તે ક્યારે આવે ?” પેલી બાઈઓએ કહ્યું: “અરે ભાઈ આવી વાત શોભે !' દાસી તે દિવસે પાછી ગઈ. બીજો દિવસ થયો એટલે દાસીઓ ફરી પાછી આવી. ત્રીજા દિવસે આવી, ત્યારે આ સ્ત્રીઓએ કહ્યું: “બહેન! અમારી સાથે અમારો એક ભાઈ છે. તે આજથી સાતમે દિવસે બહારગામ જવાનો છે. તે વખતે મહારાજ ભલે પધારે.” અહીં અભયકુમારે એક માણસને બનાવ્યો ગાંડો. ખાટલામાં બાંધીને હંમેશાં વૈદને ત્યાં લઈ જાય. તે વખતે પેલો પાડે બૂમઃ ‘હું રાજા પ્રદ્યોત છું. મને આ લઈ જાય છે. કોઈ છોડાવો રે !” લોક આ સાંભળી હસે. સાતમે દિવસે પ્રદ્યોત અભયકુમારને ઘેર આવ્યો એટલે તેને પકડીને ખાટલા સાથે બાંધી દીધો. પછી ખાટલો ઉપાડી અભયકુમાર બહાર નીકળ્યો. પ્રદ્યોત બૂમ પાડવા લાગ્યો: હું રાજા પ્રદ્યોત છું, મને આ લઈ જાય છે. કોઈ છોડાવો રે!” લોકો આ સાંભળી હસવા લાગ્યા. તેઓ સમજતા હતા કે આ બિચારો ગાંડો છે, એટલે રોજ રોજ આમ બૂમ પાડ્યા કરે છે ! અભય પ્રદ્યોતને રાજગૃહી લાવ્યો. પ્રદ્યોતને જોતાં જ શ્રેણિક ખૂબ ગુસ્સે થયા અને મારવા દોડ્યા, પણ અભયે કહ્યું : “પિતાજી, એ આપણા મહેમાન છે. તેમના ઉપર જરાયે For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨૩ ગુસ્સે ન થશો. મારી પ્રતિજ્ઞા પાળવા જ તેમને અહીં લાવ્યો છું.” કુમારનાં આવાં વચન સાંભળી શ્રેણિક શાંત થયા અને પ્રદ્યોતને માનમરતબાથી વિદાય આપી. * એક હતો કઠિયારો. તે ખૂબ ગરીબ. એક વખત તેણે મુનિનો ઉપદેશ સાંભળ્યો. એટલે તેને વૈરાગ્ય થયો અને દીક્ષા લીધી. પોતાના ગુરુ સાથે રાજગૃહી આવ્યો. કેટલાક લોકો તેની પહેલાંની હાલત જાણતા હતા, એટલે મશ્કરી કરવા લાગ્યા કે ભાઈનું ક્યાંય ઠેકાણું ન પડ્યું એટલે સાધુ થયા. બીજી રીતે પણ તિરસ્કાર કરવા લાગ્યા. એટલે તેણે વિચાર કર્યો કે અપમાન થાય ત્યાં રહેવું નહીં. આ વિચાર ગુરુને જણાવ્યો. ગુરુએ કહ્યું, “મહાનુભાવ ! તારો વિચાર સાચો છે. આપણે કાલે વિહાર કરીશું.' અભય પ્રભુ મહાવીરનો પરમ ભક્ત હતો. પોતે રાજકાજમાં કુશળ હતો તેવો જ ધર્મધ્યાનમાં પણ કુશળ હતો. સદા જિનેશ્વરની પૂજા કરતો. સાધુ મુનિરાજને વંદન કરતો. તેને આ વાતની ખબર પડી એટલે ગુરુ આગળ આવ્યો અને વિનંતિ કરી : “એક જ દિવસ કૃપા કરીને રહી જાઓ. પછી સુખેથી વિહાર કરજો.’ બીજા દિવસે રાજભંડારમાંથી ત્રણ મોંઘાં રત્ન લીધાં અને આવ્યો ચોકમાં. ત્યાં જાહેર કર્યું કે લોકોને આ ત્રણ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી અભયકુમાર . . . . . . . મોંઘાં રત્ન આપવાનાં છે. એટલે લોકોના ટોળેટોળાં એકઠાં થયાં અને પૂછવા લાગ્યાં: ‘મંત્રીશ્વર ! આ રત્નો કોને આપવાનાં છે?” અભય કહે, “જે ત્રણ વસ્તુ છોડે તેને. એક, ઠંડું પાણી, બીજું દેવતા ને ત્રીજું, સ્ત્રી.” માણસો