________________
મહામંત્રી અભયકુમાર
ક્યાં? શું મા-દીકરાના એક જ પિતા હોઈ શકે ખરા?’ આ સાંભળી નંદા ગળગળી બની ગઈ. આંખમાં આંસુ લાવી કહેવા લાગી.
‘સાંભળ ભાઈ ! એક આવ્યો તો મુસાફર. રૂપાળો પરદેશી પોપટો. અહા ! શું તેનું રૂપ ! શું તેના ગુણ ! બધી રીતે તે લાયક. એટલે પિતાજીએ તેની સાથે મારાં લગ્ન કર્યા. હજી લગ્નને થોડા દિવસ થયા હતા, એવામાં પરદેશથી સાંઢણીઓ આવી. તેમાંથી થોડા સવાર નીચે ઊતર્યા. તેમણે તારા પિતાને એકાંતમાં બોલાવ્યા અને કાનમાં કંઈક વાત કરી. એટલે તે જવા તૈયાર થયા.
તેમણે મને કહ્યું: “મારા પિતા મરણપથારીએ છે, હું તેમને મળવા જાઉં છું. તું શરીર સાચવજે ને સારી રીતે રહેજે. હું પાલખી મોકલું, એટલે ચાલી આવજે. ગર્ભમાં રહેલા બાળકને જાળવજે. એમ કહી તેમણે એક ચિઠ્ઠી આપી, અને આવેલા સવારોની સાથે ચાલ્યા ગયા. ગયા તે ગયા જ. આજે કેટકેટલાં વરસનાં વહાણાં વાયાં, પણ બેટા, તેમના સર કે સમાચાર કંઈ નથી !'
અભય કહે “બા, મને ચિઠ્ઠી બતાવ. હું જોઉં તો ખરો કે એમાં શું લખેલું છે?’ માતાએ ચિઠ્ઠી આપી. તે વાંચી અભય બોલ્યોઃ “અહો ! મારા પિતા તો રાજગૃહીના રાજા છે. બા, બા, ચિંતા કરીશ નહીં.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org