________________
મહામંત્રી અભયકુમાર
૨૧
મહેનત કરીને સુંદર છબી તૈયાર કરી. અભયે તેમને ખૂબ ધન આપી રાજી કર્યા.
અભયકુમાર એ છબી લઈ વૈશાલી ચાલ્યો. ત્યાં ધનશેઠ નામે વેપારી બન્યો અને રાજમહેલ પાસે દુકાન નાખી. તેની દુકાને ભાતભાતનાં અત્તરકુલેલ વેચાય. ભાતભાતની બીજી વસ્તુઓ પણ વેચાય. શું ધનશેઠની મીઠી વાણી ! માલ લેવા ઘરાક આવે તે ખુશ ખુશ થઈને જાય. વળી ભાવ સસ્તો અને માલ સારો, એટલે દુકાન થોડા વખતમાં જામી ગઈ. અંતઃપુરની દાસીઓ પણ તેની ઘરાક બની. - જ્યારે દાસીઓ વસ્તુ ખરીદવા આવે ત્યારે ધનશેઠ પેલી છબીની પૂજા કરે. એક વખત એક દાસીએ પૂછયું: “ધનશેઠ, કોની પૂજા કરો છો?’ ધનશેઠ કહે, “અમારા દેવની.' દાસી કહે, “શું એમનું નામ?” ધનશેઠ કહે, ‘શ્રેણિક દાસી કહે, બધા દેવનાં નામ મેં સાંભળ્યાં છે, પણ એમાં કોઈ શ્રેણિક નામના દેવ નથી. આ દેવ તો કોઈ નવા જેવા લાગે છે?”
ધનશેઠ કહે, ‘હા, તમારા અંતઃપુરની સ્ત્રીઓ માટે મગધદેશના મહારાજા શ્રેણિક નવા જ દેવ છે.'
દાસી કહે, “શું મહારાજ શ્રેણિક આટલા રૂપવાન છે? આવું રૂપ તો કોઈ દિવસ અમે જોયું નથી.' એમ કહી તે ચાલી ગઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org