કહે, ‘એ તો ખૂબ મુશ્કેલ છે. હંમેશાં ગરમ પાણી પીવું, કોઈ પણ જાતનો દેવતા પોતાના માટે સળગાવવો નહીં અને સ્ત્રીની સાથેનો સંબંધ છોડી દેવો એ અમારાથી ન બને.” અભય કહે, ત્યારે આ રત્નો કઠિયારા મુનિનાં થાઓ, જેણે આ ત્રણ વાનાં છોડ્યાં છે. લોકો સમજ્યા કે તે મુનિ ખરેખરા ત્યાગી છે. આપણે નાહક તેમની મશ્કરી કરી ચીડવ્યા. પછી અભયે શિખામણ દીધીઃ હવે કોઈએ મુનિની મશ્કરી કે તિરસ્કર કરવો નહીં.' અભયકુમારની બુદ્ધિના આવા આવા અનેક દાખલાઓ છે, તેથી લોકો આજે પણ એવી ઇચ્છા કરે છે કે અભયકુમારની બુદ્ધિ હજો.” શ્રેણિક રાજાએ અભયને રાજ્ય માટે લાયક જોઈ આગ્રહ કર્યો કે હે પુત્ર! તું આ રાજ્ય ભોગવ. અભયે કહ્યું: “પિતાજી! મારે રાજ્ય નથી જોઈતું. હું હવે મારા આત્માનું કલ્યાણ કરવા ઇચ્છું છું. પ્રભુ મહાવીર આગળ મને દીક્ષા લેવાનું ભારે મન છે. અને તે માટે આપ રજા આપો.' For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૩ શ્રેણિકે રાજ્ય લેવા ખૂબ આગ્રહ કર્યો, પણ અભયકુમાર પોતાના વિચારમાં મક્કમ રહ્યા એટલે શ્રેણિકે રાજી થઈ રજા આપી. ૩૨ બુદ્ધિના ભંડાર અભયકુમાર સાધુ બની પવિત્ર જીવન ગાળવા લાગ્યા. સંયમ અને તપથી પોતાની શુદ્ધિ કરવા લાગ્યા. કેટલોક સમય આવું જીવન ગાળી તેમણે પોતાનું આયુષ્ય પૂરું કર્યું. લોકો આજે પણ એ અભયકુમારને ઘણા માનપૂર્વક યાદ કરે છે ! બુદ્ધિ હજો તો અભયકુમારની. આ તો નાના દાખલા છે; પણ મોટપણે તમે વાંચશો, એટલે વિશેષ ખબર પડશે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ [કુલ પુસ્તક ૧૦] ૧. તીર્થંકર શ્રી શાંતિનાથ, તીર્થંકર શ્રી મલ્લિનાથ ૨. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર ૩. રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમાર ૪. મહાસતી સીતા, સતી મૃગાવતી ૫. શ્રેણિક બિંબિસાર, જ્ઞાનપંચમી ૬. ખેમો દેદરાણી, વી૨ ભામાશા ૭.શ્રી નંદિપેણ, જૈન સાહિત્યની ડાયરી ૮. મયણરેખા, ઇલાચીકુમાર, ધન્ય અહિંસા ૯. ચક્રવર્તી સનતકુમા૨, વી૨ ધન્નો ૧૦. મંત્રી વિમળશાહ, મહામંત્રી ઉદયન For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ यामोमिन्दा णमाआयरिया UTAGUNE સત્ય, અહિંસા, વીરતા અને મૂલ્યનિષ્ઠા જેવા ગુણોને ખીલવતી જૈન બાલગ્રંથાવલિ એ ઊગતી પેઢીમાં ચરિત્રો દ્વારા સંસ્કારનું સંવર્ધન કરનારી છે. તીર્થકરોનાં ચરિત્રો, મહાન સાધુ-મહાત્માઓની કથાઓ, દૃષ્ટાંતરૂપ જીવન ગાળનાર સતીઓની ધર્મપરાયણતા દર્શાવતાં આ ચરિત્રો બાળકોના સંસ્કારઘડતરમાં અત્યંત ઉપયોગી બને તેવાં છે. એમાંથી મળતો નીતિ, સદાચાર અને સંસ્કારનો બોધ બાળકોના a4 Serving Jin Shasan III For Personal Private Use Only www.ainelibrary.org