________________
૧૮
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ -
નંદા કહે ‘શું ! તારા પિતા રાજગૃહીના રાજા છે?” અભય કહે. હા. આ ચિઠ્ઠીનો અર્થ એવો જ થાય છે.’ નંદા આ સાંભળી હ૨ખાઈ. સાથે જ આવા પતિના વિયોગે ખૂબ દુ:ખી પણ થઈ.
અભયે માતાને પહેલી જ વાર આવી દુ:ખી જોઈ હતી, એટલે તેને ખૂબ લાગી આવ્યું. તે કહેવા લાગ્યોઃ “બા ! તું જરાય ચિંતા કરીશ નહીં. ચાલ અહીંથી આપણે રાજગૃહી જઈએ. ત્યાં જરૂ૨ મારા પિતાનો મેળાપ થશે.’
રાજગૃહી મગધદેશની રાજધાની છે. તેની શોભા અપાર છે. શું તેના મહેલો ! શું તેના ચોક ! બીજી ઇંદ્રપુરી જોઈ લો !
અભય અને નંદા રાજગૃહીને પાદર આવ્યાં. એક માણસને ઘેર ઉતારો કર્યો. પછી અભય ચાલ્યો શહેરની શોભા જોવા. ત્યાં એક ચોકમાં લોકોનું મોટું ટોળું જોયું. તેણે ટોળામાં આવી એક ઘરડા ડોસાને પૂછ્યું: ‘કેમ કાકા ! છે શું !'
પેલો ડોસો કહે, “મહારાજા શ્રેણિકે બુદ્ધિપરીક્ષા ગોઠવી છે. વાત એવી બની છે કે મહારાજા શ્રેણિકને ચા૨સો નવ્વાણું રાજ ચલાવનારા પ્રધાન છે, પણ તેમાં કોઈ વડા પ્રધાનની જગ્યા લે એવો નથી. એ જગ્યાએ તો બુદ્ધિના ભંડાર જેવો જ માણસ જોઈએ. એટલે એવા માણસની શોધ કરવા ખાલી કૂવામાં એક વીંટી નાખી છે. અને જાહેર કર્યું છે કે જે માણસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org